પ્રથમ તો ૧સત્થી ૨સત્તાનું ૩યુતસિદ્ધપણા વડે અર્થાંતરપણું નથી, કારણ કે દંડ અને દંડીની માફક તેમની બાબતમાં યુતસિદ્ધપણું જોવામાં આવતું નથી. (બીજું,) અયુતસિદ્ધપણા વડે પણ તે ( – અર્થાંતરપણું) બનતું નથી. ‘આમાં આ છે (અર્થાત્ દ્રવ્યમાં સત્તા છે)’ એવી પ્રતીતિ થતી હોવાથી તે બની શકે છે એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે) ‘આમાં આ છે’ એવી પ્રતીતિ શાના આશ્રયે ( – શા કારણે) થાય છે? ભેદના આશ્રયે થાય છે (અર્થાત્ દ્રવ્ય અને સત્તામાં ભેદ હોવાના કારણે થાય છે) એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે), કયો ભેદ? પ્રાદેશિક કે અતાદ્ભાવિક? ૪પ્રાદેશિક તો નથી, કારણ કે યુતસિદ્ધપણું પૂર્વે જ રદ કર્યું છે. ૫અતાદ્ભાવિક કહેવામાં આવે તો તે ઉપપન્ન જ (-ઉચિત જ) છે, કારણ કે ‘જે દ્રવ્ય છે તે ગુણ નથી’ એવું (શાસ્ત્રનું) વચન છે. પરંતુ (અહીં પણ એ ધ્યાનમાં રાખવું કે) આ અતાદ્ભાવિક ભેદ ‘એકાંતે આમાં આ છે’ એવી પ્રતીતિનો આશ્રય ૧. સત્ = હોતું — હયાત — હયાતીવાળું અર્થાત્ દ્રવ્ય. ૨. સત્તા = હોવાપણું; હયાતી. ૩. યુતસિદ્ધ = જોડાઈને સિદ્ધ થયેલું; સમવાયથી — સંયોગથી સિદ્ધ થયેલું. [જેમ લાકડી અને માણસ
છતાં સત્તા સાથે જોડાઈને દ્રવ્ય ‘સત્તાવાળું’ (-સત્) થયું છે એમ નથી. લાકડી અને માણસની
માફક ‘સત્તા’ અને ‘સત્’ની બાબતમાં યુતસિદ્ધપણું નથી.]
૪. દ્રવ્ય અને સત્તામાં પ્રદેશભેદ નથી, કારણ કે પ્રદેશભેદ હોય તો યુતસિદ્ધપણું આવે — જે પ્રથમ
જ રદ કરી બતાવ્યું છે. ૫. દ્રવ્ય તે ગુણ નથી અને ગુણ તે દ્રવ્ય નથી — આવા દ્રવ્ય -ગુણના ભેદને (ગુણ -ગુણીભેદને)
આવે તો તે યોગ્ય જ છે.