Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 222 of 513
PDF/HTML Page 253 of 544

 

background image
पर्याया हि पर्यायभूताया आत्मव्यतिरेकव्यक्तेः काल एव सत्त्वात्ततोऽन्यकालेषु
भवन्त्यसन्त एव यश्च पर्यायाणां द्रव्यत्वभूतयान्वयशक्त्यानुस्यूतः क्रमानुपाती स्वकाले
प्रादुर्भावः तस्मिन्पर्यायभूताया आत्मव्यतिरेकव्यक्तेः पूर्वमसत्त्वात्पर्याया अन्य एव ततः
पर्यायाणामन्यत्वेन निश्चीयते पर्यायस्वरूपकर्तृकरणाधिकरणभूतत्वेन पर्यायेभ्योऽपृथग्भूतस्य
द्रव्यस्यासदुत्पादः
तथाहिन हि मनुजस्त्रिदशो वा सिद्धो वा स्यात्, न हि त्रिदशो मनुजो
वा सिद्धो वा स्यात एवमसन् कथमनन्यो नाम स्यात्, येनान्य एव न स्यात्; येन च
निष्पद्यमानमनुजादिपर्यायं जायमानवलयादिविकारं काञ्चनमिव जीवद्रव्यमपि प्रतिपद-
मन्यन्न स्यात
।।११३।।
ટીકાઃપર્યાયો પર્યાયભૂત સ્વવ્યતિરેકવ્યક્તિના કાળે જ સત્ (-હયાત) હોવાને
લીધે તેનાથી અન્ય કાળોમાં અસત્ જ (-અહયાત જ) છે. અને પર્યાયોનો દ્રવ્યત્વભૂત
અન્વયશક્તિ સાથે ગૂંથાયેલો (એકરૂપપણે જોડાયેલો) જે ક્રમાનુપાતી (ક્રમાનુસાર) સ્વકાળે
ઉત્પાદ થાય છે તેમાં પર્યાયભૂત સ્વવ્યતિરેકવ્યક્તિનું પૂર્વે અસત્પણું હોવાથી, પર્યાયો અન્ય
જ છે. માટે પર્યાયોના અન્યપણા વડે દ્રવ્યનોકે જે પર્યાયોના સ્વરૂપનું કર્તા, કરણ અને
અધિકરણ હોવાને લીધે પર્યાયોથી અપૃથક્ છે તેનોઅસત્ -ઉત્પાદ નક્કી થાય છે.
આ વાતને (ઉદાહરણ વડે) સ્પષ્ટ કરવામાં આવે છેઃ
મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી, દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી; એ રીતે નહિ હોતો
થકો અનન્ય (તેનો તે જ) કેમ હોય, કે જેથી અન્ય જ ન હોય અને જેથી મનુષ્યાદિ
પર્યાયો જેને નીપજે છે એવું જીવદ્રવ્ય પણવલયાદિ વિકારો (કંકણ વગેરે પર્યાયો) જેને
ઊપજે છે એવા સુવર્ણની જેમપદે પદે (પગલે પગલે, પર્યાયે પર્યાયે) અન્ય ન હોય?
[જેમ કંકણ, કુંડળ વગેરે પર્યાયો અન્ય છે (-ભિન્નભિન્ન છે, તેના તે જ નથી) તેથી તે
પર્યાયો કરનારું સુવર્ણ પણ અન્ય છે, તેમ મનુષ્ય, દેવ વગેરે પર્યાયો અન્ય છે તેથી તે
પર્યાયો કરનારું જીવદ્રવ્ય પણ પર્યાય -અપેક્ષાએ અન્ય છે.]
ભાવાર્થઃજીવ અનાદિ -અનંત હોવા છતાં, મનુષ્યપર્યાયકાળે દેવપર્યાયની કે
સ્વાત્મોપલબ્ધિરૂપ સિદ્ધપર્યાયની અપ્રાપ્તિ છે અર્થાત્ મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી માટે તે
પર્યાયો અન્ય -અન્ય છે. આ રીતે પર્યાયો અન્ય હોવાથી, તે પર્યાયોનો કરનાર, સાધન અને
આધાર એવો જીવ પણ પર્યાય -અપેક્ષાએ અન્યપણાને પામે છે. આ રીતે, જીવની માફક,
देवपर्यायकाले मनुष्यपर्यायस्यानुपलम्भात् देवो वा माणुसो व सिद्धो वा देवो वा मनुष्यो न भवति
स्वात्मोपलब्धिरूपसिद्धपर्यायो वा न भवति कस्मात् पर्यायाणां परस्परं भिन्नकालत्वात्,
सुवर्णद्रव्ये कुण्डलादिपर्यायाणामिव एवं अहोज्जमाणो एवमभवन्सन् अणण्णभावं कधं लहदि अनन्यभाव-
૨૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-