શ્રી પ્રવચન રત્નો-૧ ૧૩૧
‘નિશ્ચયથી’ - ખરેખર ‘મોહ’ એટલે કે પર તરફની જરી રાગની દશા હોય, પહેલું ‘સમુચ્ચય’ મોહ લીધો છે, પણ મિથ્યાત્વ ન લેવું. કે પર તરફનો હજી ભાવ હોય છે. એ ‘મોહ’ સમુચ્ચય કહીએ ચારિત્રમોહની વાત છે. દર્શનમોહની વાત નથી આંહી. ઈ અંદર પરિણામમાં પણ તરફના વલણવાળો રાગ હોય છે એ ‘મોહ’ એના પેટાભેદ, રાગઅને દ્વેષ અને સુખ, દુઃખ - કલપના થાય છે સુખ દુઃઅની, એ ‘આદિરૂપે’ અંતરંગમાં ઉત્પન્ન થતું, જે કર્મનું પરિણામ’ -દ્રવ્યકર્મને ભાવકર્મ બેય ભેગાં લીધાં. જડકર્મ જે છે એ દ્રવ્યકર્મ છે અને એનાં નિમિત્તથી થતાં પર્યાયમાં મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ છે, એ અંતરંગપરિણામ એ કર્મના પરિણામ છે, એ પુદ્ગના પરિણામ છે! આહા... હા! આવી વાતું! અને, તમારો પ્રશ્ન હતો કે દ્રવ્યકર્મ આમાં ક્યાં આવ્યું? પણ દ્રવ્યકર્મ-ભાવકર્મ બેય આવી ગયું આમાં.
આહા...! ભગવાન આત્મ, જ્યાં પોતે રાગથી તો ભિન્ન પડીને ને પર્યાયને-જ્ઞાન પર્યાયને, અંતરમાં-સામાન્યમાં પર્યાયને વાળી છે, એટલે આમાં વિશેષ પણ આવી ગ્યું ને સામાન્ય પણ આવી ગયું. શું કીધું? રાગ નો આવ્યો. રાગથી ભિન્ન પડી અને જ્ઞાનની પર્યાય-વિશેષ જે છે એ વિશેષ- ગુણની વિશેષ એ પર્યાયને, આમ વાળી સામાન્યમાં, એટલે વિશેષ નેસામાન્ય બેય આવી ગયું. રાગ ભિન્ન રહી ગ્યો!! આહા... હા! સમજાય છે, ઝીણી વાત છે ભાઈ..?
વિશેષ જે જ્ઞાનપર્યાય છે, એને રાગથી તો ભિન્ન છે પર્યાય! એથી રાગથી તો ભિન્ન કરીને જ્ઞાનપર્યાય ઉપર લક્ષ કરી, એ પર્યાયને વાળી ધ્રુવમાં!! ઉત્પાદ થયેલી પર્યાય જ્ઞાનની છે, એને- ધ્રુવમાં-વાળી! એટલે કે ધ્રુવ સામાન્ય છે, પર્યાયને-વિશેષને એમાં વળી એટલે વિશેષને સામાન્ય બેય થઈ ગયું!
એટલે, ઓલા વેદાંતી, એમ કહે કે વિશેષ છે જ નહીં. (આત્મા) એકલો કૂટસ્થ છે. તો કૂટસ્થનો નિર્ણય કરનાર કોણ? આહાહા! સમજાણું કાંઈ...?
વેદાંત, સર્વવ્યાપકનો.. મોટો ભાગ અત્યારે છે ને..! પણ એ ‘નિશ્ચયાભાસૃ’ છે. કેમ... કે વસ્તુ છે એકસમયમાં ત્રિકાળ! એનો નિર્ણય કરનાર ધ્રુવ ક્યાં છેલ્ એનો નિર્ણય કરનાર વિશેષ પર્યાય છે. આહા... હા! એ અનિત્ય છે, પર્યાય છે ઈ અનિત્ય છે, એ અનિત્ય છે એ નિત્યને જાણે છે. ‘અનિત્ય છે તે નિત્યનો નિર્ણય કરે છે!’
આહા...હા...હા...! છે ને...? આહા..! એટલે કહે છે કે ‘ખરેખર’ , આગળ ૮૭ ગાથામાં કહેશે. કે મિથ્યાત્વના બે ભેદ છે. આંહી પરિણામ મિથ્યાત્વના! (અને) દર્શનમોહના રજકણ. એવી રીતે મિથ્યાત્વના બે ભેદ, અવ્રતના બે ભેદ, અજ્ઞાનના બે ભેદ, ક્રોધનાદિના બે ભેદ, એમ લેશે. ત્યાં તો ફકત બેની ભિન્નતા સિદ્ધ કરવી છે.
આંહી તો હવે રાગની ભિન્નતા કરીને જ્ઞાન થયું છે તે જ્ઞાન કેવું હોય? એને આંહી સિદ્ધિ કરવું છે! સમજાણું કાંઈ...? (સમયસાર) ૮૭ ગાથા છે ને...! સમજાણું કાંઈ..?
(સમયસાર ગાથા ૮૭) ‘मिच्छतं पुणं दुविहं जीवमजीवं तहेव अणणाणं’ છે ને...! બે પ્રકારના મિથ્યાત્વ, એક આત્માના પરિણામ મિથ્યાત્વ (અને બીજું) દર્શનમોહ-જડના પરિણામ મિથ્યાત્વ! જડના-અજીવના ને જીવના - એમ બેય ભિન્ન પાડીને, ભિન્ન સિદ્ધ કરવું છે.
આંહીયાં તો... ભિન્ન પડેલું જેને જ્ઞાન થયું છે, રાગથી ભિન્ન પડેલી જ્ઞાનપર્યાય અને એ પર્યાયને