કરે છે. તેમની દૈવી ટીકાઓ શ્રુતકેવળીનાં વચનો જેવી છે. જેમ મૂળ શાસ્ત્રકારનાં શાસ્ત્રો અનુભવ-
યુક્તિ આદિ સમસ્ત સમૃદ્ધિથી સમૃદ્ધ છે તેમ ટીકાકારની ટીકાઓ પણ તે તે સર્વ સમૃદ્ધિથી
વિભૂષિત છે. શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ કળિકાળમાં જગદ્ગુરુ તીર્થંકરદેવ જેવું
કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે જાણે કે તેઓ કુંદકુંદભગવાનના હૃદયમાં પેસી ગયા
હોય તે રીતે તેમના ગંભીર આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને તેમના ગણધર જેવું કામ કર્યું છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે રચેલાં કાવ્યો પણ અધ્યાત્મરસથી અને આત્મ -અનુભવની મસ્તીથી ભરપૂર
છે. શ્રી સમયસારની ટીકામાં આવતાં કાવ્યોએ (
અધ્યાત્મરસિકોના હૃદયના તારને ઝણઝણાવી મૂકે છે. અધ્યાત્મકવિ તરીકે શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનું
સ્થાન અદ્વિતીય છે.
પ્રવચનસારમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે ૨૭૫ ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. તેના પર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે તત્ત્વદીપિકા નામની અને શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. શ્રી પાંડે હેમરાજજીએ તત્ત્વદીપિકાનો ભાવાર્થ હિંદીમાં લખ્યો છે અને તે ભાવાર્થનું નામ બાલાવબોધભાષાટીકા રાખ્યું છે. વિ. સં. ૧૯૬૯માં શ્રી પરમશ્રુતપ્રભાવકમંડળ દ્વારા પ્રકાશિત હિંદી પ્રવચનસારમાં મૂળ ગાથાઓ, બન્ને સંસ્કૃત ટીકાઓ અને શ્રી હેમરાજજીકૃત હિંદી બાલાવબોધભાષાટીકા પ્રગટ થયાં છે. હવે પ્રકાશન પામતા આ ગુજરાતી પ્રવચનસારમાં મૂળ ગાથાઓ, તેનો ગુજરાતી પદ્યાનુવાદ, સંસ્કૃત તત્ત્વદીપિકા ટીકા, અને તે ગાથા -ટીકાનો અક્ષરશઃ ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવેલ છે. જ્યાં વિશેષ સ્પષ્ટતા કરવાની જરૂર જણાઈ ત્યાં કૌંસમાં અથવા ‘ભાવાર્થ’માં અથવા ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે. તે સ્પષ્ટતા કરવામાં ઘણાં ઘણાં સ્થળોએ શ્રી જયસેનાચાર્યદેવકૃત ‘તાત્પર્યવૃત્તિ’ અતિશય ઉપયોગી થઈ છે અને કોઈક સ્થળે શ્રી હેમરાજજીકૃત બાલાવબોધભાષાટીકાનો આધાર પણ લીધો છે. શ્રી પરમશ્રુતપ્રભાવકમંડળ દ્વારા પ્રકાશિત પ્રવચનસારમાં છપાયેલી સંસ્કૃત ટીકાને હસ્તલિખિત પ્રતો સાથે મેળવતાં તેમાં ક્યાંક અલ્પ અશુદ્ધિઓ રહી ગયેલી જણાઈ તે આમાં સુધારી લેવામાં આવી છે.
આ અનુવાદ કરવાનું મહાભાગ્ય મને પ્રાપ્ત થયું તે મને અતિ હર્ષનું કારણ છે. પરમ પૂજ્ય સદ્ગુરુદેવના આશ્રય તળે આ ગહન શાસ્ત્રનો અનુવાદ થયો છે. અનુવાદ કરવાની સમસ્ત શક્તિ મને પૂજ્યપાદ સદ્ગુરુદેવ પાસેથી જ મળી છે. પરમોપકારી સદ્ગુરુદેવના પવિત્ર જીવનના પ્રત્યક્ષ પરિચય વિના અને તેમના આધ્યાત્મિક ઉપદેશ વિના આ પામરને જિનવાણી પ્રત્યે લેશ પણ ભક્તિ કે શ્રદ્ધા ક્યાંથી પ્રગટત, ભગવાન કુંદકુંદાચાર્યદેવ અને તેમનાં શાસ્ત્રોનો લેશ પણ મહિમા ક્યાંથી આવત અને તે શાસ્ત્રોના અર્થ -ઉકેલની લેશ પણ શક્તિ ક્યાંથી હોત? આ રીતે અનુવાદની સમસ્ત શક્તિનું મૂળ શ્રી સદ્ગુરુદેવ જ હોવાથી ખરેખર તો સદ્ગુરુદેવની અમૃતવાણીનો ધોધ જ