Pravachansar (Gujarati). Gatha: 156.

< Previous Page   Next Page >


Page 303 of 513
PDF/HTML Page 334 of 544

 

background image
आत्मनो हि परद्रव्यसंयोगकारणमुपयोगविशेषः उपयोगो हि तावदात्मनः स्वभाव-
श्चैतन्यानुविधायिपरिणामत्वात स तु ज्ञानं दर्शनं च, साकारनिराकारत्वेनोभयरूपत्वा-
च्चैतन्यस्य अथायमुपयोगो द्वेधा विशिष्यते शुद्धाशुद्धत्वेन तत्र शुद्धो निरुपरागः, अशुद्धः
सोपरागः स तु विशुद्धिसंक्लेशरूपत्वेन द्वैविध्यादुपरागस्य द्विविधः शुभोऽशुभश्च ।।१५५।।
अथात्र क उपयोगः परद्रव्यसंयोगकारणमित्यावेदयति
उवओगो जदि हि सुहो पुण्णं जीवस्स संचयं जादि
असुहो वा तध पावं तेसिमभावे ण चयमत्थि ।।१५६।।
द्वेषमोहरूपश्चाशुभः वा वा शब्देन शुभाशुभानुरागरहितत्वेन शुद्धः उवओगो अप्पणो हवदि इत्थं-
भूतस्त्रिलक्षण उपयोग आत्मनः संबन्धी भवतीत्यर्थः ।।१५५।। अथोपयोगस्तावन्नरनारकादिपर्याय-
कारणभूतस्य कर्मरूपस्य परद्रव्यस्य संयोगकारणं भवति तावदिदानीं कस्य कर्मणः क उपयोगः कारणं
ટીકાઃખરેખર આત્માને પરદ્રવ્યના સંયોગનું કારણ *ઉપયોગવિશેષ છે. પ્રથમ
તો ઉપયોગ ખરેખર આત્માનો સ્વભાવ છે કારણ કે તે ચૈતન્ય -અનુવિધાયી પરિણામ છે
(અર્થાત
્ ઉપયોગ ચૈતન્યને અનુસરીને થતો પરિણામ છે). અને તે (ઉપયોગ) જ્ઞાન ને દર્શન
છે, કારણ કે ચૈતન્ય સાકાર ને નિરાકાર એમ ઉભયરૂપ છે. હવે આ ઉપયોગના શુદ્ધ
અને અશુદ્ધ એવા બે ભેદ પાડવામાં આવે છે. તેમાં, શુદ્ધ ઉપયોગ નિરુપરાગ (-નિર્વિકાર)
છે; અશુદ્ધ ઉપયોગ સોપરાગ (-સવિકાર) છે. અને તે અશુદ્ધ ઉપયોગ શુભ અને અશુભ
એમ બે પ્રકારનો છે, કારણ કે ઉપરાગ વિશુદ્ધિરૂપ અને સંક્લેશરૂપ એમ બે પ્રકારનો છે
(અર્થાત
્ વિકાર મંદકષાયરૂપ અને તીવ્રકષાયરૂપ એમ બે પ્રકારનો છે).
ભાવાર્થઃઆત્મા ઉપયોગસ્વરૂપ છે. પ્રથમ તો ઉપયોગના બે ભેદ છેઃ શુદ્ધ
અને અશુદ્ધ. પાછા અશુદ્ધ ઉપયોગના બે ભેદ છેઃ શુભ અને અશુભ. ૧૫૫.
હવે આમાં કયો ઉપયોગ પરદ્રવ્યના સંયોગનું કારણ છે તે કહે છેઃ
ઉપયોગ જો શુભ હોય, સંચય થાય પુણ્ય તણો તહીં,
ને પાપસંચય અશુભથી; જ્યાં ઉભય નહિ, સંચય નહીં. ૧૫૬.
*ઉપયોગવિશેષ = ઉપયોગનો ભેદ; ઉપયોગનો પ્રકાર; અમુક પ્રકારનો ઉપયોગ. (અશુદ્ધ ઉપયોગ
પરદ્રવ્યના સંયોગનું કારણ છે એમ ૧૫૬મી ગાથામાં કહેશે.)
૧. સાકાર = આકારોવાળું; ભેદોવાળું; સવિકલ્પ; વિશેષ.
૨. નિરાકાર = આકારો વિનાનું; ભેદો વિનાનું; નિર્વિકલ્પ; સામાન્ય.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૦૩