Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 323 of 513
PDF/HTML Page 354 of 544

 

background image
ते ते कर्मत्वगताः पुद्गलकायाः पुनरपि जीवस्य
संजायन्ते देहा देहान्तरसंक्रमं प्राप्य ।।१७०।।
ये ये नामामी यस्य जीवस्य परिणामं निमित्तमात्रीकृत्य पुद्गलकायाः स्वयमेव
कर्मत्वेन परिणमन्ति, अथ ते ते तस्य जीवस्यानादिसंतानप्रवृत्तशरीरान्तरसंक्रान्तिमाश्रित्य
स्वयमेव च शरीराणि जायन्ते
अतोऽवधार्यते न कर्मत्वपरिणतपुद्गलद्रव्यात्मकशरीरकर्ता
पुरुषोऽस्ति ।।१७०।।
अथात्मनः शरीरत्वाभावमवधारयति
परिणताः पोग्गलकाया पुद्गलस्कन्धाः पुणो वि जीवस्स पुनरपि भवान्तरेऽपि जीवस्य संजायंते देहा
संजायन्ते सम्यग्जायन्ते देहाः शरीराणीति किं कृत्वा देहंतरसंकमं पप्पा देहान्तरसंक्रमं भवान्तरं
प्राप्य लब्ध्वेति अनेन किमुक्तं भवतिऔदारिकादिशरीरनामकर्मरहितपरमात्मानमलभमानेन जीवेन
यान्युपार्जितान्यौदारिकादिशरीरनामकर्माणि तानि भवान्तरे प्राप्ते सत्युदयमागच्छन्ति, तदुदयेन
नोकर्मपुद्गला औदारिकादिशरीराकारणे स्वयमेव परिणमन्ति
ततः कारणादौदारिकादिकायानां जीवः
कर्ता न भवतीति ।।१७०।। अथ शरीराणि जीवस्वरूपं न भवन्तीति निश्चिनोतिओरालिओ य
देहो औदारिकश्च देहः देहो वेउव्विओ य देहो वैक्रियकश्च तेजसिओ तैजसिकः आहारय
कम्मइओ आहारकः कार्मणश्च पोग्गलदव्वप्पगा सव्वे एते पञ्च देहाः पुद्गलद्रव्यात्मकाः सर्वेऽपि
અન્વયાર્થઃ[कर्मत्वगताः] કર્મપણે પરિણમેલા [ते ते] તે તે [पुद्गलकायाः]
પુદ્ગલકાયો [देहान्तरसंक्रमं प्राप्य] દેહાંતરરૂપ ફેરફારને પામીને [पुनः अपि] ફરી ફરીને
[जीवस्य] જીવને [देहाः] શરીરો [संजायन्ते] થાય છે.
ટીકાઃજે જીવના પરિણામને નિમિત્તમાત્ર કરીને જે જે આ પુદ્ગલકાયો
સ્વયમેવ કર્મપણે પરિણમે છે, તે જીવને અનાદિ સંતતિરૂપે (પ્રવાહરૂપે) પ્રવર્તતા દેહાંતરરૂપ
(ભવાંતરરૂપ) ફેરફારનો આશ્રય કરીને તે તે પુદ્ગલકાયો સ્વયમેવ શરીરો (-શરીરોરૂપે,
શરીરો થવામાં નિમિત્તરૂપે) થાય છે. આથી નક્કી થાય છે કે કર્મપણે પરિણમેલા
પુદ્ગલદ્રવ્યાત્મક શરીરનો કર્તા આત્મા નથી.
ભાવાર્થઃજીવના પરિણામને નિમિત્તમાત્ર કરીને જે પુદ્ગલો સ્વયમેવ કર્મરૂપે
પરિણમે છે, તે પુદ્ગલો જ અન્ય ભવમાં શરીર બનવામાં નિમિત્તભૂત થાય છે અને
નોકર્મપુદ્ગલો સ્વયમેવ શરીરરૂપે પરિણમે છે. માટે શરીરનો કર્તા આત્મા નથી. ૧૭૦.
હવે આત્માને શરીરપણાનો અભાવ નક્કી કરે છેઃ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૨૩