Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 301 of 513
PDF/HTML Page 332 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૦૧
ततः स्वरूपास्तित्वमेव स्वपरविभागसिद्धये प्रतिपदमवधार्यम् तथाहियच्चेतनत्वान्वयलक्षणं
द्रव्यं, यश्चेतनाविशेषत्वलक्षणो गुणो, यश्चेतनत्वव्यतिरेकलक्षणः पर्यायस्तत्त्रयात्मकं, या
पूर्वोत्तरव्यतिरेकस्पर्शिना चेतनत्वेन स्थितिर्यावुत्तरपूर्वव्यतिरेकत्वेन चेतनस्योत्पादव्ययौ
तत्त्रयात्मकं च स्वरूपास्तित्वं यस्य नु स्वभावोऽहं स खल्वयमन्यः
यच्चाचेतनत्वान्वयलक्षणं
द्रव्यं, योऽचेतनाविशेषत्वलक्षणो गुणो, योऽचेतनत्वव्यतिरेकलक्षणः पर्यायस्तत्त्रयात्मकं, या
पूर्वोत्तरव्यतिरेकस्पर्शिनाचेतनत्वेन स्थितिर्यावुत्तरपूर्वव्यतिरेकत्वेनाचेतनस्योत्पादव्ययौ तत्त्रयात्मकं
च स्वरूपास्तित्वं यस्य तु स्वभावः पुद्गलस्य स खल्वयमन्यः
नास्ति मे मोहोऽस्ति
स्वपरविभागः ।।१५४।।
सद्भावनिबद्धम् पुनरपि किंविशिष्टम् तिहा समक्खादं त्रिधा समाख्यातं कथितम् केवलज्ञानादयो
गुणाः सिद्धत्वादिविशुद्धपर्यायास्तदुभयाधारभूतं परमात्मद्रव्यत्वमित्युक्तलक्षणत्रयात्मकं तथैव
शुद्धोत्पादव्ययध्रौव्यत्रयात्मकं च यत्पूर्वोक्तं स्वरूपास्तित्वं तेन कृत्वा त्रिधा सम्यगाख्यातं कथितं

प्रतिपादितम्
पुनरपि कथंभूतं आत्मस्वभावम् सवियप्पं सविकल्पं पूर्वोक्तद्रव्यगुणपर्यायरूपेण
सभेदम् य इत्थंभूतमात्मस्वभावं जानाति, ण मुहदि सो अण्णदवियम्हि न मुह्यति सोऽन्यद्रव्ये, स तु
વિભાગનો હેતુ થાય છે, તેથી સ્વરૂપ -અસ્તિત્વ જ સ્વ -પરના વિભાગની સિદ્ધિ માટે પદે
પદે અવધારવું (-ખ્યાલમાં લેવું). તે આ પ્રમાણેઃ

(૧) ચેતનપણાનો અન્વય જેનું લક્ષણ છે એવું જે દ્રવ્ય, (૨) ચેતનાવિશેષત્વ (-ચેતનાનું વિશેષપણું) જેનું લક્ષણ છે એવો જે ગુણ અને (૩) ચેતનપણાનો વ્યતિરેક જેનું લક્ષણ છે એવો જે પર્યાયએ ત્રયાત્મક (એવું સ્વરૂપ -અસ્તિત્વ), તથા (૧) *પૂર્વ ને ઉત્તર વ્યતિરેકને સ્પર્શનારા ચેતનપણે જે ધ્રૌવ્ય અને (૨ -૩) ચેતનના ઉત્તર ને પૂર્વ વ્યતિરેકપણે જે ઉત્પાદ ને વ્યયએ ત્રયાત્મક (એવું) સ્વરૂપ -અસ્તિત્વ જેનો સ્વભાવ છે એવો હું તે ખરેખર આ અન્ય છું (અર્થાત્ હું પુદ્ગલથી આ જુદો રહ્યો). અને (૧) અચેતનપણાનો અન્વય જેનું લક્ષણ છે એવું જે દ્રવ્ય, (૨) અચેતનાવિશેષત્વ જેનું લક્ષણ છે એવો જે ગુણ અને (૩) અચેતનપણાનો વ્યતિરેક જેનું લક્ષણ છે એવો જે પર્યાયએ ત્રયાત્મક (એવું સ્વરૂપ -અસ્તિત્વ) તથા (૧) પૂર્વ ને ઉત્તર વ્યતિરેકને સ્પર્શનારા અચેતનપણે જે ધ્રૌવ્ય અને (૨ -૩) અચેતનના ઉત્તર ને પૂર્વ વ્યતિરેકપણે જે ઉત્પાદ ને વ્યયએ ત્રયાત્મક (એવું) સ્વરૂપ -અસ્તિત્વ જે પુદ્ગલનો સ્વભાવ છે તે ખરેખર આ (મારાથી) અન્ય છે. (માટે) મને મોહ નથી; સ્વ -પરનો વિભાગ છે. *પૂર્વ એટલે પહેલાંનો; ઉત્તર એટલે પછીનો. (ચેતન પહેલાંના અને પછીના બન્ને પર્યાયોને સ્પર્શે છે તેથી તે અપેક્ષાએ ધ્રૌવ્ય છે, પછીના અર્થાત્ વર્તમાન પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ છે અને

પહેલાંના પર્યાયની અપેક્ષાએ વ્યય છે.)