अथ पुण्यपापयोरविशेषत्वं निश्चिन्वन्नुपसंहरति —
ण हि मण्णदि जो एवं णत्थि विसेसो त्ति पुण्णपावाणं ।
हिंडदि घोरमपारं संसारं मोहसंछण्णो ।।७७।।
न हि मन्यते य एवं नास्ति विशेष इति पुण्यपापयोः ।
हिण्डति घोरमपारं संसारं मोहसंछन्नः ।।७७।।
एवमुक्तक्रमेण शुभाशुभोपयोगद्वैतमिव सुखदुःखद्वैतमिव च न खलु परमार्थतः
पुण्यपापद्वैतमवतिष्ठते, उभयत्राप्यनात्मधर्मत्वाविशेषत्वात् । यस्तु पुनरनयोः कल्याणकालायस-
पापयोर्व्याख्यानमुपसंहरति — ण हि मण्णदि जो एवं न हि मन्यते य एवम् । किम् । णत्थि विसेसो त्ति
पुण्णपावाणं पुण्यपापयोर्निश्चयेन विशेषो नास्ति । स किं करोति । हिंडदि घोरमपारं संसारं हिण्डति भ्रमति ।
कम् । संसारम् । कथंभूतम् । घोरम् अपारं चाभव्यापेक्षया । कथंभूतः । मोहसंछण्णो मोहप्रच्छादित इति ।
तथाहि – द्रव्यपुण्यपापयोर्व्यवहारेण भेदः, भावपुण्यपापयोस्तत्फलभूतसुखदुःखयोश्चाशुद्धनिश्चयेन भेदः,
હવે પુણ્ય અને પાપનું અવિશેષપણું નિશ્ચિત કરતા થકા (આ વિષયનો) ઉપસંહાર
કરે છેઃ —
નહિ માનતો — એ રીત પુણ્યે પાપમાં ન વિશેષ છે,
તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે. ૭૭.
અન્વયાર્થઃ — [एवं] એ રીતે [पुण्यपापयोः] પુણ્ય અને પાપમાં [विशेषः नास्ति]
તફાવત નથી [इति] એમ [यः] જે [न हि मन्यते] નથી માનતો, [मोहसंछन्नः] તે
મોહાચ્છાદિત વર્તતો થકો [घोरं अपारं संसारं] ઘોર અપાર સંસારમાં [हिण्डति] પરિભ્રમણ
કરે છે.
ટીકાઃ — એમ પૂર્વોક્ત રીતે, શુભાશુભ ઉપયોગના દ્વૈતની માફક અને સુખ-
દુઃખના દ્વૈતની માફક, પરમાર્થે પુણ્યપાપનું દ્વૈત ટકતું – રહેતું નથી; કારણ કે બન્નેમાં
અનાત્મધર્મપણું અવિશેષ અર્થાત્ સમાન છે. (પરમાર્થે જેમ શુભોપયોગ અને
અશુભોપયોગરૂપ દ્વૈત હયાત નથી, જેમ ૧સુખ અને દુઃખરૂપ દ્વૈત હયાત નથી, તેમ પુણ્ય
અને પાપરૂપ દ્વૈત પણ હયાત નથી; કારણ કે પુણ્ય અને પાપ બન્ને આત્માના ધર્મ
નહિ હોવાથી નિશ્ચયથી સમાન જ છે.) આમ હોવા છતાં, જે જીવ તે બેમાં — સુવર્ણની
૧. સુખ = ઇન્દ્રિયસુખ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૩૧