Pravachansar (Gujarati). Gatha: 61.

< Previous Page   Next Page >


Page 107 of 513
PDF/HTML Page 138 of 544

 

background image
अथ पुनरपि केवलस्य सुखस्वरूपतां निरूपयन्नुपसंहरति
णाणं अत्थंतगयं लोयालोएसु वित्थडा दिट्ठी
णट्ठमणिट्ठं सव्वं इट्ठं पुण जं तु तं लद्धं ।।६१।।
ज्ञानमर्थान्तगतं लोकालोकेषु विस्तृता दृष्टिः
नष्टमनिष्टं सर्वमिष्टं पुनर्यत्तु तल्लब्धम् ।।६१।।
स्वभावप्रतिघाताभावहेतुकं हि सौख्यम् आत्मनो हि दृशिज्ञप्ती स्वभावः, तयोर्लोका-
लोकविस्तृतत्वेनार्थान्तगतत्वेन च स्वच्छन्दविजृम्भितत्वाद्भवति प्रतिघाताभावः ततस्तद्धेतुकं
सौख्यमभेदविवक्षायां केवलस्य स्वरूपम् किंच केवलं सौख्यमेव; सर्वानिष्टप्रहाणात्,
दिट्ठी लोकालोकयोर्विस्तृता दृष्टिः केवलदर्शनम् णट्ठमणिट्ठं सव्वं अनिष्टं दुःखमज्ञानं च तत्सर्वं नष्टं इट्ठं
पुण जं हि तं लद्धं इष्टं पुनर्यद् ज्ञानं सुखं च हि स्फु टं तत्सर्वं लब्धमिति तद्यथास्वभावप्रतिघाताभाव-
हेतुकं सुखं भवति स्वभावो हि केवलज्ञानदर्शनद्वयं, तयोः प्रतिघात आवरणद्वयं, तस्याभावः
केवलिनां, ततः कारणात्स्वभावप्रतिघाताभावहेतुकमक्षयानन्तसुखं भवति यतश्च परमानन्दैकलक्षण-
હવે ફરીને પણ ‘કેવળ (અર્થાત્ કેવળજ્ઞાન) સુખસ્વરૂપ છે’ એમ નિરૂપણ કરતાં
ઉપસંહાર કરે છેઃ
અર્થાન્તગત છે જ્ઞાન, લોકાલોકવિસ્તૃત દ્રષ્ટિ છે;
છે નષ્ટ સર્વ અનિષ્ટ ને જે ઇષ્ટ તે સૌ પ્રાપ્ત છે. ૬૧.
અન્વયાર્થઃ[ज्ञानं] જ્ઞાન [अर्थान्तगतं] પદાર્થોના પારને પામેલું છે [दृष्टिः]
અને દર્શન [लोकालोकेषु विस्तृता] લોકાલોકમાં વિસ્તૃત છે; [सर्वं अनिष्टं] સર્વ અનિષ્ટ
[नष्टं] નાશ પામ્યું છે [पुनः] અને [यत् तु] જે [इष्टं] ઇષ્ટ છે [तत्] તે સર્વ [लब्धं]
પ્રાપ્ત થયું છે. (તેથી કેવળ અર્થાત્ કેવળજ્ઞાન સુખસ્વરૂપ છે.)
ટીકાઃસુખનું કારણ સ્વભાવપ્રતિઘાતનો અભાવ છે. આત્માનો સ્વભાવ દર્શન-
જ્ઞાન છે; (કેવળદશામાં) તેમના (દર્શનજ્ઞાનના) પ્રતિઘાતનો અભાવ છે, કારણ કે દર્શન
લોકાલોકમાં વિસ્તૃત હોવાથી અને જ્ઞાન પદાર્થોના પારને પામેલું હોવાથી તેઓ (દર્શન -જ્ઞાન)
સ્વચ્છંદપણે (
સ્વતંત્રતાથી, અંકુશ વગર, કોઈથી દબાયા વિના) ખીલેલાં છે. (આમ
દર્શનજ્ઞાનરૂપ સ્વભાવના પ્રતિઘાતનો અભાવ છે) તેથી સ્વભાવના પ્રતિઘાતનો અભાવ જેનું
કારણ છે એવું સુખ અભેદવિવક્ષામાં કેવળનું સ્વરૂપ છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૦૭