Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 132 of 225
PDF/HTML Page 145 of 238

 

૧૩૨ શ્રી પ્રવચન રત્નો-૧ જેણે, આમ-સામાન્યમાં વાળી છે- જેને જ્ઞાન થયું છે એ જ્ઞાનનું લક્ષણ-એંધાણ શું? સમજાણું કાંઈ?

આહા.. હા! ગાથા બહુ ઊંચી છે! ભાઈએ ફરીવાર લેવાનું કહ્યું તે... ઈનું ઈ આવે એવું કાંઈ છે?!

છે તો ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, એથી આંહી આ પ્રત્યક્ષને સિદ્ધ કરે છે. કે રાગ આદિ હોય છે. અને તે સંબંધીનું જ્ઞાન, આંહી જ્ઞાન કરે છે. /ઈ છે તો પોતાનું જ્ઞાન, એ સંબંધીનું એ નિમિત્તથી કથન છે. છતાં ત્યાં રાગ છે તેને ઈ જાણે છે, એટલે કે બુદ્ધિપૂર્વક રાગ છે તેને ઈ જાણે છે–એટલે કે ખ્યાલમાં આવે છે કે રાગ છે એમ. આ સદ્ભૂત ઉપચારથી/ખ્યાલમાં આવે છે કે રાગ, છતાં જ્ઞાની, ધર્મજીવ, એ રાગને ‘જાણનારો’ રહે છે.

કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે એવું જ્યાં અંતર ભાન થયું તેથી તેની પર્યાયમાં જ્ઞેય જે પૂરણજ્ઞાયક છે તેનું જ્ઞાન થયું. એ જ્ઞાનનીપર્યાયના કાળમાં, રાગ જે હોય છે એનું પણ ઈ સ્વપરપંકાશક પર્યાય હોવાથી, ઈ જ્ઞાનની પર્યાય ષટ્કારકરૂપે પરિણમતી ઉત્પન્ન થાય છે! અરે... આવું છે! ઝીણો મારગ ભાઈ...!

ક્યાં.. ય.. રાગથી પાર ને એકસમયની પર્યાયથી પાર... ભિન્ન અંદર? ૭૩ માં આવ્યું ને...! અનુભૂતિ ભિન્ન છે!

આહા.. હા! ખરેખર તો અહીંયા જ્ઞાની-ભાન થયું આત્માનું- જેને રાગથી ભિન્ન પડી અને પર્યાયને જ્ઞાયકત્રિકાળી! જ્ઞાયકસ્વભાવ! ધ્રુવ સ્વભાવ! ત્રિકાળી એકરૂપ-જ્ઞાયકસ્વભાવ!! એનું જેને વર્તમાન પર્યાયમાં તે તરફ વાળીને જ્ઞાન થયું છે તેને અહીંયા જ્ઞાની કહેવામાં આવે છે. આંહી કોઈ આત્મા ડરી જાય તો જ જ્ઞાની છે, એમ છે નહીં.

વસ્તુ જ એવી ઈ તો કહે છે અજ્ઞાન છે, બારમા સુધી અજ્ઞાન છે ને..! પણ ઈ તો અજાણપણેઓછું જ્ઞાન છે એમ છે, ત્યાં કોઈ વિપરીણજ્ઞાન છે એમ નથી. સમજાણું કાંઈ...? બારમા (ગુણસ્થાન) સુધી અજ્ઞાન કહ્યું છે ઈ તો ઓછું જ્ઞાન છે એમ કીધું છે, વિપરીત જ્ઞાન નથી.

આંહી ચોથે, સમ્યગ્દર્શન (થયું) આંહી તો જ્ઞાની કેમ ઓળખાય? એમ પ્રશ્ન કર્યો છે ને.. નિર્વિકલ્પસમાધિમાં રહેલો વીતરાગ કેમ ઓળખાય એમ નથી પૂછયું અહા...! જેને આત્મધરમ! વસ્તુ શુદ્ધ ચૈતન્યધન! એવું જેને રાગથી ભિન્ન પડી અને પર્યયને અંતરમાં વાળી છે. એ... પણ પર્યાય છે ને વાળું છું એવો ભેદ ત્યાં નથી પણ સમજાવવામાં શું આવે? .. સમજાણું કાંઈ...? પર્યાય... જે પરલક્ષમાં છે એ પર્યાયતો ત્યાં રહી ગઈ, પછીતી પર્યાય દ્રવ્યમાંથી થાય ને દ્રવ્ય તરફ ઢળે એ સમય એક જ છે! આહા.. આરે... આરે... આવી વાતું છે.! વીતરાગ મારગ બાપા, અલૌકિક છે ભાઈ...!

આહા...! કહે છે, એ પરિણામ જે કર્મનું છે, પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રતને ભક્તિ આદિના પરિણામ થયાં. પણ એ પરિણામ કર્મનું પરિણામ છે, જીવનું નહીં. કેમકે જીવ જે છે એ અનંતગુણનો પિંડ સ્વભાવ શુદ્ધ છે, તો જે અનંતગુણ છે એ શુદ્ધ છે, તો શુદ્ધના પરિણામ શુદ્ધ હોય- એમ આંહી સિદ્ધ કરવું છે ને...! પર્યાયમાં અશુદ્ધતા છે ઈ પછી સિદ્ધ કરશે... સમજાણું કાંઈ...? એનામાં-પર્યાયમાં અશુદ્ધિ પછી સિદ્ધ કરશે.

આહા...! આંહી તો જે વસ્તુ છે એ શુદ્ધ છે, અનંત, અનંત, અનંત ગુણનો પિંડ સાગર પ્રભુ!