શ્રી પ્રવચનો રત્નો-૧ પ કરશે અનાદિની. આહા.. હા! ‘તેને નિશ્ચયથી हि (કહ્યું) એટલે ખરેખર. જે જીવ પોતાની નિર્મળપર્યાયમાં ઠરે છે! જે જીવનમાં રહે છે, દ્રવ્યમાં એમ નહીં દ્રવ્ય તો રહેલું જ છે! અભેદ દ્રવ્ય- જીવદ્રવ્ય, જે પોતાના દર્શનજ્ઞાનચારિત્રમાં જે જીવ ઠરે છે તેને સ્વસમય નામ આત્મા જાણ, તેને આત્મા કહેવામાં આવે છે.
આહા.. હા! જીવ, જીવમાં રહે છે ત્રિકાળી એમ નહીં, ત્રિકાળી તો રહેલો છે. અને રહેલાને જાણ્યું કોણે? રહ્યો છે ઈ અંદર છે એવું જાણ્યા વિના રહ્યો છે એવું જાણ્યું કોણે? (શ્રોતાઃ) પર્યાયે. આહા.. હા! પરમસ્વભાવ ભાવ ભગવાન આત્મા! પોતામાં રહ્યો છે. પણ રહ્યો છે એવું જાણ્યું કોણે! રહ્યો છે એ રહ્યો છે એવા ધ્રુવે જાણ્યું?
આહા.. હા! જીવ ત્રિકાળ પરમ સ્વભાવભાવપણે રહેલો છે. એવું જેણે સમ્યક્-દર્શન પ્રગટ કર્યું, એની જેણે પ્રતીત કરી, એનું જેણે, છે એવું પ્રતીત કર્યું! આ ‘છે’ એમ જાણીને પ્રતીત કર્યું. એ આત્મા પ્રતીતમાં આવ્યો! એ આત્મા, આત્માના દ્રવ્યમાં તો હતો. પણ એની પ્રતીતમાં આવ્યો!
આહા..આહા..હા! ‘दंसणणाण’માં આવ્યો! એ એના જ્ઞાનમાં આવ્યો ઈ. આહા..! ભગવાન આત્મા પૂરણજ્ઞાનથી તો છે, પણ ‘છે’ એમ જાણ્યું કોણે? જાણ્યા વિના એ ‘છે’ એમ માન્યું કોણે? આહા.. હા!
ભાઈ...? આવું ઝીણું છે, ‘આ’ ઝીણું! આહા..હા! ગજબ વાત છે!! એક એક ગાથા ને એક એક પદ.. શિવપદના ભણકારા વાગે છે! આહાહા! એ... જીવ... છે. અનંત અપરિમિત ગુણોનો ભંડાર પણ જેણે જાણ્યું નથી, માન્યું નથી એને ક્યાં છે? કહ્યું તું ને.. પ્રશ્ન થયો હતો ને આંહી હમણાં! ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ! આપ કારણ પરમાત્મા કહો છો જીવને.. ‘કારણપરમાત્મા’ કારણ જીવ.. કારણ પ્રભુ! તો કારણ હોય તો એનું કાર્ય આવવું જોઈએ ને.. પણ કાર્ય તો આવતું નથી, કારણ પરમાત્મા તો છે તમે કહો છો.
પ્રશ્ન થયો’ તો કાલ. આ કાઠિયાવાડમાં એમના પિતાશ્રી વિરજીભાઈનો દિગમ્બરના શાસ્ત્રોનો અભ્યાસ પહેલો એમનો જ હતો. એમના દિકરાનો પ્રશ્ન હતો, કારણ પરમાત્મા તમે કહો છો પ્રભુ! તો કારણ છે તો કાર્ય આવવું જોઈએ ને અને કાર્ય તો આવતું નથી.
કીધું, કોને પણ...? કારણપરમાત્મા છે.. એવો જેણે સ્વીકાર કર્યો છે.. તેને કાર્ય થયા વિના રહેતું નથી! પણ સ્વીકાર નથી ત્યાં કાર્ય ક્યાંથી આવે એને? એની દ્રષ્ટિમાં કારણપરમાત્મા છેજ નહિ. દ્રષ્ટિમાં તો પર્યાય ને રાગ છે. એને કાર્ય આવે ક્યાંથી? સમજાય છે આમાં?
આહા.. હા! કારણ.. પરમાત્મા.. છે, ઈ કોને? જેણે ‘છે’ એવું માન્યું જાણ્યું તેને..! ઈ જાણ્યું- માન્યું તેને જીવ છે ઈ પરિણમતી પર્યાય છે. એની પર્યાયમાં આની કબુલાત કરી છે, ત્યારે આંહી પર્યાય થઈ છે. એની પર્યાય વિના, ઈ કાર્ય આવે નહીં. સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રનો મારગ મોક્ષનો, ઈ ત્રિકાળી ચીજની માન્યતામાં અને તેના જ્ઞાનના જ્ઞેય વિના, એ વાત આવે જ નહીં. એ જ્ઞાનમાં ઈ જ્ઞેય આવું છે એમ જાણ્યું તો ઈ જ્ઞાન આવ્યું. ‘આવું છે’ એમ પ્રસિદ્ધ કર્યું તો સમ્યગ્દર્શનમાં આત્મા આવો છે એમ માન્યું. આહા.. હા.. હા! આંહી આ ત્રણ બોલથી વાત કરી છે મુનિ છે ને! પ્રથમ પદમાં