શ્રી પ્રવચન રત્નો-૧ ૩ ગાથા–૨ પ્રવચનક્રમાંક–૮ દિનાંકઃ ૧૫–૬–૭૮
‘પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી’, સિદ્ધાંત-પદાર્થને કહેવાની પ્રતિજ્ઞા કરી, ત્યાં એ આકાંક્ષા થાય-ઈચ્છા થાય ‘કે સમય એટલે શું?’ સમય કહેવો કોને? તમે સમયપ્રાભૃત કહેવા માગો છો... તો્ર સમય કહેવો કોને? શું તમે કહેવા માગો છો? સમય એટલે શું?
આહા...! કે ‘તેથી હવે પહેલાં સમયને જ કહે છે’ -કોને સમય કહેવો એની વ્યાખ્યા બીજી ગાથાથી શરૂ કરે છે.
‘जीवो’ ઉપાડયું આંહીથી પહેલું જીવો! ‘जीवो’ એટલે જીવ છે ને...! જીવને કહેવું છે આંહી! અને તેથી ૪૭ શક્તિમાં પહેલી શક્તિ ‘જીવત્વશક્તિ’ લીધી છે. એ આંહીથી ઉપાડી છે. જીવ જીવત્વશક્તિથી બિરાજે છે ત્રિકાળ! ભગવાન આત્મા ત્રિકાળ ભાવ! જીવત્વશક્તિ એટલે? અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતઆનંદ, અનંત બળ, એનાથી એનું જીવન અનાદિથી છે.
એવો ‘जीवो’ એમ ઉપાડયું! આમ સંસ્કૃતમાં વિસર્ગ થઈ ગ્યો! ‘जीवो’ આમ કહીએ તો જીવો! જે જીવ છે તે રીતે જીવો! એ જીવતરશક્તિ કીધી! જે રીતે જીવ છે વસ્તુ! આહા. હા! તે રીતે જીવો! એને જીવ કહીએ.
આહા.. હા! આ શરીરથી ને.. ઈંદ્રિયોથી ને દશપ્રાણથી જીવે એ જીવ નહીં. (तत्र तावत्समय एवाभिधीयते-)
जीवो चरित्तदंसणणाणठिदो- ન્યાં ‘जीवो’ આવ્યું ને આંહી ‘ठिदो’ આવ્યું! तं हि ससमयं जाण। તેને સ્વસમય જાણ. આહા.. હા! આદેશ કર્યો છે. ભગવાન કુંદકુંદાચાર્ય ‘જાણ’ એમ કહે છે. ‘જાણે’ તો એનો અર્થ ઈ કે અજાણને જાણ બતાવે છે. જે જાણતો નથી એને કહે છે કે ‘જાણ’ .
આહા..! ‘पोग्गलकम्मदेसछिदं’ च तं जाण परसमयं।। આહા... આહા.. હા!
જીવ ચરિત-દર્શન-જ્ઞાનસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો.. એમ જીવો જીવ એમ અહીં કહે છે. પણ દર્શનજ્ઞાનચારિત્રથી જીવે તે જીવ છે. ત્યારે એણે જીવ જાણ્યો કહેવાય. આહા.. હા! શું કહ્યું? ‘જે છે’ એ અનંતદર્શન જ્ઞાન આનંદને વીર્યથી જીવે છે! ત્રિકાળ..!! પણ એ જીવને એ રીતે જેણે જાણ્યો, માન્યો, અનુભવ્યો એને સ્વસમય કહેવામાં આવે છે. આહા.. હા! એણે આત્માને જાણ્યો એમ કહેવામાં આવે છે. આહા... હા!
ગાથાર્થ લઈએ પહેલે... ગાથાર્થઃ ‘હે ભવ્ય!’ છેલ્લી લીટીમાં ‘જાણ’ (કહ્યું) છે ખરું ને..! ‘જાણ’ ત્યારે કો’ કને કહે છે ને..! ’ હે ભવ્ય! જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત રહે છે સ્થિત થઈ રહ્યો છે, પર્યાયમાં હો! આહા..! જીવ ત્રિકાળશક્તિથી તો જીવી રહ્યો છે. પણ એને જીવી રહ્યો છે એનું જ્ઞાન જેને થાય, એની શ્રદ્ધા થાય. ઠરે! એ સાચો જીવ છે. આહા.. હા! ‘ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે’ એમ છે ને..’ ‘તેને નિશ્ચયથી સ્વસમય જાણ’ -એને ખરો આત્મા જાણ. જેને સમ્યગ્દર્શન... (શ્રોતાઃ) સાધે, એ ખરો