Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 105 of 513
PDF/HTML Page 136 of 544

 

background image
मात्रम् घातिकर्माणि हि महामोहोत्पादकत्वादुन्मत्तकवदतस्मिंस्तद्बुद्धिमाधाय परिच्छेद्यमर्थं
प्रत्यात्मानं यतः परिणामयन्ति, ततस्तानि तस्य प्रत्यर्थं परिणम्य परिणम्य श्राम्यतः
खेदनिदानतां प्रतिपद्यन्ते
तदभावात्कुतो हि नाम केवले खेदस्योद्भेदः यतश्च त्रिसमया-
वच्छिन्नसकलपदार्थपरिच्छेद्याकारवैश्वरूप्यप्रकाशनास्पदीभूतं चित्रभित्तिस्थानीयमनन्तस्वरूपं
स्वयमेव परिणमत्केवलमेव परिणामः
ततः कुतोऽन्यः परिणामो यद्द्वारेण खेदस्यात्मलाभः
यतश्च समस्तस्वभावप्रतिघाताभावात्समुल्लसितनिरङ्कुशानन्तशक्तितया सकलं त्रैकालिकं लोका-
लोकाकारमभिव्याप्य कूटस्थत्वेनात्यन्तनिःप्रकम्पं व्यवस्थितत्वादनाकुलतां सौख्यलक्षण-
यत्केवलमिति ज्ञानं तत्सौख्यं भवति, तस्मात् खेदो तस्स ण भणिदो तस्य केवलज्ञानस्य खेदो दुःखं न
भणितम् तदपि कस्मात् जम्हा घादी खयं जादा यस्मान्मोहादिघातिकर्माणि क्षयं गतानि तर्हि
तस्यानन्तपदार्थपरिच्छित्तिपरिणामो दुःखकारणं भविष्यति नैवम् परिणमं च सो चेव तस्य
केवलज्ञानस्य संबन्धी परिणामश्च स एव सुखरूप एवेति इदानीं विस्तरःज्ञानदर्शनावरणोदये सति
युगपदर्थान् ज्ञातुमशक्यत्वात् क्रमकरणव्यवधानग्रहणे खेदो भवति, आवरणद्वयाभावे सति युगपद्ग्रहणे
केवलज्ञानस्य खेदो नास्तीति सुखमेव
तथैव तस्य भगवतो जगत्त्रयकालत्रयवर्तिसमस्तपदार्थ-
युगपत्परिच्छित्तिसमर्थमखण्डैकरूपं प्रत्यक्षपरिच्छित्तिमयं स्वरूपं परिणमत्सत् केवलज्ञानमेव परिणामो, न
(૧) ખેદનાં આયતનો (સ્થાનો) ઘાતિકર્મો છે, કેવળ પરિણામમાત્ર નહિ. ઘાતિકર્મો
મહા મોહનાં ઉત્પાદક હોવાથી ધતૂરાની માફક અતત્માં તત્બુદ્ધિ ધારણ કરાવી આત્માને
જ્ઞેય પદાર્થ પ્રતિ પરિણમાવે છે, તેથી તે ઘાતિકર્મો, દરેક પદાર્થ પ્રતિ પરિણમી પરિણમીને
થાકતા તે આત્માને ખેદનાં કારણ થાય છે. તેમનો (ઘાતિકર્મોનો) અભાવ હોવાથી
કેવળજ્ઞાનમાં ખેદનું પ્રગટવું ક્યાંથી થાય? (૨) વળી ત્રણ કાળરૂપ ત્રણ ભેદો જેમાં પાડવામાં
આવે છે એવા સમસ્ત પદાર્થોના જ્ઞેયાકારોરૂપ વિવિધતાને પ્રકાશવાના સ્થાનભૂત કેવળજ્ઞાન,
ચીતરેલી ભીંતની માફક, અનંતસ્વરૂપે પોતે જ પરિણમતું હોવાથી કેવળજ્ઞાન જ પરિણામ
છે. માટે અન્ય પરિણામ ક્યાં છે કે જે દ્વારા ખેદની ઉત્પત્તિ થાય? (૩) વળી કેવળજ્ઞાન
સમસ્ત
સ્વભાવપ્રતિઘાતના અભાવને લીધે નિરંકુશ અનંત શક્તિ ઉલ્લસી હોવાથી સકળ
ત્રિકાળિક લોકાલોક -આકારમાં વ્યાપીને કૂટસ્થપણે અત્યંત નિષ્કંપ રહ્યું છે તેથી આત્માથી
૧. અતત્માં તત્બુદ્ધિ = વસ્તુ જે -સ્વરૂપે ન હોય તે -સ્વરૂપે હોવાની માન્યતા; જેમ કેજડમાં ચેતનબુદ્ધિ
(અર્થાત્ જડમાં ચેતનની માન્યતા), દુઃખમાં સુખબુદ્ધિ વગેરે.
૨. પ્રતિઘાત = વિઘ્ન; રુકાવટ; હણાવું તે; ઘાત.
૩. કૂટસ્થ = સર્વકાળે એક રૂપે રહેનારું; અચળ. (
કેવળજ્ઞાન સર્વથા અપરિણામી નથી; પરંતુ તે એક
જ્ઞેયથી અન્ય જ્ઞેય પ્રતિ પલટાતું નથીસર્વદા ત્રણે કાળના સમસ્ત જ્ઞેયાકારોને જાણ્યા કરે છે,
તેથી તેને કૂટસ્થ કહ્યું છે.)
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૦૫
પ્ર. ૧૪