उपयोगो यदि हि शुभः पुण्यं जीवस्य संचयं याति ।
अशुभो वा तथा पापं तयोरभावे न चयोऽस्ति ।।१५६।।
उपयोगो हि जीवस्य परद्रव्यसंयोगकारणमशुद्धः । स तु विशुद्धिसंक्लेशरूपोपरागवशात्
शुभाशुभत्वेनोपात्तद्वैविध्यः, पुण्यपापत्वेनोपात्तद्वैविध्यस्य परद्रव्यस्य संयोगकारणत्वेन निर्वर्त-
यति । यदा तु द्विविधस्याप्यस्याशुद्धस्याभावः क्रियते तदा खलूपयोगः शुद्ध एवावतिष्ठते ।
स पुनरकारणमेव परद्रव्यसंयोगस्य ।।१५६।।
अथ शुभोपयोगस्वरूपं प्ररूपयति —
भवतीति विचारयति — उवओगो जदि हि सुहो उपयोगो यदि चेत् हि स्फु टं शुभो भवति । पुण्णं जीवस्स
संचयं जादि तदा काले द्रव्यपुण्यं कर्तृ जीवस्य संचयमुपचयं वृद्धिं याति बध्यत इत्यर्थः । असुहो वा
तह पावं अशुभोपयोगो वा तथा तेनैव प्रकारेण पुण्यवद्द्रव्यपापं संचयं याति । तेसिमभावे ण चयमत्थि
तयोरभावे न चयोऽस्ति । निर्दोषिनिजपरमात्मभावनारूपेण शुद्धोपयोगबलेन यदा तयोर्द्वयोः शुभाशुभो-
पयोगयोरभावः क्रियते तदोभयः संचयः कर्मबन्धो नास्तीत्यर्थः ।।१५६।। एवं शुभाशुभशुद्धोपयोग-
त्रयस्य सामान्यकथनरूपेण द्वितीयस्थले गाथाद्वयं गतम् । अथ विशेषेण शुभोपयोगस्वरूपं
અન્વયાર્થઃ — [उपयोगः] ઉપયોગ [यदि हि] જો [शुभः] શુભ હોય [जीवस्य] તો
જીવને [पुण्यं] પુણ્ય [संचयं याति] સંચય પામે છે [तथा वा अशुभः] અને જો અશુભ હોય
[पापं] તો પાપ સંચય પામે છે. [तयोः अभावे] તેમના (બન્નેના) અભાવમાં [चयः न
अस्ति] સંચય થતો નથી.
ટીકાઃ — જીવને પરદ્રવ્યના સંયોગનું કારણ અશુદ્ધ ઉપયોગ છે. અને તે (અશુદ્ધ
ઉપયોગ) વિશુદ્ધિ અને સંક્લેશરૂપ ઉપરાગને લીધે શુભ અને અશુભપણે દ્વિવિધતાને
પામ્યો થકો, જે પુણ્ય અને પાપપણે દ્વિવિધતાને પામે છે એવું જે પરદ્રવ્ય તેના સંયોગના
કારણ તરીકે કામ કરે છે. (ઉપરાગ મંદકષાયરૂપ અને તીવ્રકષાયરૂપ એમ બે
પ્રકારનો હોવાથી અશુદ્ધ ઉપયોગ પણ શુભ અને અશુભ એવા બે પ્રકારનો છે;
તેમાં, શુભ ઉપયોગ પુણ્યરૂપ પરદ્રવ્યના સંયોગનું કારણ થાય છે અને અશુભ ઉપયોગ
પાપરૂપ પરદ્રવ્યના સંયોગનું કારણ થાય છે.) પરંતુ જ્યારે બન્ને પ્રકારના આ અશુદ્ધ
ઉપયોગનો અભાવ કરવામાં આવે છે ત્યારે ખરેખર ઉપયોગ શુદ્ધ જ રહે છે; અને તે
તો પરદ્રવ્યના સંયોગનું અકારણ જ છે (અર્થાત્ શુદ્ધ ઉપયોગ પરદ્રવ્યના સંયોગનું કારણ
નથી). ૧૫૬.
હવે શુભ ઉપયોગનું સ્વરૂપ પ્રરૂપે છેઃ —
૩૦૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-