Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 239 of 513
PDF/HTML Page 270 of 544

 

background image
आत्मा कर्ममलीमसः परिणामं लभते कर्मसंयुक्तम्
ततः श्लिष्यति कर्म तस्मात् कर्म तु परिणामः ।।१२१।।
यो हि नाम संसारनामायमात्मनस्तथाविधः परिणामः स एव द्रव्यकर्मश्लेषहेतुः अथ
तथाविधपरिणामस्यापि को हेतुः, द्रव्यकर्म हेतुः, तस्य द्रव्यकर्मसंयुक्तत्वेनैवोपलम्भात एवं
सतीतरेतराश्रयदोषः न हि; अनादिप्रसिद्धद्रव्यकर्माभिसंबद्धस्यात्मनः प्राक्तनद्रव्यकर्मणस्तत्र
हेतुत्वेनोपादानात एवं कार्यकारणभूतनवपुराणद्रव्यकर्मत्वादात्मनस्तथाविधपरिणामो
गाथाचतुष्टयेन द्वितीयस्थलं गतम् अथ संसारस्य कारणं ज्ञानावरणादि द्रव्यकर्म तस्य तु कारणं
मिथ्यात्वरागादिपरिणाम इत्यावेदयतिआदा निर्दोषिपरमात्मा निश्चयेन शुद्धबुद्धैकस्वभावोऽपि
व्यवहारेणानादिकर्मबन्धवशात् कम्ममलिमसो कर्ममलीमसो भवति तथाभवन्सन् किं करोति परिणामं
અન્વયાર્થઃ[कर्ममलीमसः आत्मा] કર્મથી મલિન આત્મા [कर्मसंयुक्तं परिणामं]
કર્મસંયુક્ત પરિણામને (દ્રવ્યકર્મના સંયોગે થતા અશુદ્ધ પરિણામને) [लभते] પામે છે,
[ततः] તેથી [कर्म श्लिष्यति] કર્મ ચોંટે છે (દ્રવ્યકર્મ બંધાય છે); [तस्मात् तु] માટે
[परिणामः कर्म] પરિણામ તે કર્મ છે.
ટીકાઃ‘સંસાર’ નામનો જે આ આત્માનો તથાવિધ (તે પ્રકારનો, તેવો)
પરિણામ તે જ દ્રવ્યકર્મ વળગવાનો હેતુ છે. હવે, તથાવિધ પરિણામનો કોણ હેતુ છે?
દ્રવ્યકર્મ તેનો હેતુ છે, કારણ કે
*દ્રવ્યકર્મથી સંયુક્તપણે જ તે જોવામાં આવે છે. (શંકાઃ)
એમ હોય તો ઇતરેતરાશ્રય દોષ આવે! (સમાધાનઃ) નથી આવતો; કારણ કે
અનાદિસિદ્ધ દ્રવ્યકર્મ સાથે સંબદ્ધ એવા આત્માનું જે પૂર્વનું દ્રવ્યકર્મ તેને ત્યાં હેતુપણે
ગ્રહવામાં (સ્વીકારવામાં) આવ્યું છે.
આ રીતે નવું દ્રવ્યકર્મ જેના કાર્યભૂત છે અને જૂનું દ્રવ્યકર્મ જેના કારણભૂત છે
*દ્રવ્યકર્મના સંયોગમાં જ અશુદ્ધ પરિણામ હોય છે, દ્રવ્યકર્મ વિના કદી હોતો નથી; તેથી દ્રવ્યકર્મ
અશુદ્ધ પરિણામનું કારણ છે.
૧. એક અસિદ્ધ બાબતને સિદ્ધ કરવા માટે બીજી અસિદ્ધ બાબતનો આશ્રય લેવામાં આવે અને વળી
તે બીજી બાબતને સિદ્ધ કરવા માટે પહેલીનો આશ્રય લેવામાં આવેએ તર્કદોષને ઇતરેતરાશ્રય
દોષ કહેવામાં આવે છે.
દ્રવ્યકર્મનું કારણ અશુદ્ધ પરિણામ કહ્યો; પછી તે અશુદ્ધ પરિણામના કારણ વિષે પૂછવામાં આવતાં,
તેનું કારણ પાછું દ્રવ્યકર્મ કહ્યું તેથી શંકાકારને શંકા થાય છે કે આ વાતમાં ઇતરેતરાશ્રય દોષ આવે છે.
૨. નવા દ્રવ્યકર્મનું કારણ અશુદ્ધ આત્મપરિણામ છે, અને તે અશુદ્ધ આત્મપરિણામનું કારણ તો તેનું
તે જ દ્રવ્યકર્મ નહિ (અર્થાત્ નવું દ્રવ્યકર્મ નહિ) પણ પહેલાંનું (જૂનું) દ્રવ્યકર્મ છે; માટે ત્યાં
ઇતરેતરાશ્રય દોષ આવતો નથી.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૩૯