इह विविधलक्षणानां लक्षणमेकं सदिति सर्वगतम् ।
उपदिशता खलु धर्मं जिनवरवृषभेण प्रज्ञप्तम् ।।९७।।
इह किल प्रपञ्चितवैचित्र्येण द्रव्यान्तरेभ्यो व्यावृत्य वृत्तेन प्रतिद्रव्यं सीमानमासूत्रयता
विशेषलक्षणभूतेन च स्वरूपास्तित्वेन लक्ष्यमाणानामपि सर्वद्रव्याणामस्तमितवैचित्र्यप्रपञ्चं प्रवृत्य
वृत्तं प्रतिद्रव्यमासूत्रितं सीमानं भिन्दत्सदिति सर्वगतं सामान्यलक्षणभूतं सादृश्यास्तित्वमेकं
खल्ववबोधव्यम् । एवं सदित्यभिधानं सदिति परिच्छेदनं च सर्वार्थपरामर्शि स्यात् । यदि
पुनरिदमेवं न स्यात्तदा किंचित्सदिति किंचिदसदिति किंचित्सच्चासच्चेति किंचिदवाच्यमिति च
स्यात् । तत्तु विप्रतिषिद्धमेव । प्रसाध्यं चैतदनोकहवत् । यथा हि बहूनां बहुविधानामनो-
समस्तशेषद्रव्याणामपि व्यवस्थापनीयमित्यर्थः ।।९६।। अथ सादृश्यास्तित्वशब्दाभिधेयां महासत्तां
प्रज्ञापयति — इह विविहलक्खणाणं इह लोके प्रत्येकसत्ताभिधानेन स्वरूपास्तित्वेन विविधलक्षणानां
भिन्नलक्षणानां चेतनाचेतनमूर्तामूर्तपदार्थानां लक्खणमेगं तु एकमखण्डलक्षणं भवति । किं कर्तृ । सदित्ति
सर्वं सदिति महासत्तारूपम् । किंविशिष्टम् । सव्वगयं संकरव्यतिकरपरिहाररूपस्वजात्यविरोधेन
અન્વયાર્થઃ — [धर्मं] ધર્મને [खलु] ખરેખર [उपदिशता] ઉપદેશતા [जिनवरवृषभेण]
૧જિનવરવૃષભે [इह] આ વિશ્વમાં [विविधलक्षणानां] વિવિધ લક્ષણવાળાં (ભિન્ન ભિન્ન
સ્વરૂપ -અસ્તિત્વવાળાં સર્વ) દ્રવ્યોનું, [सत् इति] ‘સત્’ એવું [सर्वगतं] ૨સર્વગત [लक्षणं]
લક્ષણ (સાદ્રશ્ય -અસ્તિત્વ) [एकं] એક [प्रज्ञप्तम्] કહ્યું છે.
ટીકાઃ — આ વિશ્વમાં, વિચિત્રતાને વિસ્તારતા (વિવિધપણું – અનેકપણું દર્શાવતા),
અન્ય દ્રવ્યોથી ૩વ્યાવૃત્ત રહીને વર્તતા અને પ્રત્યેક દ્રવ્યની સીમા બાંધતા એવા
વિશેષલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વ વડે (સર્વ દ્રવ્યો) લક્ષિત થતાં હોવા છતાં, સર્વ દ્રવ્યોનું,
વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું, સર્વ દ્રવ્યોમાં પ્રવર્તીને વર્તતું અને પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી
સીમાને અવગણતું, ‘સત્’ એવું જે સર્વગત સામાન્યલક્ષણભૂત સાદ્રશ્ય -અસ્તિત્વ તે ખરેખર
એક જ જાણવું. એ રીતે ‘સત્’ એવું કથન અને ‘સત્’ એવું જ્ઞાન સર્વ પદાર્થોનો ૪પરામર્શ
કરનારું છે. જો તે એમ ન હોય (અર્થાત્ જો તે સર્વપદાર્થપરામર્શી ન હોય) તો કોઈક
પદાર્થ સત્ (હયાતીવાળો) હોવો જોઈએ, કોઈક અસત્ (હયાતી વિનાનો) હોવો જોઈએ,
કોઈક સત્ તથા અસત્ હોવો જોઈએ, અને કોઈક અવાચ્ય હોવો જોઈએ; પરંતુ તે તો
વિરુદ્ધ જ છે. અને આ (‘સત્’ એવું કથન અને જ્ઞાન સર્વપદાર્થપરામર્શી હોવાની વાત)
તો સિદ્ધ થઈ શકે છે, વૃક્ષની જેમ.
૧. જિનવરવૃષભ = જિનવરોમાં શ્રેષ્ઠ; તીર્થંકર. ૨.સર્વગત = સર્વમાં વ્યાપનારું
૩. વ્યાવૃત્ત = જુદું; છૂટું; ભિન્ન. ૪. પરામર્શ = સ્પર્શ; ખ્યાલ; વિચાર; લક્ષ; સ્મરણ.
૧૮૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-