Pravachansar (Gujarati). Gatha: 97.

< Previous Page   Next Page >


Page 179 of 513
PDF/HTML Page 210 of 544

 

background image
कालेन वा भावेन वोत्पादव्ययध्रौव्येभ्यः पृथगनुपलभ्यमानस्य कर्तृकरणाधिकरणरूपेण
द्रव्यस्वरूपमुपादाय प्रवर्तमानप्रवृत्तियुक्तैरुत्पादव्ययध्रौव्यैर्निष्पादितनिष्पत्तियुक्तस्य द्रव्यस्य मूल-
साधनतया तैर्निष्पादितं यदस्तित्वं स स्वभावः
।।९६।।
इदं तु सादृश्यास्तित्वाभिधानमस्तीति कथयति
इह विविहलक्खणाणं लक्खणमेगं सदित्ति सव्वगयं
उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं ।।९७।।
पर्यायव्ययतदुभयाधारभूतमुक्तात्मद्रव्यत्वलक्षणध्रौव्याणां स्वभाव इति एवं यथा मुक्तात्मद्रव्यस्य
स्वकीयगुणपर्यायोत्पादव्ययध्रौव्यैः सह स्वरूपास्तित्वाभिधानमवान्तरास्तित्वमभिन्नं व्यवस्थापितं तथैव
જોવામાં આવતું નથી, *કર્તા -કરણ -અધિકરણરૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતાં
ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યો વડે જેની નિષ્પત્તિ થાય છે,એવા દ્રવ્યનું, મૂળસાધનપણે તેમનાથી
નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે, તે સ્વભાવ છે. (ઉત્પાદોથી, વ્યયોથી અને ધ્રૌવ્યોથી ભિન્ન
નહિ જોવામાં આવતા દ્રવ્યનું અસ્તિત્વ તે ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોનું જ અસ્તિત્વ છે;
કારણ કે દ્રવ્યના સ્વરૂપને ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યો જ ધારણ કરતાં હોવાથી ઉત્પાદો,
વ્યયો અને ધ્રૌવ્યોના અસ્તિત્વથી જ દ્રવ્યની નિષ્પત્તિ થાય છે, ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યો
ન હોય તો દ્રવ્ય પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે.)
ભાવાર્થઃઅસ્તિત્વને અને દ્રવ્યને પ્રદેશભેદ નથી; વળી તે અસ્તિત્વ અનાદિ-
અનંત છે તથા અહેતુક એકરૂપ પરિણતિએ સદાય પરિણમતું હોવાને લીધે વિભાવધર્મથી
પણ ભિન્ન પ્રકારનું છે; આમ હોવાથી અસ્તિત્વ દ્રવ્યનો સ્વભાવ જ છે.
ગુણ -પર્યાયોનું અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન નથી, એક જ છે; કારણ કે ગુણ -પર્યાયો
દ્રવ્યથી જ નિષ્પન્ન થાય છે, અને દ્રવ્ય ગુણ -પર્યાયોથી જ નિષ્પન્ન થાય છે. વળી એવી
જ રીતે ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યોનું અને દ્રવ્યનું અસ્તિત્વ પણ એક જ છે; કારણ કે ઉત્પાદ -વ્યય-
ધ્રૌવ્યો દ્રવ્યથી જ નીપજે છે, અને દ્રવ્ય ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યોથી જ નીપજે છે.
આ પ્રમાણે સ્વરૂપ -અસ્તિત્વનું નિરૂપણ થયું. ૯૬.
હવે આ (નીચે પ્રમાણે) સાદ્રશ્ય -અસ્તિત્વનું કથન છેઃ
વિધવિધલક્ષણીનું સરવ -ગત ‘સત્ત્વ’લક્ષણ એક છે,
એ ધર્મને ઉપદેશતા જિનવરવૃષભ નિર્દિષ્ટ છે. ૯૭.
*ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યો જ દ્રવ્યનાં કર્તા, કરણ અને અધિકરણ છે; તેથી ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યો જ દ્રવ્યના
સ્વરૂપને ધારણ કરે છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૭૯