પરિણામલક્ષણ ક્રિયા આત્મમયપણે (પોતામયપણે) સ્વીકારવામાં આવી છે; અને વળી જે (જીવમયી) ક્રિયા છે તે આત્મા વડે સ્વતંત્રપણે ૧પ્રાપ્ય હોવાથી કર્મ છે. માટે પરમાર્થથી આત્મા
પોતાના પરિણામસ્વરૂપ એવા તે ભાવકર્મનો જ કર્તા છે, પરંતુ પુદ્ગલપરિણામસ્વરૂપ દ્રવ્યકર્મનો નહિ.
હવે અહીં એમ પ્રશ્ન થાય કે ‘(જીવ ભાવકર્મનો જ કર્તા છે તો પછી) દ્રવ્યકર્મનોકોણ કર્તા છે?’ તો તેનો ઉત્તર આ પ્રમાણે છેઃ — પ્રથમ તો પુદ્ગલનો પરિણામ ખરેખરપોતે પુદ્ગલ જ છે, કારણ કે પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે પરિણામથી અનન્ય છે; અને જે તેનો (-પુદ્ગલનો) તથાવિધ પરિણામ છે તે પુદ્ગલમયી જ ક્રિયા છે, કારણ કે સર્વ દ્રવ્યોને પરિણામસ્વરૂપ ક્રિયા પોતામય હોય છે એમ સ્વીકારવામાં આવ્યું છે; અને વળી જે (પુદ્ગલમયી) ક્રિયા છે તે પુદ્ગલ વડે સ્વતંત્રપણે પ્રાપ્ય હોવાથી કર્મ છે. માટે પરમાર્થથી પુદ્ગલ પોતાના પરિણામસ્વરૂપ એવા તે દ્રવ્યકર્મનું જ કર્તા છે, પરંતુ આત્માના પરિણામસ્વરૂપ ભાવકર્મનું નહિ.૧. પ્રાપ્ય = પ્રાપ્ત થવા યોગ્ય. (જે સ્વતંત્રપણે કરે, તે કર્તા; કર્તા જેને પ્રાપ્ત કરે — પહોંચે, તે કર્મ.)પ્ર. ૩૧