इह खलु स्वभावप्रतिघातादाकुलत्वाच्च मोहनीयादिकर्मजालशालिनां सुखाभासे-
ऽप्यपारमार्थिकी सुखमिति रूढिः । केवलिनां तु भगवतां प्रक्षीणघातिकर्मणां स्वभाव-
प्रतिघाताभावादनाकुलत्वाच्च यथोदितस्य हेतोर्लक्षणस्य च सद्भावात्पारमार्थिकं सुखमिति
श्रद्धेयम् । न किलैवं येषां श्रद्धानमस्ति ते खलु मोक्षसुखसुधापानदूरवर्तिनो मृगतृष्णाम्भो-
भारमेवाभव्याः पश्यन्ति । ये पुनरिदमिदानीमेव वचः प्रतीच्छन्ति ते शिवश्रियो भाजनं
समासन्नभव्याः भवन्ति । ये तु पुरा प्रतीच्छन्ति ते तु दूरभव्या इति ।।६२।।
सम्यक्त्वरूपभव्यत्वव्यक्त्यभावादभव्या भण्यन्ते, न पुनः सर्वथा । भव्वा वा तं पडिच्छंति ये वर्तमानकाले
सम्यक्त्वरूपभव्यत्वव्यक्तिपरिणतास्तिष्ठन्ति ते तदनन्तसुखमिदानीं मन्यन्ते । ये च सम्यक्त्वरूप-
भव्यत्वव्यक्त्या भाविकाले परिणमिष्यन्ति ते च दूरभव्या अग्रे श्रद्धानं कुर्युरिति । अयमत्रार्थः —
मारणार्थं तलवरगृहीततस्करस्य मरणमिव यद्यपीन्द्रियसुखमिष्टं न भवति, तथापि तलवरस्थानीय-
चारित्रमोहोदयेन मोहितः सन्निरुपरागस्वात्मोत्थसुखमलभमानः सन् सरागसम्यग्दृष्टिरात्मनिन्दादिपरिणतो
हेयरूपेण तदनुभवति । ये पुनर्वीतरागसम्यग्दृष्टयः शुद्धोपयोगिनस्तेषां, मत्स्यानां स्थलगमनमिवा-
ग्निप्रवेश इव वा, निर्विकारशुद्धात्मसुखाच्च्यवनमपि दुःखं प्रतिभाति । तथा चोक्तम् —
ટીકાઃ — આ લોકમાં મોહનીયાદિકર્મજાળવાળાઓને સ્વભાવપ્રતિઘાતને લીધે અને
આકુળપણાને લીધે સુખાભાસ હોવા છતાં તે સુખાભાસને ‘સુખ’ કહેવાની અપારમાર્થિક રૂઢિ
છે, અને જેમનાં ઘાતિકર્મો ક્ષય પામ્યાં છે એવા કેવળીભગવંતોને, સ્વભાવપ્રતિઘાતના
અભાવને લીધે અને અનાકુળપણાને લીધે સુખના યથોક્ત ૧કારણનો અને ૨લક્ષણનો
સદ્ભાવ હોવાથી, પારમાર્થિક સુખ છે — એમ શ્રદ્ધવાયોગ્ય છે. જેમને આવું શ્રદ્ધાન નથી,
તેઓ — મોક્ષસુખરૂપી સુધાપાનથી દૂરવર્તી અભવ્યો — મૃગતૃષ્ણાના જળસમૂહને જ દેખે
( – અનુભવે) છે; અને જેઓ તે વચનનો હમણાં જ સ્વીકાર ( – શ્રદ્ધા) કરે છે તેઓ —
શિવશ્રીનાં ( – મોક્ષલક્ષ્મીનાં) ભાજન — આસન્નભવ્યો છે, તથા જેઓ આગળ ઉપર સ્વીકાર
કરશે તેઓ દૂરભવ્યો છે.
ભાવાર્થઃ — ‘કેવળીભગવંતોને જ પારમાર્થિક સુખ છે’ એવું વચન સાંભળીને જેઓ
કદી તેનો સ્વીકાર – આદર – શ્રદ્ધા કરતા નથી તેઓ કદી મોક્ષ પામતા નથી; જેઓ તે વચન
સાંભળીને અંતરથી તેનો સ્વીકાર – આદર – શ્રદ્ધા કરે છે તેઓ જ મોક્ષ પામે છે, — હમણાં
કરે છે તે આસન્નભવ્ય છે અને આગળ ઉપર કરશે તે દૂરભવ્ય છે. ૬૨.
૧. સુખનું કારણ સ્વભાવપ્રતિઘાતનો અભાવ છે.
૨. સુખનું લક્ષણ અનાકુળપણું છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૦૯