Pravachansar (Gujarati). Gatha: 130.

< Previous Page   Next Page >


Page 257 of 513
PDF/HTML Page 288 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૫૭
नूतनकर्मनोकर्मपुद्गलेभ्यो भिन्नास्तैः सह संघातेन, संहताः पुनर्भेदेनोत्पद्यमानाव-
तिष्ठमानभज्यमानाः क्रियावन्तश्च भवन्ति
।।१२९।।
अथ द्रव्यविशेषो गुणविशेषादिति प्रज्ञापयति
लिंगेहिं जेहिं दव्वं जीवमजीवं च हवदि विण्णादं
तेऽतब्भावविसिट्ठा मुत्तामुत्ता गुणा णेया ।।१३०।।
लिङ्गैर्यैर्द्रव्यं जीवोऽजीवश्च भवति विज्ञातम्
तेऽतद्भावविशिष्टा मूर्तामूर्ता गुणा ज्ञेयाः ।।१३०।।
संबन्धाभावादिति भावार्थः ।।१२९।। एवं जीवाजीवत्वलोकालोकत्वसक्रियनिःक्रियत्वकथनक्रमेण
प्रथमस्थले गाथात्रयं गतम् अथ ज्ञानादिविशेषगुणभेदेन द्रव्यभेदमावेदयतिलिंगेहिं जेहिं लिङ्गैर्यैः
सहजशुद्धपरमचैतन्यविलासरूपैस्तथैवाचेतनैर्जडरूपैर्वा लिङ्गैश्चिह्नैर्विशेषगुणैर्यैः करणभूतैर्जीवेन कर्तृ-
भूतेन
हवदि विण्णादं विशेषेण ज्ञातं भवति किं कर्मतापन्नम् दव्वं द्रव्यम् कथंभूतम् जीवमजीवं च
जीवद्रव्यमजीवद्रव्यं च ते मुत्तामुत्ता गुणा णेया ते तानि पूर्वोक्तचेतनाचेतनलिङ्गानि मूर्तामूर्तगुणा ज्ञेया
કારણ કે પરિસ્પંદસ્વભાવવાળા હોવાને લીધે પરિસ્પંદ વડે નવાં કર્મ -નોકર્મરૂપ પુદ્ગલોથી
ભિન્ન જીવો તેમની સાથે ભેગા થતા હોવાથી અને
કર્મ -નોકર્મરૂપ પુદ્ગલો સાથે ભેગા
થયેલા જીવો પાછા ભિન્ન પડતા હોવાથી (તે અપેક્ષાએ) તેઓ ઊપજે છે, ટકે છે ને નષ્ટ
થાય છે. ૧૨૯.

હવે, ગુણવિશેષથી દ્રવ્યવિશેષ છે (અર્થાત્ ગુણોના ભેદથી દ્રવ્યોનો ભેદ છે) એમ જણાવે છેઃ

જે લિંગથી દ્રવ્યો મહીં ‘જીવ’ ‘અજીવ’ એમ જણાય છે,
તે જાણ મૂર્ત -અમૂર્ત ગુણ, અતત્પણાથી વિશિષ્ટ જે.૧૩૦.

અન્વયાર્થઃ[यैः लिडगैः] જે લિંગો વડે [द्रव्यं] દ્રવ્ય [जीवः अजीवः च] જીવ અને અજીવ તરીકે [विज्ञातं भवति] જણાય છે, [ते] તે [अतद्भावविशिष्टाः] અતદ્ભાવવિશિષ્ટ (દ્રવ્યથી અતદ્ભાવ વડે ભિન્ન એવા) [मूर्तामूर्ताः] મૂર્ત -અમૂર્ત [गुणाः] ગુણો [ज्ञेयाः] જાણવા. ૧. જ્ઞાનાવરણાદિ કર્મરૂપ અને શરીરાદિ નોકર્મરૂપ પુદ્ગલો સાથે ભેગો થયેલો જીવ કંપન વડે પાછો

છૂટો પડે છે. ત્યાં, (તે પુદ્ગલો સાથે) ભેગાપણે તે નષ્ટ થયો, જીવપણે તે ટક્યો ને (તેમનાથી) છૂટાપણે તે ઊપજ્યો. પ્ર. ૩૩