Pravachansar (Gujarati). Gatha: 109.

< Previous Page   Next Page >


Page 212 of 513
PDF/HTML Page 243 of 544

 

૨૧પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
गुणस्याभावे द्रव्यस्याभाव इत्युभयशून्यत्वं स्यात् यथा पटाभावमात्र एव घटो घटाभावमात्र
एव पट इत्युभयोरपोहरूपत्वं, तथा द्रव्याभावमात्र एव गुणो गुणाभावमात्र एव द्रव्य-
मित्यत्राप्यपोहरूपत्वं स्यात्
ततो द्रव्यगुणयोरेकत्वमशून्यत्वमनपोहत्वं चेच्छता यथोदित
एवातद्भावोऽभ्युपगन्तव्यः ।।१०८।।
अथ सत्ताद्रव्ययोर्गुणगुणिभावं साधयति
जो खलु दव्वसहावो परिणामो सो गुणो सदविसिट्ठो
सदवट्ठिदं सहावे दव्वं ति जिणोवदेसोयं ।।१०९।।

जीवप्रदेशेभ्यः पुद्गलद्रव्यं भिन्नं सद्द्रव्यान्तरं भवति तथा सत्तागुणप्रदेशेभ्यो मुक्तजीवद्रव्यं सत्तागुणाद्भिन्नं सत्पृथग्द्रव्यान्तरं प्राप्नोति एवं किं सिद्धम् सत्तागुणरूपं पृथग्द्रव्यं मुक्तात्मद्रव्यं च पृथगिति द्रव्यद्वयं जातं, न च तथा द्वितीयं च दूषणं प्राप्नोतियथा सुवर्णत्वगुणप्रदेशेभ्यो ઉભયશૂન્યતા થાય (અર્થાત્ દ્રવ્ય તેમ જ ગુણ બન્નેના અભાવનો પ્રસંગ આવે).

(અથવા અપોહરૂપતા નામનો ત્રીજો દોષ આ પ્રમાણે આવેઃ) (૩) જેમ પટ -અભાવમાત્ર જ ઘટ છે, ઘટ -અભાવમાત્ર જ પટ છે (અર્થાત્ વસ્ત્રના કેવળ અભાવ જેટલો જ ઘડો છે અને ઘડાના કેવળ અભાવ જેટલું જ વસ્ત્ર છે)એ રીતે બન્નેને અપોહરૂપતા છે, તેમ દ્રવ્ય -અભાવમાત્ર જ ગુણ થાય, ગુણ -અભાવમાત્ર જ દ્રવ્ય થાયએ રીતે આમાં પણ (દ્રવ્ય -ગુણમાં પણ) *અપોહરૂપતા થાય (અર્થાત્ કેવળ નકારરૂપતાનો પ્રસંગ આવે).

માટે દ્રવ્ય અને ગુણનું એકત્વ, અશૂન્યત્વ ને અનપોહત્વ ઇચ્છનારે યથોક્ત જ (જેવો કહ્યો તેવો જ) અતદ્ભાવ માનવાયોગ્ય છે. ૧૦૮.

હવે સત્તા ને દ્રવ્યનું ગુણ -ગુણીપણું સિદ્ધ કરે છેઃ
પરિણામ દ્રવ્યસ્વભાવ જે, તે ગુણ ‘સત્’-અવિશિષ્ટ છે;
‘દ્રવ્યો સ્વભાવે સ્થિત સત્ છે’એ જ આ ઉપદેશ છે.૧૦૯.
૧. અપોહરૂપતા = સર્વથા નકારાત્મકપણું; સર્વથા ભિન્નતા. (દ્રવ્ય અને ગુણમાં એકબીજાનો કેવળ નકાર
જ હોય તો ‘દ્રવ્ય ગુણવાળું છે’, ‘આ ગુણ આ દ્રવ્યનો છે’વગેરે કથનથી સૂચવાતો કોઈ પ્રકારનો
સંબંધ જ દ્રવ્યને અને ગુણને ન બને.)

૨. અનપોહત્વ = અપોહરૂપપણું ન હોવું તે; કેવળ નકારાત્મકપણું ન હોવું તે.