यतो हि सूक्ष्मत्वपरिणतैर्बादरपरिणतैश्चानतिसूक्ष्मत्वस्थूलत्वात् कर्मत्वपरिणमनशक्ति- योगिभिरतिसूक्ष्मस्थूलतया तदयोगिभिश्चावगाहविशिष्टत्वेन परस्परमबाधमानैः स्वयमेव सर्वत एव पुद्गलकायैर्गाढं निचितो लोकः । ततोऽवधार्यते न पुद्गलपिण्डानामानेता पुरुषोऽस्ति ।।१६८।।
भृतस्तिष्ठति तथा पुद्गलैरपि । ततो ज्ञायते यत्रैव शरीरावगाढक्षेत्रे जीवस्तिष्ठति बन्धयोग्यपुद्गला अपि
ટીકાઃ — સૂક્ષ્મપણે પરિણમેલા તેમ જ બાદરપણે પરિણમેલા, અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂલ નહિ હોવાથી કર્મપણે પરિણમવાની શક્તિવાળા તેમ જ અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂલ હોવાથી કર્મપણે પરિણમવાની શક્તિ વગરના — એવા પુદ્ગલકાયો વડે, અવગાહની વિશિષ્ટતાને લીધે પરસ્પર બાધા કર્યા વિના, સ્વયમેવ સર્વતઃ (બધાય પ્રદેશે) લોક ગાઢ ભરેલો છે. માટે નક્કી થાય છે કે પુદ્ગલપિંડોનો લાવનાર આત્મા નથી.
ભાવાર્થઃ — આ લોકમાં સર્વ સ્થળે જીવો છે અને કર્મબંધને યોગ્ય પુદ્ગલવર્ગણા પણ સર્વ સ્થળે છે. જીવને જે પ્રકારના પરિણામ થાય તે પ્રકારનો જીવને કર્મબંધ થાય છે. એમ નથી કે આત્મા કોઈ બહારની જગ્યાએથી કર્મયોગ્ય પુદ્ગલો લાવીને બંધ કરે છે. ૧૬૮.
અન્વયાર્થઃ — [कर्मत्वप्रायोग्याः स्कंधाः] કર્મપણાને યોગ્ય સ્કંધો [जीवस्य परिणतिं प्राप्य] જીવની પરિણતિને પામીને [कर्मभावं गच्छन्ति] કર્મભાવને પામે છે; [न हि ते जीवेन परिणमिताः] તેમને જીવ પરિણમાવતો નથી. પ્ર. ૪૧