Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 298 of 513
PDF/HTML Page 329 of 544

 

૨૯પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-

स्वलक्षणभूतस्वरूपास्तित्वनिश्चितस्यैकस्यार्थस्य स्वलक्षणभूतस्वरूपास्तित्वनिश्चित एवान्य- स्मिन्नर्थे विशिष्टरूपतया संभावितात्मलाभोऽर्थोऽनेकद्रव्यात्मकः पर्यायः स खलु पुद्गलस्य पुद्गलान्तर इव जीवस्य पुद्गले संस्थानादिविशिष्टतया समुपजायमानः संभाव्यत एव उपपन्नश्चैवंविधः पर्यायः अनेकद्रव्यसंयोगात्मत्वेन केवलजीवव्यतिरेक मात्रस्यैकद्रव्यपर्यायस्या- स्खलितस्यान्तरवभासनात् ।।१५२।।

अथ पर्यायव्यक्तीर्दर्शयति प्रथमविशेषान्तराधिकारे समुदायपातनिका तद्यथाअथ पुनरपि शुद्धात्मनो विशेषभेदभावनार्थं नरनारकादिपर्यायरूपं व्यवहारजीवत्वहेतुं दर्शयतिअत्थित्तणिच्छिदस्स हि चिदानन्दैकलक्षणस्वरूपास्ति- त्वेन निश्चितस्य ज्ञातस्य हि स्फु टम् कस्य अत्थस्स परमात्मपदार्थस्य अत्थंतरम्हि शुद्धात्मार्थादन्यस्मिन् ज्ञानावरणादिकर्मरूपे अर्थान्तरे संभूदो संजात उत्पन्नः अत्थो यो नरनारकादिरूपोऽर्थः, पज्जाओ सो निर्विकारशुद्धात्मानुभूतिलक्षणस्वभावव्यञ्जनपर्यायादन्यादृशः सन् विभावव्यञ्जनपर्यायो भवति स इत्थंभूतपर्यायो जीवस्य कैः कृत्वा जातः संठाणादिप्पभेदेहिं संस्थानादिरहितपरमात्मद्रव्यविलक्षणैः संस्थानसंहननशरीरादिप्रभेदैरिति ।।१५२।। अथ तानेव पर्यायभेदान् व्यक्तीकरोतिणरणारयतिरियसुरा

ટીકાઃસ્વલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વથી નિશ્ચિત (-નક્કી થતા) એક અર્થનો (-દ્રવ્યનો), સ્વલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વથી જ નિશ્ચિત એવા અન્ય અર્થમાં (-દ્રવ્યમાં) વિશિષ્ટરૂપે (-ભિન્ન ભિન્ન રૂપે) ઊપજતો જે અર્થ (-ભાવ), તે અનેકદ્રવ્યાત્મક પર્યાય છે. તે અનેકદ્રવ્યાત્મક પર્યાય ખરેખર, જેમ પુદ્ગલનો અન્ય પુદ્ગલમાં (અનેકદ્રવ્યાત્મક પર્યાય) ઊપજતો જોવામાં આવે છે તેમ, જીવનો પુદ્ગલમાં સંસ્થાનાદિથી વિશિષ્ટપણે (-સંસ્થાન વગેરેના ભેદો સહિત) ઊપજતો અનુભવમાં આવે જ છે. અને આવો પર્યાય ઉપપન્ન (-યોગ્ય, ઘટિત, ન્યાયયુક્ત) છે; કારણ કે જે કેવળ જીવનો વ્યતિરેકમાત્ર છે એવો અસ્ખલિત એકદ્રવ્યપર્યાય જ અનેક દ્રવ્યોના સંયોગાત્મકપણે અંદરમાં અવભાસે (-જણાય) છે.

ભાવાર્થઃજોકે દરેક દ્રવ્યનું સ્વરૂપ -અસ્તિત્વ સદાય ભિન્ન ભિન્ન રહે છે તોપણ, જેમ પુદ્ગલનો અન્ય પુદ્ગલના સંબંધે સ્કંધરૂપ પર્યાય થાય છે તેમ જીવનો પુદ્ગલોના સંબંધે દેવાદિક પર્યાય થાય છે. જીવનો આવો અનેકદ્રવ્યાત્મક દેવાદિપર્યાય અયુક્ત નથી; કારણ કે અંદરમાં જોતાં, અનેક દ્રવ્યોનો સંયોગ હોવા છતાં પણ, જીવ કાંઈ પુદ્ગલો સાથે એકરૂપ પર્યાય કરતો નથી, પરંતુ ત્યાં પણ એકલા જીવનો (-પુદ્ગલપર્યાયથી જુદો-) અસ્ખલિત (-પોતાથી નહિ ચ્યુત થતો) એકદ્રવ્યપર્યાય જ સદાય વર્ત્યા કરે છે. ૧૫૨.

હવે પર્યાયના ભેદ દર્શાવે છેઃ