भावाच्चैतन्यविकारकारणतामनासादयन्ती नित्यमौदयिकी कार्यभूतस्य बन्धस्याकारणभूततया
कार्यभूतस्य मोक्षस्य कारणभूततया च क्षायिक्येव कथं हि नाम नानुमन्येत । अथानुमन्येत
ઉત્પન્ન થઈ હોવાથી મોહરાગદ્વેષરૂપ *ઉપરંજકોના અભાવને લીધે ચૈતન્યના વિકારનું કારણ
કારણભૂતપણા વડે ક્ષાયિકી જ કેમ ન માનવી જોઈએ? (જરૂર માનવી જોઈએ.) અને જો
ક્ષાયિકી જ માનવી જોઈએ તો કર્મવિપાક ( – કર્મનો ઉદય) પણ તેમને (અર્હંત્ભગવંતોને)
ભાવાર્થઃ — અર્હંતભગવાનને જે દિવ્ય ધ્વનિ, વિહાર આદિ ક્રિયાઓ છે તે નિષ્ક્રિય શુદ્ધ આત્મતત્ત્વને પ્રદેશપરિસ્પંદમાં નિમિત્તભૂત પૂર્વબદ્ધ કર્મના ઉદયથી ઉત્પન્ન થઈ છે તેથી ઔદયિકી છે. તે ક્રિયાઓ અર્હંતભગવાનને ચૈતન્યવિકારરૂપ ભાવકર્મ ઉત્પન્ન કરતી નથી, કારણ કે નિર્મોહ શુદ્ધ આત્મતત્ત્વને રાગદ્વેષમોહરૂપ વિકારમાં નિમિત્તભૂત મોહનીયકર્મનો (તેમને) ક્ષય થયો છે. વળી તે ક્રિયાઓ તેમને રાગદ્વેષમોહના અભાવને લીધે નવીન બંધમાં કારણરૂપ નથી, પરંતુ પૂર્વકર્મના ક્ષયમાં કારણરૂપ છે કેમ કે જે કર્મના ઉદયથી તે ક્રિયાઓ થાય છે તે કર્મ પોતાનો રસ દઈ ખરી જાય છે. આ રીતે મોહનીયકર્મના ક્ષયે ઉત્પન્ન થઈ હોવાથી અને કર્મના ક્ષયમાં કારણભૂત હોવાથી અર્હંતભગવાનની તે ઔદયિકી ક્રિયા ક્ષાયિકી કહેવામાં આવી છે. ૪૫. *ઉપરંજકો = ઉપરાગ — મલિનતા કરનારા (વિકારી ભાવો)