Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 84 of 513
PDF/HTML Page 115 of 544

 

background image
निबन्धनाः अथ यः सर्वद्रव्यपर्यायनिबन्धनानन्तविशेषव्यापिप्रतिभासमयमहासामान्यरूप-
मात्मानं स्वानुभवप्रत्यक्षं न करोति स क थं प्रतिभासमयमहासामान्यव्याप्यप्रतिभासमयानन्त-
विशेषनिबन्धनभूतसर्वद्रव्यपर्यायान् प्रत्यक्षीकुर्यात
एवमेतदायाति य आत्मानं न जानाति स
सर्वं न जानाति अथ सर्वज्ञानादात्मज्ञानमात्मज्ञानात्सर्वज्ञानमित्यवतिष्ठते एवं च सति
ज्ञानमयत्वेन स्वसंचेतकत्वादात्मनो ज्ञातृज्ञेययोर्वस्तुत्वेनान्यत्वे सत्यपि प्रतिभासप्रतिभास्य-
मानयोः स्वस्यामवस्थायामन्योन्यसंवलनेनात्यन्तमशक्यविवेचनत्वात्सर्वमात्मनि निखातमिव
प्रतिभाति
यद्येवं न स्यात् तदा ज्ञानस्य परिपूर्णात्मसंचेतनाभावात् परिपूर्णस्यैकस्यात्मनोऽपि
ज्ञानं न सिद्धयेत।।४९।।
अनन्तद्रव्यसमूहान् किध सो सव्वाणि जाणादि कथं स सर्वान् जानाति जुगवं युगपदेकसमये, न
कथमपीति तथा हि --आत्मलक्षणं तावज्ज्ञानं तच्चाखण्डप्रतिभासमयं सर्वजीवसाधारणं महासामान्यम्
तच्च महासामान्यं ज्ञानमयानन्तविशेषव्यापि ते च ज्ञानविशेषा अनन्तद्रव्यपर्यायाणां विषयभूतानां
(ભેદોનાં) નિમિત્ત સર્વ દ્રવ્યપર્યાયો છે. હવે જે પુરુષ સર્વ દ્રવ્યપર્યાયો જેમનાં નિમિત્ત છે
એવા અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય મહાસામાન્યરૂપ આત્માને સ્વાનુભવપ્રત્યક્ષ
કરતો નથી, તે (પુરુષ) પ્રતિભાસમય મહાસામાન્યવડે
વ્યાપ્ય (વ્યપાવાયોગ્ય) જે
પ્રતિભાસમય અનંત વિશેષો તેમનાં નિમિત્તભૂત સર્વ દ્રવ્યપર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી
(
જાણી) શકે? (ન જ કરી શકે.) આ રીતે એમ ફલિત થાય છે કે જે આત્માને જાણતો
નથી તે સર્વને જાણતો નથી.
હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી
સર્વનું જ્ઞાન; અને આમ હોતાં, આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંચેતક હોવાથી, જ્ઞાતા અને
જ્ઞેયનું વસ્તુપણે અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાનનું પોતાની અવસ્થામાં
અન્યોન્ય મિલન હોવાને લીધે (અર્થાત
્ જ્ઞાન અને જ્ઞેય, આત્માનીજ્ઞાનની અવસ્થામાં પરસ્પર
મિશ્રિતએકમેકરૂપ હોવાને લીધે) તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી, બધુંય જાણે
કે આત્મામાં નિખાત (પેસી ગયું) હોય એ રીતે પ્રતિભાસે છેજણાય છે. (આત્મા જ્ઞાનમય
હોવાથી પોતાને સંચેતે છેઅનુભવે છેજાણે છે; અને પોતાને જાણતાં સર્વ જ્ઞેયોજાણે
કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય એ રીતેજણાય છે, કારણ કે જ્ઞાનની અવસ્થામાંથી જ્ઞેયાકારોને
ભિન્ન કરવા અશક્ય છે.) જો આમ ન હોય તો (અર્થાત્ જો આત્મા સર્વને ન જાણે તો) જ્ઞાનને
પરિપૂર્ણ આત્મસંચેતનનો અભાવ થવાથી પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય.
૧.જ્ઞાનસામાન્ય વ્યાપક છે અને જ્ઞાનના વિશેષોભેદો વ્યાપ્ય છે. તે જ્ઞાનવિશેષોનાં નિમિત્ત જ્ઞેયભૂત
સર્વ દ્રવ્યો અને પર્યાયો છે.
૨.નિખાત = ખોદીને અંદર ઊંડું ઊતરી ગયેલું; અંદર પેસી ગયેલું.
૮૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-