न खलु द्रव्यैर्द्रव्यान्तराणामारम्भः, सर्वद्रव्याणां स्वभावसिद्धत्वात् । स्वभावसिद्धत्वं तु तेषामनादिनिधनत्वात् । अनादिनिधनं हि न साधनान्तरमपेक्षते । गुणपर्यायात्मानमात्मनः स्वभावमेव मूलसाधनमुपादाय स्वयमेव सिद्धसिद्धिमद्भूतं वर्तते । यत्तु द्रव्यैरारभ्यते न तद्द्रव्यान्तरं, कादाचित्कत्वात् स पर्यायः, द्वयणुकादिवन्मनुष्यादिवच्च । द्रव्यं पुनरनवधि त्रिसमयावस्थायि न तथा स्यात् । अथैवं यथा सिद्धं स्वभावत एव द्रव्यं, तथा सदित्यपि तत्स्वभावत एव सिद्धमित्यवधार्यताम्, सत्तात्मनात्मनः स्वभावेन निष्पन्ननिष्पत्तिमद्भाव- युक्तत्वात् । न च द्रव्यादर्थान्तरभूता सत्तोपपत्तिमभिप्रपद्यते यतस्तत्समवायात्तत्सदिति स्यात् । तत्सदपि स्वभावत एवेत्याख्याति — दव्वं सहावसिद्धं द्रव्यं परमात्मद्रव्यं स्वभावसिद्धं भवति । कस्मात् । अनाद्यनन्तेन परहेतुनिरपेक्षेण स्वतः सिद्धेन केवलज्ञानादिगुणाधारभूतेन सदानन्दैकरूपसुखसुधारसपरम- समरसीभावपरिणतसर्वशुद्धात्मप्रदेशभरितावस्थेन शुद्धोपादानभूतेन स्वकीयस्वभावेन निष्पन्नत्वात् । यच्च स्वभावसिद्धं न भवति तद्द्रव्यमपि न भवति । द्वयणुकादिपुद्गलस्कन्धपर्यायवत् मनुष्यादिजीवपर्यायवच्च । सदिति यथा स्वभावतः सिद्धं तद्द्रव्यं तथा सदिति सत्तालक्षणमपि स्वभावत
ટીકાઃ — ખરેખર દ્રવ્યોથી દ્રવ્યાંતરોની ઉત્પત્તિ થતી નથી, કારણ કે સર્વ દ્રવ્યો સ્વભાવસિદ્ધ છે. (તેમનું) સ્વભાવસિદ્ધપણું તો તેમના અનાદિનિધનપણાને લીધે છે; કારણ કે ૧અનાદિનિધન સાધનાંતરની અપેક્ષા રાખતું નથી, ગુણપર્યાયાત્મક એવા પોતાના સ્વભાવને જ — કે જે મૂળ સાધન છે તેને — ધારણ કરીને સ્વયમેવ સિદ્ધ થયેલું વર્તે છે.
જે દ્રવ્યોથી ઉત્પન્ન થાય છે તે તો દ્રવ્યાંતર નથી, ૨કાદાચિત્કપણાને લીધે પર્યાય છે; જેમ કે દ્વિ -અણુક વગેરે તથા મનુષ્ય વગેરે. દ્રવ્ય તો અનવધિ (મર્યાદા વિનાનું), ત્રિસમય -અવસ્થાયી (ત્રણે કાળ રહેનારું) હોવાથી ઉત્પન્ન ન થાય.
હવે એ રીતે જેમ દ્રવ્ય સ્વભાવથી જ સિદ્ધ છે, તેમ ‘(તે) સત્ છે’ એવું પણ તેના સ્વભાવથી જ સિદ્ધ છે એમ નિર્ણય હો, કારણ કે સત્તાત્મક એવા પોતાના સ્વભાવથી નિષ્પન્ન થયેલા ભાવવાળું છે ( – દ્રવ્યનો ‘સત્ છે’ એવો ભાવ દ્રવ્યના સત્તાસ્વરૂપ સ્વભાવનો જ બનેલો – રચાયેલો છે).
દ્રવ્યથી અર્થાંતરભૂત સત્તા ઉપપન્ન નથી ( – બની શકતી નથી, ઘટતી નથી, યોગ્ય નથી) કે જેના સમવાયથી તે (-દ્રવ્ય) ‘સત્’ હોય. (આ વાત સ્પષ્ટ સમજાવવામાં આવે છેઃ) ૧. અનાદિનિધન = આદિ અને અંત રહિત. (જે અનાદિ -અનંત હોય તેની સિદ્ધિ માટે અન્ય સાધનની
જરૂર નથી.) ૨. કાદાચિત્ક = કદાચિત્ – કોઈ વાર હોય એવું; અનિત્ય.