Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 185 of 513
PDF/HTML Page 216 of 544

 

background image
स्वयमेवोन्मग्ननिमग्नत्वात तथाहियदैव पर्यायेणार्प्यते द्रव्यं तदैव गुणवदिदं द्रव्यमय-
मस्य गुणः, शुभ्रमिदमुत्तरीयमयमस्य शुभ्रो गुण इत्यादिवदताद्भाविको भेद उन्मज्जति यदा
तु द्रव्येणार्प्यते द्रव्यं तदास्तमितसमस्तगुणवासनोन्मेषस्य तथाविधं द्रव्यमेव शुभ्रमुत्तरीय-
मित्यादिवत्प्रपश्यतः समूल एवाताद्भाविको भेदो निमज्जति
एवं हि भेदे निमज्जति तत्प्रत्यया
प्रतीतिर्निमज्जति तस्यां निमज्जत्यामयुतसिद्धत्वोत्थमर्थान्तरत्वं निमज्जति ततः समस्तमपि
द्रव्यमेवैकं भूत्वावतिष्ठते यदा तु भेद उन्मज्जति, तस्मिन्नुन्मज्जति तत्प्रत्यया प्रतीति-
रुन्मज्जति, तस्यामुन्मज्जत्यामयुतसिद्धत्वोत्थमर्थान्तरत्वमुन्मज्जति, तदापि तत्पर्यायत्वेनोन्मज्जज्जल-
राशेर्जलकल्लोल इव द्रव्यान्न व्यतिरिक्तं स्यात
एवं सति स्वयमेव सद्द्रव्यं भवति यस्त्वेवं
(-કારણ) નથી, કારણ કે તે (અતાદ્ભાવિક ભેદ) સ્વયમેવ (પોતે જ) ઉન્મગ્ન અને
નિમગ્ન થાય છે. તે આ પ્રમાણેઃ જ્યારે દ્રવ્યને પર્યાય પ્રાપ્ત કરાવવામાં આવે (અર્થાત
જ્યારે દ્રવ્યને પર્યાય પ્રાપ્ત કરે છેપહોંચે છે એમ પર્યાયાર્થિક નયથી જોવામાં આવે),
ત્યારે જ‘શુક્લ આ વસ્ત્ર છે, આ આનો શુક્લત્વગુણ છે’ ઇત્યાદિની માફક‘ગુણવાળું
આ દ્રવ્ય છે, આ આનો ગુણ છે’ એમ અતાદ્ભાવિક ભેદ ઉન્મગ્ન થાય છે. પરંતુ જ્યારે
દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરાવવામાં આવે (અર્થાત
્ દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરે છેપહોંચે છે એમ
દ્રવ્યાર્થિક નયથી જોવામાં આવે), ત્યારે સમસ્ત ગુણવાસનાના ઉન્મેષ જેને અસ્ત થઈ ગયા
છે એવા તે જીવને‘શુક્લ વસ્ત્ર જ છે’ ઇત્યાદિની માફક‘આવું દ્રવ્ય જ છે’ એમ જોતાં
સમૂળો જ અતાદ્ભાવિક ભેદ નિમગ્ન થાય છે. એ રીતે ભેદ નિમગ્ન થતાં તેના આશ્રયે
(-કારણે) થતી પ્રતીતિ નિમગ્ન થાય છે. તે (પ્રતીતિ) નિમગ્ન થતાં અયુતસિદ્ધત્વજનિત
અર્થાંતરપણું નિમગ્ન થાય છે. તેથી બધુંય (આખુંય), એક દ્રવ્ય જ થઈને રહે છે. અને
જ્યારે ભેદ ઉન્મગ્ન થાય છે, તે ઉન્મગ્ન થતાં તેના આશ્રયે (-કારણે) થતી પ્રતીતિ ઉન્મગ્ન
થાય છે, તે (પ્રતીતિ) ઉન્મગ્ન થતાં અયુતસિદ્ધત્વજનિત અર્થાંતરપણું ઉન્મગ્ન થાય છે, ત્યારે
પણ (તે) દ્રવ્યના પર્યાયપણે ઉન્મગ્ન થતું હોવાથી,
જેમ જળરાશિથી જળકલ્લોલ
વ્યતિરિક્ત નથી (અર્થાત્ સમુદ્રથી તરંગ જુદું નથી) તેમદ્રવ્યથી વ્યતિરિક્ત હોતું નથી.
मिथ्यादृष्टिर्भवति एवं यथा परमात्मद्रव्यं स्वभावतः सिद्धमवबोद्धव्यं तथा सर्वद्रव्याणीति अत्र द्रव्यं
केनापि पुरुषेण न क्रियते सत्तागुणोऽपि द्रव्याद्भिन्नो नास्तीत्यभिप्रायः ।।९८।। अथोत्पादव्ययध्रौव्यत्वे
૧. ઉન્મગ્ન થવું = ઉપર આવવું; તરી આવવું; પ્રગટ થવું. (મુખ્ય થવું.)
૨. નિમગ્ન થવું = ડૂબી જવું. (ગૌણ થવું.)
૩. ગુણવાસનાના ઉન્મેષ = દ્રવ્યમાં અનેક ગુણો હોવાના વલણનું (અભિપ્રાયનું) પ્રાકટ્ય; ગુણભેદ
હોવારૂપ મનોવલણના (અભિપ્રાયના) ફણગા.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૮૫
પ્ર. ૨૪