येषां जीवदवस्थानि हतकानीन्द्रियाणि, न नाम तेषामुपाधिप्रत्ययं दुःखम्; किंतु
स्वाभाविकमेव, विषयेषु रतेरवलोकनात् । अवलोक्यते हि तेषां स्तम्बेरमस्य करेणुकुट्टनीगात्र-
स्पर्श इव, सफ रस्य बडिशामिषस्वाद इव, इन्दिरस्य संकोचसंमुखारविन्दामोद इव, पतङ्गस्य
प्रदीपार्चीरूप इव, कुरङ्गस्य मृगयुगेयस्वर इव, दुर्निवारेन्द्रियवेदनावशीकृतानामासन्ननिपातेष्वपि
विषयेष्वभिपातः । यदि पुनर्न तेषां दुःखं स्वाभाविकमभ्युपगम्येत तदोपशान्तशीतज्वरस्य
संस्वेदनमिव, प्रहीणदाहज्वरस्यारनालपरिषेक इव, निवृत्तनेत्रसंरम्भस्य च वटाचूर्णावचूर्णनमिव,
विनष्टकर्णशूलस्य बस्तमूत्रपूरणमिव, रूढव्रणस्यालेपनदानमिव, विषयव्यापारो न दृश्येत । दृश्यते
चासौ । ततः स्वभावभूतदुःखयोगिन एव जीवदिन्द्रियाः परोक्षज्ञानिनः ।।६४।।
कस्मादिति चेत् । पञ्चेन्द्रियविषयेषु रतेरवलोकनात् । जइ तं ण सब्भावं यदि तद्दुःखं स्वभावेन नास्ति
हि स्फु टं वावारो णत्थि विसयत्थं तर्हि विषयार्थं व्यापारो नास्ति न घटते । व्याधिस्थानामौषधेष्विव
ટીકાઃ — જેમને ૧હત ઇન્દ્રિયો જીવતી ( – હયાત) છે, તેમને દુઃખ ઉપાધિના કારણે
( – બાહ્ય સંયોગોને લીધે, ઔપાધિક) નથી પણ સ્વાભાવિક જ છે, કારણ કે તેમને વિષયોમાં
રતિ જોવામાં આવે છે. તેઓ ખરેખર — જેમ હાથી હાથણીરૂપી કૂટણીના ગાત્રના સ્પર્શ તરફ,
મચ્છ (માછલાને પકડવા માટે રાખેલા લોખંડના) કાંટામાંના ૨આમિષના સ્વાદ તરફ, ભ્રમર
સંકોચસંમુખ અરવિંદની ( – બિડાઈ જવાની તૈયારીવાળા કમળની) ગંધ તરફ, પતંગ
( – પતંગિયું) દીવાની જ્યોતના રૂપ તરફ અને કુરંગ ( – હરણ) શિકારીના સંગીતના સ્વર તરફ
ધસતા જોવામાં આવે છે તેમ — દુર્નિવાર ઇન્દ્રિયવેદનાને વશીભૂત થયા થકા, જોકે વિષયોનો
નાશ અતિ નિકટ છે (અર્થાત્ વિષયો ક્ષણિક છે) તોપણ, વિષયો તરફ ધસતા જોવામાં આવે
છે. અને જો ‘તેમને દુઃખ સ્વાભાવિક છે’ એમ ન સ્વીકારવામાં આવે તો — જેમ જેને શીતજ્વર
( – ટાઢિયો તાવ) ઉપશાંત થઈ ગયો હોય તે પરસેવો વળે એવો ઉપચાર કરતો જોવામાં આવતો
નથી, જેને દાહજ્વર ઊતરી ગયો હોય તે કાંજીથી શરીર ઝારતો જોવામાં આવતો નથી, જેને
આંખનો દુખાવો નિવૃત થયો હોય તે વટાચૂર્ણ ( – શંખ વગેરેનું ચૂર્ણ) આંજતો જોવામાં આવતો
નથી, જેને કર્ણશૂળ નષ્ટ થયું હોય તે કાનમાં બકરાનું મૂત્ર નાખતો જોવામાં આવતો નથી અને
જેને વ્રણ (ઘા) રુઝાઈ ગયો હોય તે લેપ કરતો જોવામાં આવતો નથી તેમ — તેમને વિષયવ્યાપાર
ન જોવામાં આવવો જોઈએ. પરંતુ તે તો (વિષયોમાં પ્રવૃત્તિ તો) જોવામાં આવે છે. માટે (સિદ્ધ
થાય છે કે) જેમને ઇંદ્રિયો જીવતી છે એવા પરોક્ષજ્ઞાનવાળાઓને દુઃખ સ્વાભાવિક જ છે.
ભાવાર્થઃ — પરોક્ષજ્ઞાનવાળાઓને સ્વભાવથી જ દુઃખ છે, કારણ કે તેમને
વિષયોમાં રતિ વર્તે છે; કેટલીક વાર તો તેઓ, અસહ્ય તૃષ્ણારૂપી દાહને લીધે ( – તીવ્ર
૧. હત = નિંદ્ય; નિકૃષ્ટ.
૨. આમિષ = લલચાવવા માટે રાખેલી ખાવાની વસ્તુ; માંસ.
૧૧૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-