Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 258 of 513
PDF/HTML Page 289 of 544

 

background image
द्रव्यमाश्रित्य परानाश्रयत्वेन वर्तमानैर्लिङ्गयते गम्यते द्रव्यमेतैरिति लिङ्गानि गुणाः ते
च यद्द्रव्यं भवति न तद्गुणा भवन्ति, ये गुणा भवन्ति ते न द्रव्यं भवतीति द्रव्यादतद्भावेन
विशिष्टाः सन्तो लिङ्गलिङ्गिप्रसिद्धौ तल्लिङ्गत्वमुपढौकन्ते
अथ ते द्रव्यस्य जीवोऽयम-
जीवोऽयमित्यादिविशेषमुत्पादयन्ति, स्वयमपि तद्भावविशिष्टत्वेनोपात्तविशेषत्वात यतो हि
यस्य यस्य द्रव्यस्य यो यः स्वभावस्तस्य तस्य तेन तेन विशिष्टत्वात्तेषामस्ति विशेषः अत
एव च मूर्तानाममूर्तानां च द्रव्याणां मूर्तत्वेनामूर्तत्वेन च तद्भावेन विशिष्टत्वादिमे मूर्ता गुणा
इमे अमूर्ता इति तेषां विशेषो निश्चेयः
।।१३०।।
अथ मूर्तामूर्तगुणानां लक्षणसंबन्धमाख्याति
ज्ञातव्याः ते च कथंभूताः अतब्भावविसिट्ठा अतद्भावविशिष्टाः तद्यथाशुद्धजीवद्रव्ये ये
केवलज्ञानादिगुणास्तेषां शुद्धजीवप्रदेशैः सह यदेकत्वमभिन्नत्वं तन्मयत्वं स तद्भावो भण्यते, तेषामेव
गुणानां तैः प्रदेशैः सह यदा संज्ञालक्षणप्रयोजनादिभेदः क्रियते तदा पुनरतद्भावो भण्यते, तेनातद्भावेन

संज्ञादिभेदरूपेण स्वकीयस्वकीयद्रव्येण सह विशिष्टा भिन्ना इति, द्वितीयव्याख्यानेन पुनः स्वकीय-

द्रव्येण सह तद्भावेन तन्मयत्वेनान्यद्रव्याद्विशिष्टा भिन्ना इत्यभिप्रायः
एवं गुणभेदेन द्रव्यभेदो
ટીકાઃદ્રવ્યનો આશ્રય કરીને અને પરનો આશ્રય કર્યા વિના વર્તતાં હોવાથી
જેમના વડે દ્રવ્ય ‘લિંગિત’ (-પ્રાપ્ત) થાય છેઓળખી શકાય છે, એવાં લિંગો ગુણો છે.
તેઓ (ગુણો), ‘જે દ્રવ્ય છે તે ગુણો નથી, જે ગુણો છે તે દ્રવ્ય નથી’તે અપેક્ષાએ દ્રવ્યથી
અતદ્ભાવ વડે વિશિષ્ટ (-ભિન્ન) વર્તતા થકા, લિંગ અને લિંગી તરીકેની પ્રસિદ્ધિ
(ખ્યાતિ, ઓળખાણ) વખતે દ્રવ્યના લિંગપણાને પામે છે. હવે, તેઓ દ્રવ્યમાં ‘આ જીવ છે,
આ અજીવ છે’ એવો વિશેષ (-ભેદ) ઉત્પન્ન કરે છે, કારણ કે પોતે પણ
તદ્ભાવ વડે
વિશિષ્ટ હોવાથી વિશેષને પ્રાપ્ત છે. જે જે દ્રવ્યનો જે જે સ્વભાવ હોય તેનું તેનું તે તે
વડે વિશિષ્ટપણું હોવાને લીધે તેમનામાં વિશેષ (અર્થાત્ ભેદ) છે, તેથી જ વળી મૂર્ત અને
અમૂર્ત દ્રવ્યોનું મૂર્તત્વ -અમૂર્તત્વરૂપ તદ્ભાવ વડે વિશિષ્ટપણું હોવાને લીધે ‘આ મૂર્ત ગુણો
છે, આ અમૂર્ત ગુણો છે’ એમ તેમનામાં વિશેષ (-ભેદ) નક્કી કરવાયોગ્ય છે. ૧૩૦.
હવે મૂર્ત અને અમૂર્ત ગુણોનાં લક્ષણ તથા સંબંધ (અર્થાત્ તેમને કયાં દ્રવ્યો સાથે
સંબંધ છે તે) કહે છેઃ
૧. અતદ્ભાવ = (કથંચિત્) તે -પણે નહિ હોવું તે.
૨. લિંગી = લિંગવાળું. (ખાસ ગુણ તે લિંગચિહ્નલક્ષણ છે અને લિંગી તે દ્રવ્ય છે.)
૩. તદ્ભાવ = તે -પણું; તે -પણે હોવું તે; સ્વરૂપ.
૪. વિશિષ્ટ = વિશેષતાવાળું; ખાસ; ભિન્ન.
૨૫પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-