ટીકાઃ — કર્મપણે પરિણમવાની શક્તિવાળા પુદ્ગલસ્કંધો તુલ્યક્ષેત્રાવગાહી જીવના
પરિણામમાત્રનો — કે જે બહિરંગ સાધન (બાહ્ય કારણ) છે તેનો — આશ્રય કરીને, જીવ
પરિણમાવનાર વિના પણ, સ્વયમેવ કર્મભાવે પરિણમે છે. તેથી નક્કી થાય છે કે
પુદ્ગલપિંડોને કર્મપણે કરનારો આત્મા નથી.
ભાવાર્થઃ — સમાન ક્ષેત્રે રહેલા જીવના વિકારી પરિણામને નિમિત્તમાત્ર કરીને
કાર્મણવર્ગણાઓ સ્વયમેવ પોતાની અંતરંગ શક્તિથી જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમી જાય
છે; જીવ તેમને કર્મપણે પરિણમાવતો નથી. ૧૬૯.
હવે આત્માને કર્મપણે પરિણત પુદ્ગલદ્રવ્યાત્મક શરીરના કર્તૃત્વનો અભાવ નક્કી
કરે છે( અર્થાત્ કર્મપણે પરિણમેલું જે પુદ્ગલદ્રવ્ય તે -સ્વરૂપ શરીરનો કર્તા આત્મા નથી
એમ નક્કી કરે છે)ઃ —
કર્મત્વપરિણત પુદ્ગલોના સ્કંધ તે તે ફરી ફરી
શરીરો બને છે જીવને, સંક્રાંતિ પામી દેહની. ૧૭૦.
यतो हि तुल्यक्षेत्रावगाढजीवपरिणाममात्रं बहिरङ्गसाधनमाश्रित्य जीवं परिणमयिता-
रमन्तरेणापि कर्मत्वपरिणमनशक्तियोगिनः पुद्गलस्कन्धाः स्वयमेव कर्मभावेन परिणमन्ति ।
ततोऽवधार्यते न पुद्गलपिण्डानां कर्मत्वकर्ता पुरुषोऽस्ति ।।१६९।।
अथात्मनः कर्मत्वपरिणतपुद्गलद्रव्यात्मकशरीरकर्तृत्वाभावमवधारयति —
ते ते कम्मत्तगदा पोग्गलकाया पुणो वि जीवस्स ।
संजायंते देहा देहंतरसंकमं पप्पा ।।१७०।।
तत्रैव तिष्ठन्ति, न च बहिर्भागाज्जीव आनयतीति ।।१६८।। अथ कर्मस्कन्धानां जीव उपादानकर्ता
न भवतीति प्रज्ञापयति — कम्मत्तणपाओग्गा खंधा कर्मत्वप्रायोग्याः स्कन्धाः कर्तारः जीवस्स परिणइं
पप्पा जीवस्य परिणतिं प्राप्य निर्दोषिपरमात्मभावनोत्पन्नसहजानन्दैकलक्षणसुखामृतपरिणतेः
प्रतिपक्षभूतां जीवसंबन्धिनीं मिथ्यात्वरागादिपरिणतिं प्राप्य गच्छंति कम्मभावं गच्छन्ति परिणमन्ति ।
कम् । कर्मभावं ज्ञानावरणादिद्रव्यकर्मपर्यायम् । ण हि ते जीवेण परिणमिदा न हि नैव ते कर्म-
स्कन्धा जीवेनोपादानकर्तृभूतेन परिणमिताः परिणतिं नीता इत्यर्थः । अनेन व्याख्यानेनैतदुक्तं भवति
कर्मस्कन्धानां निश्चयेन जीवः कर्ता न भवतीति ।।१६९।। अथ शरीराकारपरिणतपुद्गलपिण्डानां जीवः
कर्ता न भवतीत्युपदिशति ---ते ते कम्मत्तगदा ते ते पूर्वसूत्रोदिताः कर्मत्वं गता द्रव्यकर्मपर्याय-
૩૨૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-