सर्वेष्टोपलम्भाच्च । यतो हि केवलावस्थायां सुखप्रतिपत्तिविपक्षभूतस्य दुःखस्य साधनतामुप-
गतमज्ञानमखिलमेव प्रणश्यति, सुखस्य साधनीभूतं तु परिपूर्णं ज्ञानमुपजायते, ततः केवलमेव
सौख्यमित्यलं प्रपञ्चेन ।।६१।।
अथ केवलिनामेव पारमार्थिकसुखमिति श्रद्धापयति —
णो सद्दहंति सोक्खं सुहेसु परमं ति विगदघादीणं ।
सुणिदूण ते अभव्वा भव्वा वा तं पडिच्छंति ।।६२।।
न श्रद्दधति सौख्यं सुखेषु परममिति विगतघातिनाम् ।
श्रुत्वा ते अभव्या भव्या वा तत्प्रतीच्छन्ति ।।६२।।
सुखप्रतिपक्षभूतमाकुलत्वोत्पादकमनिष्टं दुःखमज्ञानं च नष्टं, यतश्च पूर्वोक्तलक्षणसुखाविनाभूतं
त्रैलोक्योदरविवरवर्तिसमस्तपदार्थयुगपत्प्रकाशकमिष्टं ज्ञानं च लब्धं, ततो ज्ञायते केवलिनां ज्ञानमेव
सुखमित्यभिप्रायः ।।६१।। अथ पारमार्थिकसुखं केवलिनामेव, संसारिणां ये मन्यन्ते तेऽभव्या इति
निरूपयति — णो सद्दहंति नैव श्रद्दधति न मन्यन्ते । किम् । सोक्खं निर्विकारपरमाह्लादैकसुखम् । कथंभूतं
न मन्यन्ते । सुहेसु परमं ति सुखेषु मध्ये तदेव परमसुखम् । केषां संबन्धि यत्सुखम् । विगदघादीणं
विगतघातिकर्मणां केवलिनाम् । किं कृत्वापि न मन्यन्ते । सुणिदूण ‘जादं सयं समत्तं’ इत्यादि-
पूर्वोक्तगाथात्रयकथितप्रकारेण श्रुत्वापि । ते अभव्वा ते अभव्याः । ते हि जीवा वर्तमानकाले
(બીજી રીતે કેવળનું સુખસ્વરૂપપણું સમજાવવામાં આવે છેઃ) વળી, કેવળ
અર્થાત્ કેવળજ્ઞાન સુખ જ છે, કારણ કે સર્વ અનિષ્ટનો નાશ થયો છે અને સર્વ ઇષ્ટની
પ્રાપ્તિ થઈ છે. કેવળ -અવસ્થામાં, સુખોપલબ્ધિના વિપક્ષભૂત જે દુઃખ તેના સાધનભૂત
અજ્ઞાન આખુંય નાશ પામે છે અને સુખના સાધનભૂત પરિપૂર્ણ જ્ઞાન ઊપજે છે, તેથી
કેવળ જ સુખ છે. વિશેષ વિસ્તારથી બસ થાઓ. ૬૧.
હવે, કેવળીઓને જ પારમાર્થિક સુખ હોય છે એમ શ્રદ્ધા કરાવે છેઃ —
સુણી ‘ઘાતિકર્મવિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે,’
શ્રદ્ધે ન તેહ અભવ્ય છે, ને ભવ્ય તે સંમત કરે. ૬૨.
અન્વયાર્થઃ — ‘[ विगतघातिनां ] જેમનાં ઘાતિકર્મો નાશ પામ્યાં છે તેમનું [ सौख्यं ]
સુખ [ सुखेषु परमं ] (સર્વ) સુખોમાં પરમ અર્થાત્ ઉત્કૃષ્ટ છે’ [ इति श्रुत्वा ] એવું વચન
સાંભળીને [ न श्रद्दधति ] જેઓ તેને શ્રદ્ધતા નથી [ ते अभव्याः ] તેઓ અભવ્ય છે; [ भव्याः
वा ] અને ભવ્યો [ तत् ] તેનો [ प्रतीच्छन्ति ] સ્વીકાર ( – આદર, શ્રદ્ધા) કરે છે.
૧૦૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-