न खलु द्रव्यात्पृथग्भूतो गुण इति वा पर्याय इति वा कश्चिदपि स्यात्; यथा सुवर्णात्पृथग्भूतं तत्पीतत्वादिकमिति वा तत्कुण्डलत्वादिकमिति वा । अथ तस्य तु द्रव्यस्य स्वरूपवृत्तिभूतमस्तित्वाख्यं यद्द्रव्यत्वं स खलु तद्भावाख्यो गुण एव भवन् किं हि द्रव्यात्पृथग्भूतत्वेन वर्तते । न वर्तत एव । तर्हि द्रव्यं सत्ताऽस्तु स्वयमेव ।।११०।।
અન્વયાર્થઃ — [इह] આ વિશ્વમાં [गुणः इति वा कश्चित्] ગુણ એવું કોઈ [पर्यायः इति वा] કે પર્યાય એવું કોઈ, [द्रव्यं विना न अस्ति] દ્રવ્ય વિના ( – દ્રવ્યથી જુદું) હોતું નથી; [द्रव्यत्वं पुनः भावः] અને દ્રવ્યત્વ તે ભાવ છે (અર્થાત્ અસ્તિત્વ તે ગુણ છે); [तस्मात्] તેથી [द्रव्यं स्वयं सत्ता] દ્રવ્ય પોતે સત્તા (અર્થાત્ અસ્તિત્વ) છે.
ટીકાઃ — ખરેખર દ્રવ્યથી પૃથગ્ભૂત (જુદું) ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ પણ ન હોય; — જેમ સુવર્ણથી પૃથગ્ભૂત તેની પીળાશ આદિ કે તેનું કુંડળપણું આદિ હોતાં નથી તેમ. હવે, તે દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત ‘અસ્તિત્વ’ નામથી કહેવાતું જે દ્રવ્યત્વ તે તેનો ‘ભાવ’નામથી કહેવાતો ગુણ જ હોવાથી, શું તે દ્રવ્યથી પૃથક્પણે વર્તે છે? નથી જ વર્તતું. તો પછી દ્રવ્ય સ્વયમેવ (પોતે જ) સત્તા હો. ૧૧૦.