૪ શ્રી પ્રવચન રત્નો-૧ આત્માથાય એમ કીધું? (ઉત્તરઃ) સાધુ, કહેનાર છે ને...! સાધુ કહેનાર છે તે ત્રણ બોલથી ઉપાડયું છે. કહેનાર પોતે સાધુ છે ને..! તેથી છઠ્ઠી ગાથામાં, પ્રમત્ત-અપ્રમતનો નિષેધ કર્યો છે ને..! પોતે, પ્રમત- અપ્રમત (ગુણસ્થાનમાં) છે. એનો નિષેધ કરીને, જ્ઞાયકભાવ છું એમ કહ્યું છે.
કહેનાર પોતાની સ્થિતિને... વર્ણવતી ભાષાથી વર્ણવી રહ્યા છે. આહા.. હા! એને જીવ એટલે સ્વસમય-પોતામાં આવ્યો છે એને એ કહીએ કે જીવસ્વરૂપ ભગવાન! એની સન્મુખ થઈને જે સમ્યગ્દર્શન, એનું જ્ઞાન, એમાં સ્થિરતા, એવા જીવને સ્વસમયમાં આવ્યો અને સ્વસમયને જાણ્યો, અને સ્વસમયરૂપ થયો એમ કહેવામાં આવે છે.
આહા.. હા.. હા! ગજબ શૈલી છે! સમયસાર એટલે... (શ્રોતાઃ) દિવ્યધ્વનિ..! થડું.. પણ ધીમે થી અંદર ઓગાળીને..! (જેમ) ઢોર ખાયને પછી અંદર ઓગાળે (વાગોળે) નિરાંતે બેસીને.. (વાગોળે-ઓગાળે) એમ ‘આ’ ઓગાળવું જોઈએ. એટલે વારંવાર એનું મંથન થવું જોઈએ. આહા..!
આહા.. હા! જીવ સ્વસમય એને કહીએ કે જેની પર્યાયમાં, જેની દશામાં, દશાવાનની પ્રતીતિ થઈ છે. જેની દશામાં, દશાવાનનું જ્ઞાન થયું છે જેની દશામાં, દશાવાનમાં ઠર્યો છે એ. આહા.. હા! ‘એને સ્વસમય જાણ’ કુંદકુંદાચાર્ય આદેશ કરે છે. (શ્રોતાઃ) પર્યાયથી જાણે! (ઉત્તરઃ) જાણ.. જાણીશ જ. પાઠ એવો છે આહા...!
એમ રહેવા દે, સંદેહ રહેવા દે, ન જાણી શકું રહેવા દે. મને અઘરું પડે ઈ રહેવા દે. ‘છે’ તેને પ્રાપ્ત કરવો એમાં તને અઘરું ક્રેમ લાગે છે એમ કહે છે.
આહા... હા! ભગવાનને પરાણે પોતાનો કરવો હોય, તો ન થઈ શકે! અરે રાગને કાયમ રાખવો હોય તો નહીં થઈ શકે. પણ આ તો કરી શકીશ. આહા.. હા.. હા! ‘जीवो चरित्तदंसणणाणठिदो’ પહેલી લીટી છે. ભાષા કેવી લીધી છે. જીવમાં ઠર્યો, દર્શનજ્ઞાનથી ઠર્યો એમ ન લેતાં ‘જીવ દર્શનજ્ઞાનચારિત્રમાં ઠર્યો!’ શું કીધું? (શ્રોતાઃ) જીવ ઠર્યો! (ઉત્તરઃ) એમ કીધું! ધ્યેય તો આત્મા છે. એને ધ્યેય બનાવીને જે દર્શનજ્ઞાનચારિત્ર થયું, તો ઈ તો દ્રવ્યને આશ્રયે થયું છે. એમાં આંહી તો કહે છે કે જે જીવ દર્શનજ્ઞાન ચારિત્રપર્યાયમાં ઠરે તેને સ્વસમય કહે છે. આંહી ઠર્યો આમ... સમજાય છે? આહા.. હા!
જીવ જે અનાદિથી કર્મના પ્રદેશે એટલે ભાવ એવો વિકાર એમાં ઠરે છે. એ તો અનાદિ છે. એતો જીવ અજીવ છે! અને જે જીવ પોતાની સંપદાને પૂરણ સંપદાને જ્ઞાનમાં જાણી.. પ્રતીત કરી અને એમાં ઠરે છે-જીવ’ એમાં ઠરે છે! દર્શનજ્ઞાનચારિત્રમાં જીવ ઠરે છે. દર્શનજ્ઞાનચારિત્ર જીવને આશ્રયે થાય છે એમ ન લેતાં.. એ આમ રાગમાં ઠરતો, એ હવે સ્વભાવમાં ઠરે છે એમ બતાવવું છે.
આહા.. હા! બહુ થોડા શબ્દો! આ તો નિવૃત્તિનો મારગ છે બાપા! આહા..! ‘સ્વસમય જાણ’ - જે ભગવાન પ્રભુ પૂરણ સંપદાથી ભરેલ છે એ જીવ પોતે પોતાના સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમાં ઠરે છે આંહી, એ અનાદિથી રાગમાં વિકારમાં ઠરતો, એની વાત પહેલી ન લેતાં, એ પછી લેશે. પહેલી તો આંહી શરૂઆત કરવી છે, અને થોડા કરનારાઓને કરવી છે એથી એણે આ જ વાત લીધી પહેલી. પહેલા પદમાં આ લીધું ‘जीवो चरित्तदंसणणाण ठिदो’ પછી ઓલી વાત