निगडयोरिवाहङ्कारिकं विशेषमभिमन्यमानोऽहमिन्द्रपदादिसंपदां निदानमिति निर्भरतरं धर्मानु-
रागमवलम्बते स खलूपरक्तचित्तभित्तितया तिरस्कृतशुद्धोपयोगशक्तिरासंसारं शारीरं दुःख-
मेवानुभवति ।।७७।।
अथैवमवधारितशुभाशुभोपयोगाविशेषः समस्तमपि रागद्वेषद्वैतमपहासयन्नशेषदुःख-
क्षयाय सुनिश्चितमनाः शुद्धोपयोगमधिवसति —
एवं विदिदत्थो जो दव्वेसु ण रागमेदि दोसं वा ।
उवओगविसुद्धो सो खवेदि देहुब्भवं दुक्खं ।।७८।।
शुद्धनिश्चयेन तु शुद्धात्मनो भिन्नत्वाद्भेदो नास्ति । एवं शुद्धनयेन पुण्यपापयोरभेदं योऽसौ न मन्यते
स देवेन्द्रचक्रवर्तिबलदेववासुदेवकामदेवादिपदनिमित्तं निदानबन्धेन पुण्यमिच्छन्निर्मोहशुद्धात्मतत्त्व-
विपरीतदर्शनचारित्रमोहप्रच्छादितः सुवर्णलोहनिगडद्वयसमानपुण्यपापद्वयबद्धः सन् संसाररहितशुद्धात्मनो
विपरीतं संसारं भ्रमतीत्यर्थः ।।७७।। अथैवं शुभाशुभयोः समानत्वपरिज्ञानेन निश्चितशुद्धात्मतत्त्वः सन्
અને લોખંડની બેડીની માફક — *અહંકારિક તફાવત માનતો થકો, અહમિંદ્રપદાદિ
સંપદાઓના કારણભૂત ધર્માનુરાગને અતિ નિર્ભરપણે ( – ગાઢપણે) અવલંબે છે, તે જીવ
ખરેખર, જેની ચિત્તભૂમિ ઉપરક્ત હોવાને લીધે ( – ચિત્તરૂપી ભૂમિ અથવા ભીંત
કર્મોપાધિના નિમિત્તે રંગાયેલી – મલિન – વિકૃત હોવાને લીધે) જેણે શુદ્ધોપયોગશક્તિનો
તિરસ્કાર કર્યો છે એવો વર્તતો થકો, સંસારપર્યંત ( – જ્યાંસુધી આ સંસારનું અસ્તિત્વ છે
ત્યાંસુધી અર્થાત્ સદાને માટે) શારીરિક દુઃખને જ અનુભવે છે.
ભાવાર્થઃ — જેમ સુવર્ણની બેડી અને લોખંડની બેડી બન્ને અવિશેષપણે બાંધવાનું
જ કામ કરે છે, તેમ પુણ્ય અને પાપ બન્ને અવિશેષપણે બંધન જ છે. જે જીવ પુણ્ય અને
પાપનું અવિશેષપણું કદી માનતો નથી, તેને આ ભયંકર સંસારમાં રઝળવાનો કદી અંત
આવતો નથી. ૭૭.
હવે, એ રીતે શુભ અને અશુભ ઉપયોગનું અવિશેષપણું અવધારીને, સમસ્ત
રાગદ્વેષના દ્વૈતને દૂર કરતા થકા, અશેષ દુઃખનો ક્ષય કરવાનો મનમાં દ્રઢ નિશ્ચય કરી
શુદ્ધોપયોગમાં વસે છે ( – તેને અંગીકાર કરે છે)ઃ —
વિદિતાર્થ એ રીત, રાગદ્વેષ લહે ન જે દ્રવ્યો વિષે,
શુદ્ધોપયોગી જીવ તે ક્ષય દેહગત દુઃખનો કરે. ૭૮.
* પુણ્ય અને પાપમાં તફાવત હોવાનો મત અહંકારજન્ય ( – અવિદ્યાજન્ય, અજ્ઞાનજન્ય) છે.
૧૩૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-