नास्ति, तथैव च शुद्धात्मसर्वप्रदेशेषु समरसीभावेन परिणममानानां सहजशुद्धानन्दैकलक्षणसुख-
रसास्वादपरिणतिरूपामात्मनः सकाशादभिन्नामनाकुलतां प्रति खेदो नास्ति । संज्ञालक्षणप्रयोजनादि-
કેવળજ્ઞાન અને સુખનો વ્યતિરેક ક્યાં છે?
આથી ‘કેવળજ્ઞાન એકાંતિક સુખ છે’ એમ સર્વથા અનુમોદવાયોગ્ય છે ( – આનંદથી સંમત કરવાયોગ્ય છે).
ભાવાર્થઃ — ‘કેવળજ્ઞાનમાં પણ પરિણામ થયા કરતા હોવાથી થાક લાગે અને તેથી દુઃખ થાય; માટે કેવળજ્ઞાન એકાંતિક સુખ કઈ રીતે હોઈ શકે?’ એવી શંકાનું અહીં સમાધાન કરવામાં આવ્યું છેઃ
(૧) પરિણામમાત્ર થાકનું કે દુઃખનું કારણ નથી, પણ ઘાતિકર્મોના નિમિત્તે થતા પર -સન્મુખ પરિણામ થાકનાં કે દુઃખનાં કારણ છે. કેવળજ્ઞાનમાં ઘાતિકર્મો અવિદ્યમાન હોવાથી ત્યાં થાક કે દુઃખ નથી. (૨) વળી કેવળજ્ઞાન પોતે જ પરિણામશીલ છે; પરિણમન કેવળજ્ઞાનનું સ્વરૂપ જ છે, ઉપાધિ નથી. પરિણામનો નાશ થાય તો કેવળજ્ઞાનનો જ નાશ થાય. આ રીતે પરિણામ કેવળજ્ઞાનનું સહજ સ્વરૂપ હોવાથી કેવળજ્ઞાનને પરિણામ દ્વારા ખેદ હોઈ શકે નહિ — હોતો નથી. (૩) વળી કેવળજ્ઞાન આખા ત્રિકાળિક લોકાલોકના આકારને ( – સમસ્ત પદાર્થોના ત્રિકાળિક જ્ઞેયાકારસમૂહને) સર્વદા અડોલપણે જાણતું થકું અત્યંત નિષ્કંપ – સ્થિર – અક્ષુબ્ધ – અનાકુળ છે; અને અનાકુળ હોવાથી સુખી છે — સુખસ્વરૂપ છે, કારણ કે અનાકુળતા સુખનું જ લક્ષણ છે. આમ કેવળજ્ઞાન અને અક્ષુબ્ધતા – અનાકુળતા ભિન્ન નહિ હોવાથી કેવળજ્ઞાન અને સુખ ભિન્ન નથી.
આ રીતે (૧) ઘાતિકર્મોના અભાવને લીધે, (૨) પરિણામ કોઈ ઉપાધિ નહિ હોવાને લીધે, અને (૩) કેવળજ્ઞાન નિષ્કંપ – સ્થિર – અનાકુળ હોવાને લીધે, કેવળજ્ઞાન સુખસ્વરૂપ જ છે. ૬૦.