विसयकसाओगाढो दुस्सुदिदुच्चित्तदुट्ठगोट्ठिजुदो ।
उग्गो उम्मग्गपरो उवओगो जस्स सो असुहो ।।१५८।।
विषयकषायावगाढो दुःश्रुतिदुश्चित्तदुष्टगोष्ठियुतः ।
उग्र उन्मार्गपर उपयोगो यस्य सोऽशुभः ।।१५८।।
विशिष्टोदयदशाविश्रान्तदर्शनचारित्रमोहनीयपुद्गलानुवृत्तिपरत्वेन परिगृहीताशोभनोप-
रागत्वात्परमभट्टारकमहादेवाधिदेवपरमेश्वरार्हत्सिद्धसाधुभ्योऽन्यत्रोन्मार्गश्रद्धाने विषयकषाय-
दुःश्रवणदुराशयदुष्टसेवनोग्रताचरणे च प्रवृत्तोऽशुभोपयोगः ।।१५८।।
लक्षणजीवस्येत्यभिप्रायः ।।१५७।। अथाशुभोपयोगस्वरूपं निरूपयति — विसयकसाओगाढो विषय-
कषायावगाढः । दुस्सुदिदुच्चित्तदुट्ठगोट्ठिजुदो दुःश्रुतिदुश्चित्तदुष्टगोष्ठियुतः । उग्गो उग्रः । उम्मग्गपरो उन्मार्गपरः ।
उवओगो एवं विशेषणचतुष्टययुक्त उपयोगः परिणामः जस्स यस्य जीवस्य भवति सो असुहो स
उपयोगस्त्वशुभो भण्यते, अभेदेन पुरुषो वा । तथाहि — विषयकषायरहितशुद्धचैतन्यपरिणतेः प्रतिपक्ष-
भूतो विषयकषायावगाढो विषयकषायपरिणतः । शुद्धात्मतत्त्वप्रतिपादिका श्रुतिः सुश्रुतिस्तद्विलक्षणा
दुःश्रुतिः मिथ्याशास्त्रश्रुतिर्वा; निश्चिन्तात्मध्यानपरिणतं सुचित्तं, तद्विनाशकं दुश्चित्तं, स्वपरनिमित्तेष्ट-
कामभोगचिन्तापरिणतं रागाद्यपध्यानं वा; परमचैतन्यपरिणतेर्विनाशिका दुष्टगोष्ठी, तत्प्रतिपक्षभूत-
कुशीलपुरुषगोष्ठी वा । इत्थंभूतदुःश्रुतिदुश्चित्तदुष्टगोष्ठीभिर्युतो दुःश्रुतिदुश्चित्तदुष्टगोष्ठियुक्तः । परमोपशम-
કુવિચાર -સંગતિ -શ્રવણયુત, વિષયે કષાયે મગ્ન જે,
જે ઉગ્ર ને ઉન્માર્ગપર, ઉપયોગ તેહ અશુભ છે. ૧૫૮.
અન્વયાર્થઃ — [यस्य उपयोगः] જેનો ઉપયોગ [विषयकषायावगाढः] વિષય -કષાયમાં
અવગાઢ (મગ્ન) છે, [दुःश्रुतिदुश्चित्तदुष्टगोष्ठियुतः] કુશ્રુતિ, કુવિચાર અને કુસંગતિમાં જોડાયેલો
છે, [उग्रः] ઉગ્ર છે તથા [उन्मार्गपरः] ઉન્માર્ગમાં લાગેલો છે, [सः अशुभः] તેને તે અશુભ
ઉપયોગ છે.
ટીકાઃ — વિશિષ્ટ ઉદયદશામાં રહેલાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ
પુદ્ગલો અનુસાર પરિણતિમાં લાગેલો હોવાને લીધે અશુભ ઉપરાગ ગ્રહ્યો હોવાથી, જે
(ઉપયોગ) પરમ ભટ્ટારક, મહા દેવાધિદેવ, પરમેશ્વર એવા અર્હંત, સિદ્ધ અને સાધુ સિવાય
અન્યની — ઉન્માર્ગની — શ્રદ્ધા કરવામાં તથા વિષય, કષાય, કુશ્રવણ, કુવિચાર, કુસંગ અને
ઉગ્રતા આચરવામાં પ્રવર્તે છે, તે અશુભ ઉપયોગ છે. ૧૫૮.
૩૦૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-