अथ द्रव्यैर्द्रव्यान्तरस्यारम्भं द्रव्यादर्थान्तरत्वं च सत्तायाः प्रतिहन्ति —
दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्खादा ।
सिद्धं तध आगमदो णेच्छदि जो सो हि परसमओ ।।९८।।
द्रव्यं स्वभावसिद्धं सदिति जिनास्तत्त्वतः समाख्यातवन्तः ।
सिद्धं तथा आगमतो नेच्छति यः स हि परसमयः ।।९८।।
ભિન્ન ભિન્ન હોવાથી સ્વરૂપ -અસ્તિત્વની અપેક્ષાએ તેમનામાં અનેકપણું છે, પરંતુ સત્પણું
( – હોવાપણું, ‘છે’ એવો ભાવ) કે જે સર્વ દ્રવ્યોનું સામાન્ય લક્ષણ છે અને જે સર્વ દ્રવ્યોમાં
સાદ્રશ્ય બતાવે છે તેની અપેક્ષાએ સર્વ દ્રવ્યોમાં એકપણું છે; આ એકપણાને મુખ્ય કરીએ
ત્યારે અનેકપણું ગૌણ થાય છે. વળી આ પ્રમાણે જ્યારે સામાન્ય સત્પણાને મુખ્યપણે
લક્ષમાં લેતાં સર્વ દ્રવ્યોના એકત્વની મુખ્યતા થવાથી અનેકત્વ ગૌણ થાય છે, ત્યારે પણ
તે (સમસ્ત દ્રવ્યોનું સ્વરૂપ -અસ્તિત્વસંબંધી) અનેકત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન જ રહે છે.]
(આ પ્રમાણે સાદ્રશ્ય -અસ્તિત્વનું નિરૂપણ થયું.) ૯૭.
હવે દ્રવ્યોથી દ્રવ્યાંતરની ઉત્પત્તિ હોવાનું અને દ્રવ્યથી સત્તાનું *અર્થાંતરપણું હોવાનું
ખંડન કરે છે (અર્થાત્ કોઈ દ્રવ્યથી અન્ય દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી અને દ્રવ્યથી અસ્તિત્વ
કોઈ જુદો પદાર્થ નથી એમ નક્કી કરે છે)ઃ —
દ્રવ્યો સ્વભાવે સિદ્ધ ને ‘સત્’ — તત્ત્વતઃ શ્રી જિનો કહે;
એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પરસમય છે. ૯૮.
અન્વયાર્થઃ — [द्रव्यं] દ્રવ્ય [स्वभावसिद्धं] સ્વભાવથી સિદ્ધ અને [सत् इति]
(સ્વભાવથી જ) ‘સત્’ છે એમ [जिनाः] જિનોએ [तत्त्वतः] તત્ત્વતઃ [समाख्यातवन्तः] કહ્યું
છે; [तथा] એ પ્રમાણે [आगमतः] આગમ દ્વારા [सिद्धं] સિદ્ધ છે; [यः] જે [न इच्छति] ન
માને [सः] તે [हि] ખરેખર [परसमयः] પરસમય છે.
स्तथा किंचिदूनचरमशरीराकारादिपर्यायैश्च संकरव्यतिकरपरिहाररूपजातिभेदेन भिन्नानामपि सर्वेषां
सिद्धजीवानां ग्रहणं भवति, तथा ‘सर्वं सत्’ इत्युक्ते संग्रहनयेन सर्वपदार्थानां ग्रहणं भवति । अथवा
सेनेयं वनमिदमित्युक्ते अश्वहस्त्यादिपदार्थानां निम्बाम्रादिवृक्षाणां स्वकीयस्वकीयजातिभेदभिन्नानां
युगपद्ग्रहणं भवति, तथा सर्वं सदित्युक्ते सति सादृश्यसत्ताभिधानेन महासत्तारूपेण शुद्धसंग्रह-
नयेन सर्वपदार्थानां स्वजात्यविरोधेन ग्रहणं भवतीत्यर्थः ।।९७।। अथ यथा द्रव्यं स्वभावसिद्धं तथा
*અર્થાંતર = અન્ય પદાર્થ; જુદો પદાર્થ.
૧૮૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-