Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 181 of 513
PDF/HTML Page 212 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૮૧
कहानामात्मीयात्मीयस्य विशेषलक्षणभूतस्य स्वरूपास्तित्वस्यावष्टम्भेनोत्तिष्ठन्नानात्वं, सामान्य-
लक्षणभूतेन सादृश्योद्भासिनानोकहत्वेनोत्थापितमेकत्वं तिरियति, तथा बहूनां बहुविधानां
द्रव्याणामात्मीयात्मीयस्य विशेषलक्षणभूतस्य स्वरूपास्तित्वस्यावष्टम्भेनोत्तिष्ठन्नानात्वं, सामान्य-
लक्षणभूतेन सादृश्योद्भासिना सदित्यस्य भावेनोत्थापितमेकत्वं तिरियति
यथा च तेषामनो-
कहानां सामान्यलक्षणभूतेन सादृश्योद्भासिनानोकहत्वेनोत्थापितेनैकत्वेन तिरोहितमपि
विशेषलक्षणभूतस्य स्वरूपास्तित्वस्यावष्टम्भेनोत्तिष्ठन्नानात्वमुच्चकास्ति, तथा सर्वद्रव्याणामपि
सामान्यलक्षणभूतेन सादृश्योद्भासिना सदित्यस्य भावेनोत्थापितेनैकत्वेन तिरोहितमपि विशेष-
लक्षणभूतस्य स्वरूपास्तित्वस्यावष्टम्भेनोत्तिष्ठन्नानात्वमुच्चकास्ति
।।९७।।
शुद्धसंग्रहनयेन सर्वगतं सर्वपदार्थव्यापकम् इदं केनोक्त म् उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं
धर्मं वस्तुस्वभावसंग्रहमुपदिशता खलु स्फु टं जिनवरवृषभेण प्रज्ञप्तमिति तद्यथायथा सर्वे मुक्तात्मनः
सन्तीत्युक्ते सति परमानन्दैकलक्षणसुखामृतरसास्वादभरितावस्थलोकाकाशप्रमितशुद्धासंख्येयात्मप्रदेशै-

જેમ ઘણાં બહુવિધ વૃક્ષોને પોતપોતાના વિશેષલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું જે અનેકત્વ તેને, સામાન્યલક્ષણભૂત સાદ્રશ્યદર્શક વૃક્ષપણા વડે ઊભું થતું એકત્વ તિરોહિત કરે છે, તેમ ઘણાં બહુવિધ દ્રવ્યોને પોતપોતાના વિશેષલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું જે અનેકત્વ તેને, સામાન્યલક્ષણભૂત સાદ્રશ્યદર્શક ‘સત’્પણા વડે (‘સત્’ એવા ભાવ વડે, હોવાપણા વડે, ‘છે’પણા વડે) ઊભું થતું એકત્વ તિરોહિત કરે છે. વળી જેમ તે વૃક્ષોની બાબતમાં, સામાન્યલક્ષણભૂત સાદ્રશ્યદર્શક વૃક્ષપણાથી ઊભા થતા એકત્વ વડે તિરોહિત થતું હોવા છતાં (પોતપોતાના) વિશેષલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું અનેકત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન રહે છે (આબાદ રહે છે, નષ્ટ થતું નથી), તેમ સર્વ દ્રવ્યોની બાબતમાં પણ, સામાન્યલક્ષણભૂત સાદ્રશ્યદર્શક ‘સત્’પણાથી ઊભા થતા એકત્વ વડે તિરોહિત થતું હોવા છતાં (પોતપોતાના) વિશેષલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું અનેકત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન રહે છે. [ઘણાં (અર્થાત્ સંખ્યાથી અનેક) અને બહુવિધ (અર્થાત્ આમ્રવૃક્ષ, અશોકવૃક્ષ ઇત્યાદિ અનેક પ્રકારનાં) વૃક્ષોનું પોતપોતાનું સ્વરૂપ -અસ્તિત્વ ભિન્ન ભિન્ન હોવાથી સ્વરૂપ- અસ્તિત્વની અપેક્ષાએ તેમનામાં અનેકપણું છે, પરંતુ વૃક્ષપણું કે જે સર્વ વૃક્ષોનું સામાન્ય લક્ષણ છે અને જે સર્વ વૃક્ષોમાં સાદ્રશ્ય (સમાનપણું) બતાવે છે તેની અપેક્ષાએ સર્વ વૃક્ષોમાં એકપણું છે; આ એકપણાને મુખ્ય કરીએ ત્યારે અનેકપણું ગૌણ થાય છે; તેવી રીતે ઘણાં (અર્થાત્ અનંત) અને બહુવિધ (અર્થાત્ છ પ્રકારનાં) દ્રવ્યોનું પોતપોતાનું સ્વરૂપ -અસ્તિત્વ ૧. સાદ્રશ્ય = સમાનપણું; સરખાપણું. ૨. તિરોહિત = તિરોભૂત; આચ્છાદિત; અદ્રશ્ય.