Pravachansar (Gujarati). Gatha: 58.

< Previous Page   Next Page >


Page 100 of 513
PDF/HTML Page 131 of 544

 

૧૦૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ परोक्षप्रत्यक्षलक्षणमुपलक्षयति
जं परदो विण्णाणं तं तु परोक्खं ति भणिदमट्ठेसु
जदि केवलेण णादं हवदि हि जीवेण पच्चक्खं ।।५८।।
यत्परतो विज्ञानं तत्तु परोक्षमिति भणितमर्थेषु
यदि केवलेन ज्ञातं भवति हि जीवेन प्रत्यक्षम् ।।५८।।

यत्तु खलु परद्रव्यभूतादन्तःकरणादिन्द्रियात्परोपदेशादुपलब्धेः संस्कारादालोकादेर्वा प्रतिभासमयपरमज्योतिःकारणभूते स्वशुद्धात्मस्वरूपभावनासमुत्पन्नपरमाह्लादैकलक्षणसुखसंवित्त्याकार- परिणतिरूपे रागादिविकल्पोपाधिरहिते स्वसंवेदनज्ञाने भावना कर्तव्या इत्यभिप्रायः ।।५७।। अथ पुनरपि प्रकारान्तरेण प्रत्यक्षपरोक्षलक्षणं कथयतिजं परदो विण्णाणं तं तु परोक्खं ति भणिदं यत्परतः सकाशाद्विज्ञानं परिज्ञानं भवति तत्पुनः परोक्षमिति भणितम् केषु विषयेषु अट्ठेसु ज्ञेयपदार्थेषु जदि

ભાવાર્થઃજે સીધું આત્મા દ્વારા જ જાણે છે તે જ્ઞાન પ્રત્યક્ષ છે. ઇંદ્રિયજ્ઞાન તો પરદ્રવ્યરૂપ ઇંદ્રિયો દ્વારા જાણે છે તેથી તે પ્રત્યક્ષ નથી. ૫૭.

હવે પરોક્ષ અને પ્રત્યક્ષનાં લક્ષણ દર્શાવે છેઃ
અર્થો તણું જે જ્ઞાન પરતઃ થાય તેહ પરોક્ષ છે;
જીવમાત્રથી જ જણાય જો, તો જ્ઞાન તે પ્રત્યક્ષ છે. ૫૮.

અન્વયાર્થઃ[परतः] પર દ્વારા થતું [ यत् ] જે [ अर्थेषु विज्ञानं ] પદાર્થો સંબંધી વિજ્ઞાન [ तत् तु] તે તો [परोक्षं इति भणितं] પરોક્ષ કહેવામાં આવ્યું છે; [ यदि ] જો [ केवलेन जीवेन ] કેવળ જીવ વડે જ [ ज्ञातं भवति हि ] જાણવામાં આવે [ प्रत्यक्षम् ] તો તે જ્ઞાન પ્રત્યક્ષ છે.

ટીકાઃનિમિત્તપણાને પામેલાં (અર્થાત્ નિમિત્તરૂપ બનેલાં) એવાં જે પરદ્રવ્ય- ભૂત અંતઃકરણ, ઇંદ્રિય, પરોપદેશ, ઉપલબ્ધિ, સંસ્કાર કે પ્રકાશાદિક, તેમના દ્વારા ૧. અંતઃકરણ = મન ૨. પરોપદેશ = અન્યનો ઉપદેશ ૩. ઉપલબ્ધિ = જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના નિમિત્તે ઊપજેલી પદાર્થોને જાણવાની શક્તિ.

(આ ‘લબ્ધ’શક્તિ જ્યારે ‘ઉપયુક્ત’ થાય ત્યારે જ પદાર્થ જણાય.) ૪. સંસ્કાર = પૂર્વે જાણેલા પદાર્થોની ધારણા ૫. ચક્ષુઇન્દ્રિય દ્વારા રૂપી પદાર્થને જોવામાં પ્રકાશ પણ નિમિત્તરૂપ થાય છે.