अथ यदि सर्वसावद्ययोगमतीत्य चरित्रमुपस्थितोऽपि शुभोपयोगानुवृत्तिवशतया
मोहादीन्नोन्मूलयामि, ततः कुतो मे शुद्धात्मलाभ इति सर्वारम्भेणोत्तिष्ठते —
चत्ता पावारंभं समुट्ठिदो वा सुहम्मि चरियम्हि ।
ण जहदि जदि मोहादी ण लहदि सो अप्पगं सुद्धं ।।७९।।
त्यक्त्वा पापारम्भं समुत्थितो वा शुभे चरित्रे ।
न जहाति यदि मोहादीन्न लभते स आत्मकं शुद्धम् ।।७९।।
यः खलु समस्तसावद्ययोगप्रत्याख्यानलक्षणं परमसामायिकं नाम चारित्रं प्रतिज्ञायापि
शुभोपयोगवृत्त्या बकाभिसारिक येवाभिसार्यमाणो न मोहवाहिनीविधेयतामवकिरति स किल
प्रथमज्ञानकण्डिका समाप्ता । अथ शुभाशुभोपयोगनिवृत्तिलक्षणशुद्धोपयोगेन मोक्षो भवतीति पूर्वसूत्रे
भणितम् । अत्र तु द्वितीयज्ञानकण्डिकाप्रारम्भे शुद्धोपयोगाभावे शुद्धात्मानं न लभते इति तमेवार्थं
હવે, સર્વ સાવદ્યયોગને છોડીને ચારિત્ર અંગીકાર કર્યું હોવા છતાં જો હું
શુભોપયોગપરિણતિને વશપણે મોહાદિકનું ૧ઉન્મૂલન ન કરું, તો મને શુદ્ધ આત્માની પ્રાપ્તિ
ક્યાંથી થાય — એમ વિચારી મોહાદિકના ઉન્મૂલન પ્રત્યે સર્વ આરંભથી ( – ઉદ્યમથી)
કટિબદ્ધ થાય છેઃ —
જીવ છોડી પાપારંભને શુભ ચરિતમાં ઉદ્યત ભલે,
જો નવ તજે મોહાદિને તો નવ લહે શુદ્ધાત્મને. ૭૯.
અન્વયાર્થઃ — [पापारम्भं] પાપારંભ [त्यक्त्वा] છોડીને [शुभे चरित्रे] શુભ ચારિત્રમાં
[समुत्थितः वा] ઉદ્યત હોવા છતાં [यदि] જો જીવ [मोहादीन्] મોહાદિકને [न जहाति] છોડતો
નથી, તો [सः] તે [शुद्धं आत्मकं] શુદ્ધ આત્માને [न लभते] પામતો નથી.
ટીકાઃ — જે (જીવ) સમસ્ત સાવદ્યયોગના પ્રત્યાખ્યાનસ્વરૂપ પરમસામાયિક
નામના ચારિત્રની પ્રતિજ્ઞા કરીને પણ ધૂર્ત ૨અભિસારિકા સમાન શુભોપયોગપરિણતિથી
૩અભિસાર ( – મિલન) પામતો થકો (અર્થાત્ શુભોપયોગપરિણતિના પ્રેમમાં ફસાતો થકો)
મોહની સેનાને વશ વર્તવાપણું ખંખેરી નાખતો નથી, તે (જીવ), જેને મહા દુઃખસંકટ
૧.ઉન્મૂલન = જડમૂળથી કાઢી નાખવું તે; નિકંદન.
૨.અભિસારિકા = સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જનારી સ્ત્રી.
૩.અભિસાર = પ્રેમીને મળવા જવું તે.
૧૩૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-