૧૩૪ શ્રી પ્રવચન રત્નો-૧
આહા...હા! તો... કહે છે કે સાંભળ પ્રભુ! એ કર્મ જડ છે. અને એનાં નિમિત્તથી થયેલાં ઉપાદાન/અશુદ્ધઉપાદાનથી પર્યાયમાં-આત્મામાં છે, પણ આંહી અશુદ્ધઉપાદાનનું કાર્ય, કર્મના નિમિત્તથી થતાં, કર્મમાં નાખી દેવું છે.
અને આંહી શુદ્ધ ઉપાદાન ભગવાન આત્મા! એમાં તો શુદ્ધ-વીતરાગી પરિણામ હોય. આહાહા.. હા! એનો ય કર્તા કહેશે ઈ ઉપચારથી છે. તો... વિકારનો, પરિણામનો કર્તા તો ઉપચારથી પણ નહીં.. સમજાણું કાંઈ...?
આહા.. હા! આ તો... ગંભીર વાણી છે પ્રભુ!! એ કર્મ પરિણામ કીધું. (હવે, કહે છે) ‘અને સ્પર્શ-આ શરીરમાં છે. સ્પર્શ, રસ, ગંધ, રંગ અને શબ્દવાણી, બંધ- અંદર, સંસ્થાન, સ્થૂલતા, સુક્ષ્મતા એટલે પરમાણુઓ, આદિરૂપે બહાર ઉત્પન્ન થતું- કર્મરૂપે પર્યાય જે થાય, શરીરરૂપે પર્યાય જે થાય, મનના પરમાણુંરૂપે પર્યાય થાય, વાણીના-શબ્દરૂપે પરમાણુરૂપે પર્યાય થાય, એ બધું બહાર ઉત્પન્ન થતું/ ઓલું અંતરંગ પરિણામમાં, આ બહારમાં- જે નોકર્મનું પરિણામ, શરીર આદિ, વાણીના પર્યાય, ‘તે બધું ય પુદ્ગલપરિણામ છે’ - બેય! પહેલાં કર્મના પરિણામ કીધાં ને આ નોકર્મના પરિણામ, એ પુદ્ગલનાપરિણામ છે. આત્માના નહી!
આહી..! જ્ઞાનની વ્યાખ્યા છે ને આંહી..! અહા.. આહા.. હા! જ્ઞાની તો જ્ઞાનસ્વભાવને જાણ્યો છે તે રાગથી તો ભિન્ન જાણ્યો છે, ભિન્ન જાણ્યું છે એટલે રાગનો પરિણામ તે જીવના પરિણામ છે એમ આંહી નથી.
આહા... હા! એ બહાર થતું નોકર્મનું પરિણામ ‘તે બધુંય’ એટલે કર્મપરિણમ અને નોકર્મનું પરિણામ ‘તે બધું ય પુદ્ગલપરિણામ છે’ પુદ્ગલના પરિણામ છે, જડના પરિણામ છે! આહા.. હા!
(કહે છે) ‘પરમાર્થે-ખરેખર,’ નિશ્ચયથી લીધું’ તું ને પહેલું એનાં પ્રશ્ન, પરનાં છે એમ, એમ ‘પરમાર્થે, જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી’ શું કહે છે? માટી છે તે પોતે કર્તા છે -વ્યાપક છે અને ધડો છે તે તેનું વ્યાપ્ય છે -કર્મ છે-તેનું કાર્ય છે. સમજાણું કાંઈ...? માટી છે એ વ્યાપક છે-પ્રસરે છે, /એમ આંહી અત્યારે તો એમ કહેવું છે ને, બાકધી તો પર્યાય પર્યાયથી થાય છે.
તો માટી વ્યાપક છે એટલે કર્તા છે એટલે કે બદલનાર છે એવી જે માટી ઈ વ્યાક છે, અને ઘડો તેનું વ્યાપય-કાર્ય-કર્મ એની દશા છે, ધડો એ માટીની દશા છે, એ કુંભારની દશા નહીં, કુંભારનું કાર્ય નહીં. આહા.. હા! સમજાય છે?
કાલ આવ્યું ‘તું એ જ આવે, એવું કાંઈ છે! આહાહા.. આહા.. હા! ‘જેમ ઘડાને અને માટીને વ્યાપ્ય/દેખો વ્યાપ્ય પહેલું લીધું છે. વ્યાપ્ય- વ્યાપકભાવનો’ દેખો! ધડો છે તે વ્યાપ્ય છે/ એ શબ્દ પહેલો લીધો છે. ધડો વ્યાપ્ય છે વ્યાપ્ય એટલે કાર્ય, કાર્ય એટલે કે પર્યાય છે. કોની...? માટીની, વ્યાપક એટલે માટી. માટી કર્ત્તા અને માટી વ્યાપક, એનો ધડો વ્યાપ્ય, અને કાર્ય એનું છે ઈ માટીનું! ધડો ઈ માટીનું કાર્ય છે, ઘડો ઈ કુંભારનું કાર્ય નથી.
આહા... હા! આવો મારગ છે!