अथैवं सति तीर्थकृतां पुण्यविपाकोऽकिंचित्कर एवेत्यवधारयति —
पुण्णफला अरहंता तेसिं किरिया पुणो हि ओदइया ।
मोहादीहिं विरहिदा तम्हा सा खाइग त्ति मदा ।।४५।।
पुण्यफला अर्हन्तस्तेषां क्रिया पुनर्हि औदयिकी ।
मोहादिभिः विरहिता तस्मात् सा क्षायिकीति मता ।।४५।।
अर्हन्तः खलु सकलसम्यक्परिपक्वपुण्यकल्पपादपफला एव भवन्ति । क्रिया तु तेषां
या काचन सा सर्वापि तदुदयानुभावसंभावितात्मसंभूतितया किलौदयिक्येव । अथैवंभूतापि सा
प्रयत्नाभावेऽपि श्रीविहारादयः प्रवर्तन्ते । मेघानां स्थानगमनगर्जनजलवर्षणादिवद्वा । ततः स्थितमेतत्
मोहाद्यभावात् क्रियाविशेषा अपि बन्धकारणं न भवन्तीति ।।४४।। अथ पूर्वं यदुक्तं रागादि-
रहितकर्मोदयो बन्धकारणं न भवति विहारादिक्रिया च, तमेवार्थं प्रकारान्तरेण दृढयति ---पुण्णफला
अरहंता पञ्चमहाकल्याणपूजाजनकं त्रैलोक्यविजयकरं यत्तीर्थकरनाम पुण्यकर्म तत्फलभूता अर्हन्तो
भवन्ति । तेसिं किरिया पुणो हि ओदइया तेषां या दिव्यध्वनिरूपवचनव्यापारादिक्रिया सा निःक्रियशुद्धात्म-
નથી, કારણ કે મોહનીયકર્મનો જ્યાં સર્વથા ક્ષય થયો છે ત્યાં તેના કાર્યભૂત ઇચ્છા ક્યાંથી
હોય? આ રીતે ઇચ્છા વિના જ — મોહરાગદ્વેષ વિના જ — થતી હોવાથી કેવળીભગવંતોને
તે ક્રિયાઓ બંધનું કારણ થતી નથી. ૪૪.
એ પ્રમાણે હોવાથી તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત્કર જ છે ( – કાંઈ કરતો નથી,
સ્વભાવનો કિંચિત્ ઘાત કરતો નથી) એમ હવે નક્કી કરે છેઃ —
છે પુણ્યફળ અર્હંત, ને અર્હંતકિરિયા ઉદયિકી;
મોહાદિથી વિરહિત તેથી તે ક્રિયા ક્ષાયિક ગણી. ૪૫.
અન્વયાર્થઃ — [अर्हन्तः] અર્હંતભગવંતો [पुण्यफलाः] પુણ્યના ફળવાળા છે [पुनः
हि] અને [तेषां क्रिया] તેમની ક્રિયા [औदयिकी] ઔદયિકી છે; [मोहादिभिः विरहिता]
મોહાદિકથી રહિત છે [ तस्मात् ] તેથી [सा] તે [क्षायिकी] ક્ષાયિકી [इति मता] માનવામાં
આવી છે.
ટીકાઃ — અર્હંતભગવંતો ખરેખર જેમને પુણ્યરૂપી કલ્પવૃક્ષનાં સમસ્ત ફળો બરાબર
પરિપકવ થયાં છે એવા જ છે, અને તેમને જે કાંઈ ક્રિયા છે તે બધીયે તેના ( – પુણ્યના)
ઉદયના પ્રભાવથી ઉત્પન્ન થઈ હોવાથી ઔદયિકી જ છે. પરંતુ આવી (પુણ્યના ઉદયથી
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૭૫