सुखकारणं तथेदमिन्द्रियज्ञानं स्वकीयविषयेऽपि युगपत्परिज्ञानाभावात्सुखकारणं न भवति ।।५६।।
સમસ્ત ઇન્દ્રિયોના વિષયોનું ( – વિષયભૂત પદાર્થોનું) જ્ઞાન એકીસાથે થતું નથી, કારણ
ભાવાર્થઃ — કાગડાને આંખ બે હોય છે પણ પૂતળી ( – કીકી) એક જ હોય છે. જે આંખથી કાગડાને જોવું હોય છે તે આંખમાં પૂતળી આવી જાય છે; તે વખતે તે બીજી આંખથી જોઈ શકતો નથી. આમ હોવા છતાં પૂતળી એટલી ઝડપથી બે આંખોમાં ફરે છે કે બન્ને આંખોમાં જુદી જુદી પૂતળી હોય એમ લોકોને લાગે છે. વાસ્તવિક રીતે પૂતળી એક જ હોય છે. આવી જ દશા ક્ષાયોપશમિક જ્ઞાનની છે. દ્રવ્ય- ઇન્દ્રિયરૂપી દ્વારો તો પાંચ છે પણ ક્ષાયોપશમિક જ્ઞાન એક વખતે એક ઇન્દ્રિય દ્વારા જ જાણી શકે છે; તે વખતે બીજી ઇન્દ્રિયો દ્વારા કાર્ય થતું નથી. ક્ષાયોપશમિક જ્ઞાન જ્યારે નેત્ર દ્વારા વર્ણને જાણવાનું ( – જોવાનું) કાર્ય કરતું હોય છે ત્યારે તે શબ્દ, ગંધ, રસ કે સ્પર્શને જાણી શકતું નથી અર્થાત્ જ્યારે તે જ્ઞાનનો ઉપયોગ નેત્ર દ્વારા વર્ણ જોવામાં રોકાયો હોય છે ત્યારે કાન પર શા શબ્દો પડે છે, નાકમાં કેવી ગંધ આવે છે વગેરે ખ્યાલ રહેતો નથી. જોકે જ્ઞાનનો ઉપયોગ એક વિષયમાંથી બીજા વિષયમાં ઝડપથી પલટાતો હોવાથી જાણે કે બધા વિષયો એકીસાથે જણાતા હોય એમ સ્થૂલ દ્રષ્ટિએ જોતાં લાગે છે તોપણ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતાં ક્ષાયોપશમિક જ્ઞાન એક વખતે એક જ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતું સ્પષ્ટ રીતે ભાસે છે. આ રીતે ઇન્દ્રિયો પોતાના વિષયોમાં પણ ક્રમે પ્રવર્તતી હોવાથી પરોક્ષ એવું ઇન્દ્રિયજ્ઞાન હેય છે. ૫૬.