૧૩૦ શ્રી પ્રવચન રત્નો-૧
સમયસાર! પંચોત્તેર ગાથા. ‘હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? આંહી જ્ઞાની તો થયો છે, એને પુદ્ગલકર્મના સંયોગથી રાગાદિ થાય, તેનો પણ ‘જાણનાર’ છે. એવો જ્ઞાની કહ્યો છે ને...! અનાદિનો તો અજ્ઞાની હતો, આંહી તો જ્ઞાનીપણું કહેવું છે ને..! સમ્યગ્જ્ઞાન થયું છે, આત્મા પરથી ભિન્ન છે અને વર્તમાન પર્યાય જ્ઞાનની, અને રાગથી ભિન્ન કરીને, એ પર્યાયને દ્રવ્યમાં વાળી છે અને જેને અંતર સમ્યગ્જ્ઞાન થયું છે- જ્ઞાનનીપર્યાયમાં પૂરણજ્ઞેય જ્ઞાનમાં જણાણું છે, એને આંહી જ્ઞાની કહેવામાં આવે છે. સમજાણું...?
એટલે, આંહી નિર્વિકલ્પ સમાધિમાં હોય, ત્યારે જ જ્ઞાની કહેવાય, અને વિકલ્પ ઊઠે (એ જ્ઞાની ન કહેવાય) (શ્રોતાઃ) જ્ઞાની, સાધકને અધૂરી દશા છે! (ઉત્તરઃ) છતાંય એને રાગ હોય જ નહીં, એમ એ કહે છે, અબુદ્ધિપૂર્વક હોય, બુદ્ધિપૂર્વક હોય નહીં, એને જ્ઞાની કહેવો-એમ એણે કહ્યું છે, (પરંતુ) એમ નથી અહીંયા!
તેથી તો, પહેલો પ્રશ્ન આ છે (શિષ્યનો) કે આત્મા જ્ઞાનસ્વરૂપ-જ્ઞાની થયો-ધર્મી થયો એમ કેમ ઓળખાય? એનાં ચિન્હ શું? એનાં એંધાણ શું? એનું લક્ષણ શું? ‘તેનું ચિન્હ કહો’ તેનાં લક્ષણ કહો, એમ પૂછે છે. અમૃતચંદ્ર આચાર્ય કહે છે હો! ‘कथम् अयमात्मा ज्ञानिभूतो लक्ष्यत ईति चेत्’ – સંસ્કૃત (માં) છે. એ જયચંદ પંડિતનું નથી. ઝીણી વાત છે!
‘જ્ઞાની થયો થકો’ કેમ ઓળખાય? તેનું લક્ષણ શું? એટલે, ચોથાગુણ-સ્થાનથી જ્ઞાની ગણવામાં આવ્યો છે, ઈ વાત પાઠ સિદ્ધ કરે છે.
ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी।। ७५।।
થાય છે ખરા રાગાદિ! ‘जाणदि सो हवदि णाणी’ શું કીધું સમજાણું? રાગ આદિ થાય છે, નિર્વિકલ્પમાં જ પડયો છે તો એને જે જ્ઞાની કહેવો એમ નહીં. (જ્ઞાનીને) રાગઆદિ થાય છે, પણ તે રાગનો ‘જાણનાર’ રહે છે. રાગ મારો સ્વભાવ નથી. હું એનાથી ભિન્ન છું. એમ ‘જાણનાર’ રહે છે, અને રાગ હોય છે.
તેથી... રાગનો ‘જાણનાર’ ને ‘રાગનુંજ્ઞાન’ છે ને તે આત્માનું જ્ઞાન છે (જ્ઞાનીને) એમ આવ્યું ને...! (પાઠમાં) તો.. આંહી તો રાગ છે બુદ્ધિપૂર્વક! રુચિપૂર્વક નહીં.
આહા... હા! ધર્મી-સમ્યગ્દ્રષ્ટિ, એટલે કે જ્ઞાની થાય, એને કેમ ઓઈખાય? તેનું લક્ષણ શું? એમ પૂછયું છે. સમજાણું કાંઈ...? આ તો ફરીવાર લીધું છે.
પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે-તે નવ કરે જે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭પ.
આહા... હા! હવે, ટીકા!