[અર્થઃ — પુદ્ગલો ‘*રૂપી’ અને ‘અરૂપી’ હોય છે; ત્યાં સ્નિગ્ધ પુદ્ગલો સ્નિગ્ધની સાથે બંધાય છે, રૂક્ષ પુદ્ગલો રૂક્ષની સાથે બંધાય છે, સ્નિગ્ધ અને રૂક્ષ પણ બંધાય છે.
જઘન્ય સિવાય એકી અંશવાળો હોય કે બેકી અંશવાળો હોય, સ્નિગ્ધનો બે અધિક અંશવાળા સ્નિગ્ધ પરમાણુ સાથે, રૂક્ષનો બે અધિક અંશવાળા રૂક્ષ પરમાણુ સાથે અને સ્નિગ્ધનો (બે અધિક અંશવાળા) રૂક્ષ પરમાણુ સાથે બંધ થાય છે.]
ભાવાર્થઃ — બે અંશથી માંડીને અનંત અંશ સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળો પરમાણુ તેનાથી બે અધિક અંશ સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળા પરમાણુ સાથે બંધાઈને સ્કંધ બને છે. જેમ કેઃ ૨ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ ૪ અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુ સાથે બંધાય છે; ૯૧ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ ૯૩ અંશ રૂક્ષતાવાળા પરમાણુ સાથે બંધાય છે; ૫૩૩ અંશ રૂક્ષતાવાળો પરમાણુ ૫૩૫ અંશ રૂક્ષતાવાળા પરમાણુ સાથે બંધાય છે; ૭૦૦૬ અંશ રૂક્ષતાવાળો પરમાણુ ૭૦૦૮ અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુ સાથે બંધાય છે. — આ ઉદાહરણો પ્રમાણે બેથી માંડીને અનંત અંશો (અવિભાગ પ્રતિચ્છેદો) સુધી સમજી લેવું.
માત્ર એક અંશવાળા પરમાણુમાં જઘન્યભાવને લીધે બંધની યોગ્યતા નથી તેથી એક અંશવાળો સ્નિગ્ધ કે રૂક્ષ પરમાણુ ત્રણ અંશવાળા સ્નિગ્ધ કે રૂક્ષ પરમાણુ સાથે પણ બંધાતો નથી.
આ રીતે, (એક અંશવાળા સિવાય) બે પરમાણુઓ વચ્ચે બે અંશોનો તફાવત હોય તો જ તેઓ બંધાય છે; બે કરતાં વધારે કે ઓછા અંશનો તફાવત હોય તો બંધ થતો નથી. જેમ કેઃ પાંચ અંશ સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળો પરમાણુ સાત અંશવાળા પરમાણુ સાથે બંધાય છે; પરંતુ પાંચ અંશવાળો પરમાણુ આઠ અંશવાળા કે છ અંશવાળા (અથવા પાંચ અંશવાળા) પરમાણુ સાથે બંધાતો નથી. ૧૬૬. *કોઈ એક પરમાણુની અપેક્ષાએ વિસદ્રશજાતિનો સમાનઅંશવાળો બીજો પરમાણુ ‘રૂપી’ કહેવાય છે અને બાકીના બધા પરમાણુઓ તેની અપેક્ષાએ ‘અરૂપી’ કહેવાય છે. જેમ કે — પાંચ અંશ સ્નિગ્ધતાવાળા
‘અરૂપી’ છે. આનો અર્થ એમ થયો કે — વિસદ્રશજાતિના સમાનઅંશવાળા પરમાણુઓ પરસ્પર ‘રૂપી’