द्रव्येणानेकप्रदेशत्वशक्तियुक्तैकप्रदेशत्वात्पर्यायेण द्विबहुप्रदेशत्वाच्चास्ति तिर्यक्प्रचयः। न पुनः
कालस्य, शक्त्या व्यक्त्या चैकप्रदेशत्वात् । ऊर्ध्वप्रचयस्तु त्रिकोटिस्पर्शित्वेन सांशत्वाद्द्रव्यवृत्तेः
सर्वद्रव्याणामनिवारित एव । अयं तु विशेषः समयविशिष्टवृत्तिप्रचयः शेषद्रव्याणामूर्ध्वप्रचयः,
समयप्रचयः एव कालस्योर्ध्वप्रचयः । शेषद्रव्याणां वृत्तेर्हि समयादर्थान्तरभूतत्वादस्ति समय-
विशिष्टत्वम् । कालवृत्तेस्तु स्वतः समयभूतत्वात्तन्नास्ति ।।१४१।।
अथ कालपदार्थोर्ध्वप्रचयनिरन्वयत्वमुपहन्ति —
भण्यते । स च प्रदेशप्रचयलक्षणस्तिर्यक्प्रचयो यथा मुक्तात्मद्रव्ये भणितस्तथा कालं विहाय स्वकीय-
स्वकीयप्रदेशसंख्यानुसारेण शेषद्रव्याणां स भवतीति तिर्यक्प्रचयो व्याख्यातः । प्रतिसमयवर्तिनां
पूर्वोत्तरपर्यायाणां मुक्ताफलमालावत्सन्तान ऊर्द्ध्वप्रचय इत्यूर्ध्वसामान्यमित्यायतसामान्यमिति
क्रमानेकान्त इति च भण्यते । स च सर्वद्रव्याणां भवति । किंतु पञ्चद्रव्याणां संबन्धी
पूर्वापरपर्यायसन्तानरूपो योऽसावूर्ध्वताप्रचयस्तस्य स्वकीयस्वकीयद्रव्यमुपादानकारणम् । कालस्तु
प्रतिसमयं सहकारिकारणं भवति । यस्तु कालस्य समयसन्तानरूप ऊर्ध्वताप्रचयस्तस्य काल
एवोपादानकारणं सहकारिकारणं च । कस्मात् । कालस्य भिन्नसमयाभावात्पर्याया एव समया
પ્રદેશોવાળો હોવાથી અને પુદ્ગલ દ્રવ્યે અનેકપ્રદેશીપણાની શક્તિ સહિત એક પ્રદેશવાળું તથા
પર્યાયે બે અથવા ઘણા ( – સંખ્યાત, અસંખ્યાત ને અનંત) પ્રદેશોવાળું હોવાથી, તેમને
તિર્યક્પ્રચય છે. પરંતુ કાળને તિર્યક્પ્રચય નથી, કારણ કે તે શક્તિએ તેમ જ વ્યક્તિએ એક
પ્રદેશવાળો છે.
ઊર્ધ્વપ્રચય તો સર્વ દ્રવ્યોને અનિવાર્ય જ છે , કારણ કે દ્રવ્યની વૃત્તિ ત્રણ કોટિને
( – ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા ત્રણે કાળને) સ્પર્શતી હોવાથી અંશો સહિત છે.
પરંતુ, આટલો ફેર છે કે *સમયવિશિષ્ટ વૃત્તિઓનો પ્રચય તે (કાળ સિવાય) બાકીનાં
દ્રવ્યોને ઊર્ધ્વપ્રચય છે અને સમયોનો પ્રચય તે જ કાળદ્રવ્યને ઊર્ધ્વપ્રચય છે; કારણ કે
બાકીનાં દ્રવ્યોની વૃત્તિ સમયથી અર્થાંતરભૂત (-અન્ય) હોવાથી તે (વૃત્તિ) સમયવિશિષ્ટ
છે અને કાળદ્રવ્યની વૃત્તિ તો સ્વતઃ સમયભૂત હોવાથી તે (વૃત્તિ) સમયવિશિષ્ટ
નથી. ૧૪૧.
હવે કાળપદાર્થનો ઊર્ધ્વપ્રચય +નિરન્વય હોવાની વાતનું ખંડન કરે છેઃ —
*સમયવિશિષ્ટ = સમયથી વિશિષ્ટ; સમય નિમિત્તભૂત હોવાથી વ્યવહારે જેમાં સમયની અપેક્ષા આવે
છે એવી.
+નિરન્વય = અન્વય રહિત; એકપ્રવાહપણે ન હોય એવો; ખંડિત; એકરૂપતા – સદ્રશતા રહિત.
૨૮૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-