जानाति चेत्यत्रापि पर्यनुयोगस्यानिवार्यत्वात् । न चैतदत्यन्तदुर्घटत्वाद्दार्ष्टान्तिकीकृ तं, किं तु
दृष्टान्तद्वारेणाबालगोपालप्रक टितम् । तथाहि — यथा बालकस्य गोपालकस्य वा पृथगवस्थितं
मृद्बलीवर्दं बलीवर्दं वा पश्यतो जानतश्च न बलीवर्देन सहास्ति संबन्धः, विषय-
भावावस्थितबलीवर्दनिमित्तोपयोगाधिरूढबलीवर्दाकारदर्शनज्ञानसंबन्धो बलीवर्दसंबन्धव्यवहार-
साधकस्त्वस्त्येव, तथा किलात्मनो नीरूपत्वेन स्पर्शशून्यत्वान्न कर्मपुद्गलैः सहास्ति संबन्धः,
एकावगाहभावावस्थितकर्मपुद्गलनिमित्तोपयोगाधिरूढरागद्वेषादिभावसंबन्धः कर्मपुद्गलबन्ध-
व्यवहारसाधकस्त्वस्त्येव ।।१७४।।
કે જો એમ ન હોય તો અહીં પણ (દેખવા -જાણવાની બાબતમાં પણ) એ પ્રશ્ન અનિવાર્ય
છે કે અમૂર્ત મૂર્તને કઈ રીતે દેખે છે અને જાણે છે?
વળી એમ નથી કે આ વાત (અરૂપીનો રૂપી સાથે બંધ થવાની વાત) અત્યંત દુર્ઘટ
છે તેથી તેને દાર્ષ્ટાંતરૂપ બનાવી છે ( – દ્રષ્ટાંતથી સમજાવી છે), પરંતુ દ્રષ્ટાંત દ્વારા
આબાલગોપાલ સૌને પ્રગટ થાય તેથી દ્રષ્ટાંત વડે સમજાવવામાં આવી છે. તે આ પ્રમાણેઃ
જેવી રીતે બાળને અથવા ગોપાળને પૃથક્ રહેલા માટીના વૃષભને અથવા (સાચા) વૃષભને
દેખતાં અને જાણતાં વૃષભ સાથે સંબંધ નથી, તોપણ *વિષયપણે રહેલો વૃષભ જેમનું
નિમિત્ત છે એવાં જે ઉપયોગમાં આરૂઢ વૃષભાકાર દર્શન -જ્ઞાન તેમની સાથેનો સંબંધ વૃષભ
સાથેના સંબંધરૂપ વ્યવહારનો સાધક જરૂર છે; તેવી રીતે આત્મા અરૂપીપણાને લીધે
સ્પર્શશૂન્ય હોવાથી તેને કર્મપુદ્ગલો સાથે સંબંધ નથી, તોપણ એકાવગાહપણે રહેલાં
કર્મપુદ્ગલો જેમનું નિમિત્ત છે એવા જે ઉપયોગમાં આરૂઢ રાગદ્વેષાદિભાવો તેમની સાથેનો
સંબંધ કર્મપુદ્ગલો સાથેના બંધરૂપ વ્યવહારનો સાધક જરૂર છે.
ભાવાર્થઃ — ‘આત્મા અમૂર્તિક હોવા છતાં મૂર્તિક કર્મપુદ્ગલો સાથે કેમ બંધાય
છે?’ એવા પ્રશ્નનો આચાર્ય ભગવાને ઉત્તર આપ્યો છે કે — આત્મા અમૂર્તિક હોવા છતાં
जीवो विशेषभेदज्ञानरहितः सन् काष्ठपाषाणाद्यचेतनजिनप्रतिमां दृष्टवा मदीयाराध्योऽयमिति मन्यते ।
यद्यपि तत्र सत्तावलोकदर्शनेन सह प्रतिमायास्तादात्म्यसंबन्धो नास्ति तथापि परिच्छेद्यपरिच्छेदक-
लक्षणसंबन्धोऽस्ति । यथा वा समवसरणे प्रत्यक्षजिनेश्वरं दृष्टवा विशेषभेदज्ञानी मन्यते
मदीयाराध्योऽयमिति । तत्रापि यद्यप्यवलोक नज्ञानस्य जिनेश्वरेण सह तादात्म्यसंबन्धो नास्ति तथाप्या-
राध्याराधकसंबन्धोऽस्ति । तह बंधो तेण जाणीहि तथा बन्धं तेनैव दृष्टान्तेन जानीहि । अयमत्रार्थः —
यद्यप्ययमात्मा निश्चयेनामूर्तस्तथाप्यनादिकर्मबन्धवशाद्व्यवहारेण मूर्तः सन् द्रव्यबन्धनिमित्तभूतं रागादि-
विकल्परूपं भावबन्धोपयोगं करोति । तस्मिन्सति मूर्तद्रव्यकर्मणा सह यद्यपि तादात्म्यसंबन्धो नास्ति
*વૃષભ અર્થાત્ બળદ વૃષભાકાર દર્શન -જ્ઞાનનું નિમિત્ત છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૩૧