कुण्डलादयः पर्यायाः । एवमन्यत्रापि । यथा चैतेषु सुवर्णपीततादिगुणकुण्डलादिपर्यायेषु
गुणपर्यायाणां द्रव्यादपृथग्भावाद्द्रव्यमेवात्मा ।।८७।।
વળી જેમ આ સુવર્ણ, પીળાશ વગેરે ગુણો અને કુંડળ વગેરે પર્યાયોમાં ( – આ ત્રણમાં), પીળાશ વગેરે ગુણોનું અને કુંડળ વગેરે પર્યાયોનું સુવર્ણથી અપૃથક્પણું હોવાથી તેમનો ( – પીળાશ વગેરે ગુણોનો અને કુંડળ વગેરે પર્યાયોનો) સુવર્ણ જ આત્મા છે, તેમ તે દ્રવ્ય -ગુણ -પર્યાયોમાં ગુણ -પર્યાયોનું દ્રવ્યથી અપૃથક્પણું હોવાથી તેમનો દ્રવ્ય જ આત્મા છે (અર્થાત્ દ્રવ્ય જ ગુણો અને પર્યાયોનો આત્મા – સ્વરૂપ – સર્વસ્વ – સત્ત્વ છે).
ભાવાર્થઃ — ૮૬મી ગાથામાં કહ્યું હતું કે જિનશાસ્ત્રોનો સમ્યક્ અભ્યાસ મોહક્ષયનો ઉપાય છે. અહીં તે જિનશાસ્ત્રોમાં પદાર્થોની શી રીતે વ્યવસ્થા કહી છે તે સંક્ષેપમાં દર્શાવ્યું છે. જિનેન્દ્રદેવે કહ્યું છે કે — અર્થો (પદાર્થો) એટલે દ્રવ્યો, ગુણો અને પર્યાયો. એ સિવાય વિશ્વમાં બીજું કાંઈ નથી. વળી એ ત્રણમાં, ગુણો અને પર્યાયોનો આત્મા ( – તેમનું સર્વસ્વ) દ્રવ્ય જ છે. આમ હોવાથી કોઈ દ્રવ્યના ગુણો અને પર્યાયો અન્ય દ્રવ્યના ગુણો અને પર્યાયોરૂપે અંશે પણ થતા નથી, સર્વ દ્રવ્યો પોતપોતાના ગુણ -પર્યાયોમાં રહે છે. — આવી પદાર્થોની સ્થિતિ મોહક્ષયના નિમિત્તભૂત પવિત્ર જિનશાસ્ત્રોમાં કહી છે. ૮૭. ૧. જેમ સુવર્ણ પીળાશ વગેરેને અને કુંડળ વગેરેને પામે છે અથવા પીળાશ વગેરે અને કુંડળ વગેરે
સુવર્ણ વડે પમાય છે (અર્થાત્ આધારભૂત સુવર્ણ પીળાશ વગેરેને પામે છે) તેથી પીળાશ વગેરે
વડે ક્રમપરિણામથી પમાય છે (અર્થાત્ સુવર્ણ કુંડળ વગેરેને ક્રમપરિણામથી પામે છે) તેથી કુંડળ