यथा हि महिलानां प्रयत्नमन्तरेणापि तथाविधयोग्यतासद्भावात् स्वभावभूत एव मायोपगुण्ठनागुण्ठितो व्यवहारः प्रवर्तते, तथा हि केवलिनां प्रयत्नमन्तरेणापि तथाविध- योग्यतासद्भावात् स्थानमासनं विहरणं धर्मदेशना च स्वभावभूता एव प्रवर्तन्ते । अपि चाविरुद्धमेतदम्भोधरदृष्टान्तात् । यथा खल्वम्भोधराकारपरिणतानां पुद्गलानां गमनमवस्थानं गर्जनमम्बुवर्षं च पुरुषप्रयत्नमन्तरेणापि दृश्यन्ते, तथा केवलिनां स्थानादयोऽबुद्धिपूर्वका एव दृश्यन्ते । अतोऽमी स्थानादयो मोहोदयपूर्वकत्वाभावात् क्रियाविशेषा अपि केवलिनां क्रियाफलभूतबन्धसाधनानि न भवन्ति ।।४४।। अनीहिताः । केषाम् । तेसिं अरहंताणं तेषामर्हतां निर्दोषिपरमात्मनाम् । क्व । काले अर्हदवस्थायाम् । क इव । मायाचारो व्व इत्थीणं मायाचार इव स्त्रीणामिति । तथा हि — यथा स्त्रीणां स्त्रीवेदोदय- सद्भावात्प्रयत्नाभावेऽपि मायाचारः प्रवर्तते, तथा भगवतां शुद्धात्मतत्त्वप्रतिपक्षभूतमोहोदयकार्येहापूर्व-
અન્વયાર્થઃ — [ तेषाम् अर्हतां ] તે અર્હંતભગવંતોને [काले] તે કાળે [स्थान- निषद्याविहाराः] ઊભા રહેવું, બેસવું, વિહાર [धर्मोपदेशः च] અને ધર્મોપદેશ, [स्त्रीणां मायाचारः इव] સ્ત્રીઓને માયાચારની માફક, [नियतयः] સ્વાભાવિક જ — પ્રયત્ન વિના જ — હોય છે.
ટીકાઃ — જેમ સ્ત્રીઓને, પ્રયત્ન વિના પણ, તેવા પ્રકારની યોગ્યતાના સદ્ભાવથી સ્વભાવભૂત જ માયાના ઢાંકણથી ઢંકાયેલો વ્યવહાર પ્રવર્તે છે, તેમ કેવળીભગવંતોને, પ્રયત્ન વિના પણ ( – પ્રયત્ન ન હોવા છતાં પણ), તેવા પ્રકારની યોગ્યતાના સદ્ભાવથી સ્થાન (-ઊભા રહેવું), આસન (-બેસવું), વિહાર અને ધર્મદેશના સ્વભાવભૂત જ પ્રવર્તે છે. વળી આ (પ્રયત્ન વિના વિહાર થવો વગેરે), વાદળાના દ્રષ્ટાંતથી અવિરુદ્ધ છે. જેમ વાદળા -આકારે પરિણમેલાં પુદ્ગલોનું ગમન, અવસ્થાન (-સ્થિર રહેવું), ગર્જન અને જળ -વર્ષણ પુરુષ -પ્રયત્ન વિના પણ જોવામાં આવે છે, તેમ કેવળીભગવંતોને સ્થાનાદિક ( – ઊભા રહેવું, બેસવું વગેરે વ્યાપારો) અબુદ્ધિપૂર્વક જ (અર્થાત્ ઇચ્છા વિના જ) જોવામાં આવે છે. આથી આ સ્થાનાદિક ( – ઊભા રહેવું વગેરે વ્યાપારો), મોહોદયપૂર્વક નહિ હોવાને લીધે, ક્રિયાવિશેષો ( – ક્રિયાના પ્રકારો) હોવા છતાં કેવળીભગવંતોને ક્રિયાફળભૂત બંધનાં સાધન થતાં નથી.
ભાવાર્થઃ — કેવળીભગવંતોને સ્થાન, આસન અને વિહાર એ કાયયોગસંબંધી ક્રિયાઓ તથા દિવ્ય ધ્વનિથી નિશ્ચયવ્યવહારસ્વરૂપ ધર્મનો ઉપદેશ એ વચનયોગસંબંધી ક્રિયા અઘાતી કર્મના નિમિત્તે સહજ જ થાય છે. તેમાં કેવળીભગવંતની ઇચ્છા લેશમાત્ર