इन्द्रियाणां हि स्पर्शरसगन्धवर्णप्रधानाः शब्दश्च ग्रहणयोग्याः पुद्गलाः । अथेन्द्रियैर्युग- कतंभूतम् । इन्द्रियग्रहणयोग्यइन्द्रियग्रहणयोग्यम् । जाणदि वा तं ण जाणादि स्वावरणक्षयोपशमयोग्यं किमपि स्थूलं जानाति, विशेषक्षयोपशमाभावात् सूक्ष्मं न जानातीति । अयमत्र भावार्थः — इन्द्रियज्ञानं यद्यपि व्यवहारेण प्रत्यक्षं भण्यते, तथापि निश्चयेन केवलज्ञानापेक्षया परोक्षमेव । परोक्षं तु यावतांशेन सूक्ष्मार्थं न जानाति तावतांशेन चित्तखेदकारणं भवति । खेदश्च दुःखं, ततो दुःखजनकत्वादिन्द्रियज्ञानं हेयमिति ।।५५।। अथ चक्षुरादीन्द्रियज्ञानं रूपादिस्वविषयमपि युगपन्न जानाति तेन कारणेन हेयमिति ઇંદ્રિય, પ્રકાશ આદિ બાહ્ય સામગ્રીને શોધવારૂપ વ્યગ્રતાને ( – અસ્થિરતાને) લીધે અતિશય ચંચળ – ક્ષુબ્ધ છે, અલ્પ શક્તિવાળું હોવાથી ખેદખિન્ન છે, પર પદાર્થોને પરિણમાવવાનો અભિપ્રાય કરતું હોવા છતાં પગલે પગલે ઠગાય છે (કારણ કે પર પદાર્થો આત્માને આધીન પરિણમતા નથી); તેથી પરમાર્થે તો તે જ્ઞાન ‘અજ્ઞાન’ નામને જ યોગ્ય છે. માટે તે હેય છે. ૫૫.
હવે, ઇન્દ્રિયો માત્ર પોતાના વિષયોમાં પણ યુગપદ્ નહિ પ્રવર્તતી હોવાથી ઇન્દ્રિયજ્ઞાન હેય જ છે એમ નક્કી કરે છેઃ —
અન્વયાર્થઃ — [स्पर्शः] સ્પર્શ, [रसः च] રસ, [गन्धः] ગંધ, [वर्णः] વર્ણ [शब्दः च] અને શબ્દ — [ पुद्गलाः ] કે જેઓ પુદ્ગલ છે તેઓ — [अक्षाणां भवन्ति] ઇન્દ્રિયોના વિષયો છે. [ तानि अक्षाणि ] (પરંતુ) તે ઇન્દ્રિયો [ तान् ] તેમને (પણ) [ युगपद् ] યુગપદ્ [ न एव गृह्णन्ति ] ગ્રહતી ( – જાણતી) નથી.
* સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ — એ પુદ્ગલના મુખ્ય ગુણો છે. પ્ર. ૧૩